ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક (UBBN)ની શરૂઆત ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા શ્યામસિંહ ઠાકુર (રાષ્ટ્રીય અધ્યક્ષ) અને મહેશસિંહ કુશવાહ (ગુજરાત પ્રદેશ અધ્યક્ષ)ના નેતૃત્વમાં કરવામાં આવી હતી. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે જણાવ્યું કે, ઉત્તર ભારતીય સમાજના બિઝનેસનો વિકાસ કરીને સમાજને નવી ઊંચાઈએ પહોંચાડવા અને યુવાઓને સ્વાવલંબન તરફ પ્રોત્સાહિત કરવા માટે આ મંચ સ્થાપવામાં આવ્યો છે. આ નેટવર્કનો મુખ્ય હેતુ ઉત્તર ભારતીય બિઝનેસને પ્રોત્સાહન અને વિસ્તરણ આપવામાં મદદરૂપ થવું, યુવાનોને બિઝનેસ દ્વારા દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કરવું અને બિઝનેસમેન માટે એક સંયુક્ત મંચ ઉભું કરીને તેમના વ્યવસાયના નવા દરવાજા ખોલવા માટેના અવસર પ્રદાન કરવાનો છે. આ UBBN યુવા બિઝનેસમેન માટે નેટવર્કિંગ, માર્ગદર્શન અને સહયોગ દ્વારા તેમના સ્વપ્નો સાકાર કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ બનશે. મિડીયા સાથેની ચર્ચામાં યુવાઓએ જણાવ્યું: “આવા મંચના સહકારથી અમે વ્યવસાયમાં સફળતા મેળવશું સાથે સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપીશું. UBBN અમારા માટે એક નવી શરૂઆતની તકો સાથે આવ્યો છે.” ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ જણાવ્યું કે, ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક ખૂબજ પ્રભાવશાળી અને ઉદ્યમશીલ યુવાનોને જોડવાનું દ્રષ્ટાંત બનાવી રહ્યું છે, જે સમગ્ર સમાજ માટે આશાવાદી ભવિષ્યનું નિર્માણ કરશે.