back to top
Homeભારતઆંધ્ર પ્રદેશમાં મહિલાને પાર્સલમાં મૃતદેહ મળ્યો:ડેડબોડી સાથે મળેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું- ₹1.30...

આંધ્ર પ્રદેશમાં મહિલાને પાર્સલમાં મૃતદેહ મળ્યો:ડેડબોડી સાથે મળેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું- ₹1.30 કરોડ આપો, નહિંતર પરિણામ આવું જ આવશે

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક મહિલાને એક પાર્સલ મળ્યું. જેમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ હતો.​​​​​​ મૃતદેહ સાથે એક પત્ર પણ રાખવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું- ₹1.30 કરોડ આપો નહીંતર પરિણામ આવું જ આવશે. પશ્ચિમ ગોદાવરી પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, આ પાર્સલ ગુરુવારે રાત્રે યેનદાગંડી ગામમાં રહેતી મહિલા નાગા તુલસીના નિર્માણાધીન મકાનમાં પહોંચાડવામાં આવ્યું હતું. મહિલા ઘરમાં એકલી રહેતી હતી. તેનો પતિ ઘણા વર્ષો પહેલા ગુમ થયો હતો. મૃતદેહ સાથે મળી આવેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘તમારા પતિએ 2008માં 3 લાખ રૂપિયાની લોન લીધી હતી. જે હવે વધીને 1.35 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો તમે તમારા પરિવાર સાથે કંઈપણ ખરાબ થતું જોવા નથી માંગતા, તો તમારે સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે.” પોલીસે કહ્યું- મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ લાશ 45 વર્ષના પુરુષની હોવાનું સામે આવ્યું છે. 4-5 દિવસ પહેલા તેનું અવસાન થયું હતું. આ મામલો હત્યાનો છે કે કુદરતી મૃત્યુનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પાર્સલ આપનારે કહ્યું- બોક્સમાં લાઇટ-પંખા છે… 5 પોઈન્ટમાં આખો મામલો પોલીસે કહ્યું- ડિલિવરી બોયની શોધખોળ કરી રહ્યા છીએ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, તેઓ પાર્સલ પહોંચાડનાર વ્યક્તિ અને ડિલિવરી બોયની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંને જલ્દી મળી જશે. ક્ષત્રિય સેવા સમિતિ સાથે જોડાયેલા લોકોને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે. તપાસ બાદ જ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. YSRCP નેતાની રસ્તા વચ્ચે હત્યા, બંને હાથ કપાયા; ગરદન પર પણ ઘા, આરોપી ટીડીપી નેતા આંધ્ર પ્રદેશમાં, 17 જુલાઈની રાત્રે YSR કોંગ્રેસના એક નેતાની રસ્તાની વચ્ચે તેના બંને હાથ કાપીને હત્યા કરવામાં આવી હતી. આરોપીની ઓળખ ટીડીપીના સ્થાનિક નેતા તરીકે થઈ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આંધ્રમાં ત્રીજા ધોરણની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર પછી હત્યા, આરોપીઓ એક જ શાળાના ધોરણ 6થી 7ના વિદ્યાર્થીઓ છે આંધ્રપ્રદેશના નંદ્યાલ જિલ્લામાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે ગેંગરેપ અને હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપી વિદ્યાર્થીઓએ યુવતીની ગેંગરેપ બાદ હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હતી. આરોપી બે છોકરાઓની ઉંમર 12 વર્ષની છે. બંને છઠ્ઠા ધોરણમાં ભણે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments