back to top
Homeભારતસુહાગરાતે દુલ્હને કરી અજીબ ડિમાંડ:વરરાજાને બીયર, ગાંજો અને બકરીનું માંસ લાવવા કહ્યું;...

સુહાગરાતે દુલ્હને કરી અજીબ ડિમાંડ:વરરાજાને બીયર, ગાંજો અને બકરીનું માંસ લાવવા કહ્યું; પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લગ્નની રાત્રે એક દુલ્હને ખુલ્લેઆમ બિયર અને ગાંજાની માંગણી કરી હતી. આ સાંભળીને વરરાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે તેણે તેના પરિવારના સભ્યોને આખી વાત કહી તો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસ હવે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કરી રહી છે. દુલ્હન લુધિયાણાની રહેવાસી હોવાનું કહેવાય છે. આ મામલો જૂના શહેરની એક વસાહતનો છે. વરરાજાએ તેના પરિવારને કહ્યું કે, દુલ્હનની માગ માત્ર બિયર સુધી સીમિત નથી, પત્નીએ કહ્યું કે બિયર લાવવાની સાથે ગાંજો પણ લાવવો જોઈએ. આ પછી માગ વધી અને તેણે બકરીનું માંસ પણ લાવવાનું કહ્યું. આ બધું સાંભળીને પતિને નવાઈ લાગી. શરૂઆતમાં આ ઘટનાને લઈને પરિવારમાં ઝઘડો થયો હતો, પરંતુ વરરાજાના પક્ષે જરા પણ વિલંબ કર્યા વિના મામલો પોલીસ પાસે લઈ ગયા હતા. જ્યારે મામલો પોલીસ સુધી પહોંચ્યો તો પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પોલીસે લાંબા સમય સુધી બંને પક્ષોને સમજાવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. માહિતી મળતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને પક્ષોએ એકબીજા પર આરોપ લગાવ્યા
પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા. જ્યારે કન્યા પક્ષે કહ્યું કે, જો યુવતીએ તેના પતિ પાસેથી કોઈ માંગણી કરી હોય તો તે તેમની વચ્ચેનો મામલો છે અને પરિવારના સભ્યોએ તેમાં ભાગ ન લેવો જોઈએ. પતિએ કહ્યું કે તે બીયર, ગાંજા અને માંસનું સેવન કરતી મહિલા સાથે રહેવા માંગતો નથી. થર્ડ જેન્ડરનો પણ આરોપ
જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો તો પતિએ પણ દુલ્હન છોકરી ન હોવાનો આરોપ લગાવ્યો. છોકરાના પક્ષે પણ દુલ્હન પર થર્ડ જેન્ડર હોવાનો આરોપ લગાવ્યો છે. આ બાબત વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહી છે. જોકે, બંને પક્ષકારોએ ફરિયાદ નોંધાવી નથી. આ પછી બંને પક્ષો પરસ્પર સંમતિથી ઘરે પરત ફર્યા હતા અને સંબંધીઓને બોલાવીને મામલો થાળે પાડ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments