બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી 40 કિમી દૂર ઉત્તરમાં આવેલ ટોંગી પ્રાંતમાં ઈસ્લામિક સભા ‘ઇજતેમા’ના આયોજનને લઈ મૌલાના સાદ અને મૌલાના ઝુબેરના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. હિંસામાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે અને 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસના મતે બંને સમુદાયે દાવો કર્યો છે કે 7 લોકોનાં મોત નીપજ્યાં છે. સ્થિતિને જોતાં પ્રશાસને સમગ્ર વિસ્તારમાં કમલ 144 લાગુ કરી દીધી છે. પોલીસ અને સૈન્યના જવાનોને તહેનાત કરી દેવાયા છે. ઢાકા મેડિકલ કોલેજમાં પણ મારામારીની ઘટના સામે આવી હતી. ગૃહ બાબતોના સલાહકાર લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું હતું કે હત્યામાં સામેલ કોઈને પણ બક્ષવામાં આવશે નહીં. ઝુબેરના સમર્થકોએ મેદાન પર કબજો કર્યો
બાંગ્લાદેશ પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના સાદના સમર્થકો આગામી શુક્રવારથી 5 દિવસીય ઇજતેમાનું આયોજન કરવા માગે છે. મૌલાના ઝુબેરના સમર્થકો નથી ઈચ્છતા કે તેઓ અહીં ઈજતેમાનું આયોજન કરે. આ કારણોસર ઝુબેરના સમર્થકોએ પહેલેથી જ ઇજતેમા મેદાન પર કબજો જમાવી લીધો હતો. ઘણા દિવસોથી બંને પક્ષો વચ્ચે તણાવ ચાલી રહ્યો હતો. મંગળવારે સવારે સાડા ત્રણ વાગ્યે સાદના સમર્થકો મેદાનમાં ઘૂસવા લાગ્યા, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું. પરંપરા: 2011થી બે તબક્કામાં ટોંગી ઈજતેમાનું આયોજન
મોહમ્મદ સાદ કાંધલવી એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ઉપદેશક છે. તે તબલીગી જમાતના સ્થાપક મોહમ્મદ ઇલ્યાસ કાંધલવીના પ્રપૌત્ર છે. તે તબલીગી જમાતના નિઝામુદ્દીન જૂથના વડા છે. 2017માં મોહમ્મદ સાદ ઓલ ઈન્ડિયા અને પછી ટોંગી ઇજતેમના વડા તરીકે ચૂંટાયા હતા. ત્યારથી બંને પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. 10 ટ્રક હથિયારની તસ્કરી: હાઈકોર્ટે ઉલ્ફા ચીફ પરેશ બરુઆની મૃત્યદંડની સજા રદ કરી
પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઉલ્ફા ચીફ પરેશ બરુઆને બાંગ્લાદેશની હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. 2004ના ચિત્તાગોંગ શસ્ત્રોની દાણચોરીના કેસમાં પૂર્વ મંત્રી લુત્ફઝમાન બાબર અને તેના પાંચ સહયોગીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને બરુઆની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. આ મામલો 10 ટ્રકમાં આતંકીઓ માટે મોકલેલા હથિયારો સાથે સંબંધિત છે. તંત્ર ઝુબેરનો પક્ષ લઈ રહ્યું છે: સાદ સમર્થક
5 ઓગસ્ટના રોજ અવામી લીગ સરકારની વિદાય પછી ઝુબેરના સમર્થકોએ માગ કરી હતી કે ટોંગી ઇજતેમા બે તબક્કામાં યોજવી જોઈએ નહીં. તેમની દલીલ છે કે અવામી લીગે મુસ્લિમોમાં ભાગલા પાડવા માટે આ બે તબક્કાના ઇજતેમાની પહેલ કરી હતી. ઑક્ટોબરથી મૌલાના સાદના સમર્થકોએ ઝુબેર સમર્થકો વિરુદ્ધ રેલીઓ કાઢવાનું શરૂ કર્યું હતું. એક સમયે તબલીગી જમાતના મુખ્ય સ્થળ કાકરેલ મસ્જિદના નિયંત્રણને લઈ બંને પક્ષોના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સાદના સમર્થકોએ દાવો કર્યો હતો કે વહીવટીતંત્ર પક્ષપાતી છે.