back to top
Homeબિઝનેસભાસ્કર ખાસ:ડોલર સામે રૂપિયો 85 નજીક, ટ્રમ્પ સરકાર નવી પોલિસીમાં ભારત પર...

ભાસ્કર ખાસ:ડોલર સામે રૂપિયો 85 નજીક, ટ્રમ્પ સરકાર નવી પોલિસીમાં ભારત પર આકરી ડ્યૂટી અમલી કરશે તો વેપાર ખાધ વધશે

ફોરેક્સ માર્કેટમાં રૂપિયા સામે ડોલરનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. અમેરિકામાં ટ્રમ્પ ચૂંટાઇને આવ્યા છે પરંતુ નવી સત્તા સંભાળે તે પૂર્વે જ આકરી ડ્યૂટીની વાતો કરી રહ્યાં છે. તાજેતરમાં ભારત પર પણ આકરી ડ્યૂટીના નિર્દેશ કર્યા છે. જો અમેરિકા ભારત પર ડ્યૂટી વધારશે અને ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ નબળો પડશે તો દેશની વેપાર ખાદ્યમાં વધુ વધારો થઇ શકે છે. ડોલર સામે રૂપિયો સતત ઘટીને 85ની નજીક પહોંચ્યો છે. બુધવારે ડોલર સામે રૂપિયો ઘટીને 84.95 રહ્યો છે. ફોરેક્સ એનાલિસ્ટોના મતે આગામી એક વર્ષમાં રૂપિયો વધુ નબળો પડી રૂ.87 સુધી ગબડી શકે છે. ટ્રમ્પે અનેક દેશોને ધમકી આપી છે કે અમેરિકન ડોલરને તોડવાની મસ્તી કરી તો પછી આકરી સજા ભોગવવાનો વારો આવશે. જાન્યુઆરીમાં સરકાર રચશે અને નવી પોલિસી રજૂ કરશે જેમાં આકરી ટ્રેડ પોલિસી-ડ્યૂટી લાગુ કરે તેવી અટકળો છે. જો ડ્યૂટીમાં વધારો કરશે તો ભારતીય અર્થતંત્રને અસર પડી શકે છે. ડોલર સામે રૂપિયાનું સતત અવમૂલ્યન ભારતીય અર્થતંત્રને અવરોધશે, મોંઘવારીમાં વધારો કરશે, વેપાર ખાદ્ય વધી શકે છે. દેશમાંથી થઇ રહેલી નિકાસ સતત ઘટી રહી છે તેની સામે આયાતમાં વધારો થતા વેપારખાદ્ય નવા રેકોર્ડ સ્તરે પહોંચી છે. બિનજરૂરી આયાત પર આકરા નિયંત્રણો જો લાદવામાં આવે તો પરિસ્થિતિથી સુધરે અને કદાચ રૂપિયામાં સુધારો જોવા મળી શકે. અત્યારે એવી સ્થિતિ છે કે નિકાસકારોને ડોલર મજબૂત થાય તેમાં મોટો ફાયદો થતો હોય છે. નિકાસકારો ખુશ છે. જ્યારે આયાતકારોની પરિસ્થિતિ વિપરીત જોવા મળી રહી છે. આયાતમાં અમેરિકા કરતાં ચીનનો હિસ્સો 18 ટકા સાથે સૌથી વધુ
સૌથી વધુ આપણે આયાત ચીનથી કરીએ છીએ.આપણે કુલ આયાતના આશરે ૧૮ ટકા ચીનથી કરીએ છીએ. મોટા ભાગના ઈલેક્ટ્રીક ઈક્વિપમેન્ટ, મશીનરી, લોખંડ અને ઓર્ગેનિક કેમિકલ્સની આયાત ચીનથી કરવામા આવે છે જેની કુલ વેલ્યુ 122 અબજ ડોલર છે. અમેરિકામાં સૌથી વધુ નિકાસ, ડ્યૂટી ફેરફાર અસરકર્તા સાબિત થશે
સૌથી વધુ નિકાસ આપણે અમેરિકાને કરીએ છીએ.એક અંદાજ પ્રમાણે આપણી નિકાસમાં ૧૮ ટકા અમેરિકાને નિકાસ કરીએ છીએ. જેમા કિંમતી પથ્થર, મોતી, દવાઓ અને ખનીજ ઇંધણ ની નિકાસ કરવા મા આવે છે.જેની કુલ વેલ્યુ 75.8 અબજ ડોલર છે.ભૂલથી પણ જો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આકરા પગલાં લેવાય તો આપણી પરિસ્થિતિ ખરાબ થઈ શકે.આપણી નિકાસમાં મોટી ઉથલપાથલ આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments