back to top
Homeદુનિયાચીની એસ્ટ્રોનોટની ઐતિહાસિક સ્પેસવોક:9 કલાક સ્પેસમાં ચાલી અમેરિકાનો 23 વર્ષ જૂનો રેકોર્ડ...

ચીની એસ્ટ્રોનોટની ઐતિહાસિક સ્પેસવોક:9 કલાક સ્પેસમાં ચાલી અમેરિકાનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, સૌથી લાંબી સ્પેસવોકનો રોમાંચક VIDEO

ચીને સૌથી લાંબા સ્પેસવોકનો અમેરિકન રેકોર્ડ તોડ્યો છે. તિઆંગોંગ સ્પેસ સ્ટેશન પર સવાર ચીની અવકાશયાત્રીઓએ 9 કલાકની સ્પેસવોક પૂર્ણ કરીને 2001માં અમેરિકન અવકાશયાત્રીઓએ કરેલો રેકોર્ડ તોડ્યો છે. ચીનની સ્પેસ એજન્સી China Manned Space Agency (CMSA)એ ઐતિહાસિક સ્પેસવોકનો એક રોમાંચક વીડિયો જાહેર કર્યો છે. ચીને 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
Tinagong સ્પેસ સ્ટેશન પર સવાર Shenzhou-19 સ્પેસફ્લાઇટ ક્રૂના સભ્યો કાઈ જુઝે અને સોંગ લિંગડોંગે રાતે 10 વાગ્યે (બેઇજિંગ સમય અનુસાર) 9 કલાકની એક્સ્ટ્રાવેહિક્યુલર એક્ટિવિટી (સ્પેસવોક) પૂરી કરી છે.યુએસ સ્પેસ એજન્સી, નાસાના જણાવ્યા અનુસાર, આઠ કલાક અને 56 મિનિટના સ્પેસવોકનો અગાઉનો રેકોર્ડ અમેરિકન અવકાશયાત્રી જેમ્સ વોસ અને સુસાન હેલ્મ્સે 12 માર્ચ, 2001એ બનાવ્યો હતો. જુઓ રોમાંચક તસવીરો… સૌથી લાંબી સ્પેસવોકનો વીડિયો
ચીનના સરકારી પ્રસારણકર્તા, CCTVએ CMSAને ટાંકીને આ ઐતિહાસિક સ્પેસવોકના વીડિયો ફૂટેજ જાહેર કર્યા છે. આમાં, બંને અવકાશયાત્રીઓ 2 મીટર લાંબા મોડ્યૂલની મદદથી ટિઆંગોંગના વેન્ટિયન લેબ મોડ્યુલમાંથી બહાર આવતા જોવા મળે છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ (SCMP)ના અહેવાલ મુજબ, આ સ્પેસવોક એસ્ટ્રોનોટ સોંગ માટે વ્યક્તિગત રીતે ખાસ હતું. ચાઈનીઝ એરફોર્સમાં ફાઈટર પાઈલટ રહેલા સોંગ 1990ના દાયકામાં સ્પેસવોક કરનાર પ્રથમ ચીની અવકાશયાત્રી બન્યા છે. મિશન કમાન્ડર કાઈ જુઝેનું આ બીજું સ્પેસવોક હતું. આ પહેલા તેમણે નવેમ્બર 2022માં 5.5 કલાકની સ્પેસવોક પૂર્ણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments