સિવિલ હોસ્પિટલમાં એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. સિક્યોરીટી તેમજ CCTV કેમેરાથી સજ્જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી 1200 બેડ હોસ્પિટલમાં મહિલા દર્દીના રોક્ડ, ATMકાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચોરી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે.ભુજથી મહિલા ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી હતી જ્યા તેમને 1200 બેડ હોસ્પિટલમાં એડમીટ કર્યા હતા.જ્યારે મહિલા એડમીટ થઇ ત્યારે મોડીરાતે ગઠીયાએ તેમના રોક્ડ સહિત ડોક્યુમેન્ટની ચોરી કરીને પલાયન થઇ ગયો છે. આ ઘટનાથી સિવિલની સિક્યોરીટી પર સવાલ ઉભા થયા છે. રાતે શ્વેતાબેનને ઓપરેશન માટે લઈ ગયા ત્યારે પર્સને ટુરીસ્ટ બેગમાં મુકીને લોક કરી દીધુ હતું
ભુજમાં આવેલા મુંદ્રા રોડ પાસેથી નીલકંઠ નગર ખાતે રહેતા 56 વર્ષીય શ્વેતાબેન ક્રિશ્ચને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. શ્વેતાબેન ભુજ ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ક્લાર્ક તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. શ્વેતાબેનના ગર્ભાશયમાં ગાંઠની બીમારી હોવાથી તે તેમની દીકરી અનિકા સાથે અમદાવાદના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિલમાં આવ્યા હતા. શ્વેતાબેનને સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી 1200 બેડની હોસ્પિટલના વિભાગ ડી-5 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે શ્વેતાબેન એડમીટ થયા ત્યારે તેમની પાસે ગ્રે કલરનું પર્સ હજુ જેમાં એક નાનુ વોલેટ હતું.વોલેટમાં સાત અલગ-અલગ બેંકના ATM કાર્ડ, ચુંટણી કાર્ડ, આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ આરસીબુક હતી. આ સાથે વોલેટમાં દસ હજાર રૂપિયા રોક્ડા પણ હતા. રાતે દસ વાગ્યાની આસપાસ શ્વેતાબેન અને અનીકા સુઇ ગયા હતા.બીજા દિવસે શ્વેતાબેનને ઓપરેશન માટે લઇ જવાના હતા જેથી તેમણે પર્સને ટુરીસ્ટ બેગમાં મુકીને લોક કરી દીધુ હતું. ડિસ્ચાર્જ સમયે ATM સહિત ડોક્યુમેન્ટથી ભરેલુ વોલેટ ગાયબ હતું
શ્વેતાબેનનું ઓપરેશન થઇ ગયુ હતું અને બાદમાં ગઇકાલે તેમને ડીસચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ગઇકાલે શ્વેતાબેનને રૂપિયાની જરૂર પડતા તેમને ટુરીસ્ટ બેગ ખોલી હતી અને તેમા મુકેલુ પર્સ કાઢ્યુ હતું. પર્સ ખોલીનો જોયુ તે તેમા રહેલા રૂપિયા, ATM સહિત ડોક્યુમેન્ટથી ભરેલુ વોલેટ ગાયબ હતુ. શ્વેતાબેને બેગ તેમજ તેમના કપડા ચેક કર્યા પરંતુ વોલેટ મળી આવ્યુ નહી જેથી તેમને ચોરી થઇ હોવાનું ખબર પડી ગઇ હતી. શ્વેતાબેન હોસ્પિટલમાં એડમીટ થયા તે રાતે ગઠીયાએ પર્સમાં રાખેલુ વોલેટ ચોરી લીધુ હતું. સિક્યોરીટીથી સજ્જ સિવિલ હોસ્પિટલમાં દર્દીના કિંમતી સરસમાનની ચોરી થતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.શ્વેતાબેને આ મામલે તરતજ શાહીબાગ પોલીસને જાણ કરી હતી. શાહીબાગ પોલીસે શ્વેતાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ICUમાં ઘુસીને ભુવાએ દર્દી પર તાંત્રીક વિધિ કરી
અસારવાની સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી ગઇ છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યોરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતાં ભૂવો બિનધાસ્ત આઇસીયુ સુધી પહોંચી ગયો હતો અને દર્દી ઉપર વિધી પણ કરી હતી. આ ઘટના બાદ સિવિલ હોસ્પિટલ વિવાદોમાં ઘેરાઇ છે. સિવિલ હોસ્પિટલમાં ભૂવાના વાઇરલ વીડિયો મામલે આરોગ્ય વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને બાદમાં સિવિલ હોસ્પિટલના સત્તાધીશો ભૂવા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે.