back to top
Homeબિઝનેસરિપોર્ટ:વૈશ્વિક સંપત્તિમાં અતિ ધનાઢ્યોનો 48% હિસ્સો, જે 55% ઝડપી પહોંચશે

રિપોર્ટ:વૈશ્વિક સંપત્તિમાં અતિ ધનાઢ્યોનો 48% હિસ્સો, જે 55% ઝડપી પહોંચશે

ધનિકો વધુને વધુ ધનિક થઇ રહ્યાં છે. વૈશ્વિક નાણાકીય સંપત્તિના 48% હિસ્સા પર વર્ચસ્વ ધરાવતા ધનાઢ્યો હવે મધ્યમગાળામાં તેમના હિસ્સાને વધારીને 55% કરશે તેવી શક્યા એવેન્ડસના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. જેમાં વર્ષ 2013ના 41%થી વૃદ્ધિ જોવા મળી છે. અતિ ધનાઢ્યોની સતત વધી રહેલી સંપત્તિ વૈશ્વિક નાણાકીય ગતિશિલિતમાં નોંધપાત્ર ફેરફારોને રેખાંકિત કરે છે અને આગામી વર્ષમાં પણ તેમનો પ્રભાવ વધે તેવી શક્યતા છે.
HNIની સંપત્તિમાં વધારો એ તેમની વૃદ્ધિ કરતાં વધુ નોંધાયો છે, જે વ્યક્તિદીઠ સંપત્તિમાં વૃદ્ધિને દર્શાવે છે. HNI સંપત્તિની વૃદ્ધિમાં એશિયા અને મિડલ ઇસ્ટ લીડર્સ તરીકે ઉભર્યું છે, જેનો લાંબા ગાળાનો વૃદ્ધિદર 8% રહ્યો છે. આ દરો ઉત્તર અમેરિકા અને યુરોપ કરતાં પણ વધુ છે, જ્યાં અનુક્રમે 5% અને 4% વૃદ્ધિદર નોંધાયો છે. $1 મિલિયનથી વધુની એસેટ્સ સાથે HNIsના હિસ્સાની બાબતે અમેરિકા હજુ પણ અવ્વલ છે ત્યારે એશિયા-પેસિફિક પ્રાંત તેની સતત વધી રહેલી ધનિક વસ્તીને કારણે ભવિષ્યમાં સંપત્તિ સર્જનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી શક્યતા છે. HNIsમાં સંપત્તિના સંચાલન માટેની પસંદગીમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક રીતે, વૈશ્વિક સંપત્તિના નોંધપાત્ર હિસ્સાનું સંચાલન જાતે જ કરવામાં આવ્યું છે, જેમાં માત્રને માત્ર વ્યક્તિગત જ્ઞાન અને પરંપરાગત રોકાણની પદ્ધતિઓ પર નિર્ભરતા રહી છે. આજે અડધાથી ઓછા HNIs તેમની સંપત્તિનું સ્વતંત્રપણે સંચાલન કરે છે. પ્રોફેશનલ સર્વિસથી સંચાલિત સંપત્તિમાં 7.6% ગ્રોથ
વર્ષ 2021માં વૈશ્વિક સ્તરે પ્રોફેશનલ સર્વિસથી સંચાલિત સંપત્તિમાં 7.6%ની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તદુપરાંત, હવે 78% HNIs તેમના વેલ્થ મેનેજમેન્ટમાં મૂલ્ય આધારિત સેવાને પણ વધુ પ્રાધાન્ય આપે છે. HNIs દ્વારા લેવામાં આવતી સેવામાં રોકાણનું સંચાલન, વારસાને લઇને સલાહ, ટેક્સ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ અને રિયલ એસ્ટેટમાં રોકાણને લગતી સલાહ સામેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments