back to top
Homeદુનિયાભાસ્કર વિશેષ:સામાજિક, આર્થિક અને પારિવારિક કારણોને લીધે વર્કપ્લેસ પર યુવકોમાં નકારાત્મકતાની સાથે...

ભાસ્કર વિશેષ:સામાજિક, આર્થિક અને પારિવારિક કારણોને લીધે વર્કપ્લેસ પર યુવકોમાં નકારાત્મકતાની સાથે પ્રદર્શનમાં પણ અસર

થોમસ બી. એડસોલ | હાલનાં વર્ષોમાં એવું જોવા મળે છે કે છોકરા અને છોકરીઓ ઉચ્ચ શિક્ષણ અને વર્કપ્લેસ પર અલગ-અલગ પ્રકારનું પ્રદર્શન કરે છે. પુરુષો અને છોકરાઓનું ઉચ્ચ શિક્ષણ અને વર્કપ્લેસ પર પ્રતિસ્પર્ધા કરવાની ક્ષમતામાં ઘટાડો નોંધાયો છે. આ સમાનતાનાં કારણો ઘણાં સામાજિક, શૈક્ષણિક અને પારિવારિક છે. હાલમાં જ એમઆઈટીના ઇકોનોમિસ્ટ ડેવિડ ઓટોર અને તેના સાથીઓએ તેના પર રિસર્ચ કર્યું. તેમાં તેમણે જાણ્યું કે અમેરિકામાં આઠમા ધોરણ સુધીનાં છોકરા-છોકરીઓના પરીક્ષા પરિણામોમાં કોઈ ખાસ અંતર નહોતું. પણ કિશોરાવસ્થામાં આવતા-આવતા તે અંતર વધવા લાગે છે. છોકરીઓની સરખામણીએ છોકરા શૈક્ષણિક અને વ્યવહારિક રીતે નબળા હોય છે. પરિણામે ઉચ્ચ શિક્ષણ મેળવતા નથી. વર્ષ 2021માં છોકરીઓનો હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન રેટ 89 ટકા હતો જ્યારે છોકારાઓનો માત્ર 83 ટકા જ હતા. રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે પારિવારિક પરિસ્થિતિઓ છોકરાઓ પર ખાસ રીતે નકારાત્મક અસર પાડે છે. છોકરાઓ માટે જો ઘરનું વાતાવરણ સારું ન હોય તો તેનું એકેડેમિક પ્રદર્શન અને વ્યવહાર પણ પ્રભાવિત થાય છે. એ જ કારણ છે કે પરિવારની આર્થિક સ્થિતિની છોકરાઓ પર વધુ અસર પડે છે અને તે તેને હાઈસ્કૂલ ડ્રોપઆઉટ તરફ લઈ જાય છે. રિસર્ચ અનુસાર, 57.9% છોકરીઓ કોલેજમાં એડમિશન લે છે, જ્યારે છોકરાઓના કોલેજ એડમિશનની ટકાવારી માત્ર 42.1 છે. મેથ્સમાં છોકરાઓનો દબદબો, રાઇટિંગમાં છોકરીઓ સફળ
રિસર્ચ અનુસાર, મેથ્સ અને રિઝનિંગમાં પુરુષોનો 30 વર્ષથી દબદબો યથાવત્ છે. ઉચ્ચ શિક્ષણમાં ગણિતમાં છોકરાઓ હજુ પણ છોકરીઓ કરતાં આગળ છે. સાયન્સ રિઝનિંગમાં પણ છોકરાઓ આગળ છે. ત્યારે, છોકરીઓ મૌખિક રિઝનિંગ અને રાઈટિંગમાં છોકરાઓ કરતાં વધુ સફળ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments