ગુરુવારે શેરબજાર સળંગ ચોથા સેશનમાં ઘટાડા તરફી બંધ થયું હતું.અમેરિકાની ફેડરલ બેન્કે ગત રાતે વ્યાજદરોમાં 0.25% બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાની સાથે હજુ બે વખત વ્યાજદરોમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા હતા. જેના લીધે બજારનો મૂડ બગડ્યો અને અમેરિકન માર્કેટમાં મોટો કડાકો બોલાઈ ગયો. જેની સીધી અસર ભારતીય શેરબજારમાં જોવા મળી હતી અમેરિકન શેરબજારમાં ઐતિહાસિક કડાકાની અસર હવે ભારતીય શેરબજારમાં પણ દેખાઈ રહી છે. ભારતીય શેરબજાર ખુલતાંની સાથે જ સેન્સેક્સમાં 1100 થી વધુ પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 330 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેના લીધે રોકાણકારોને મોટું નુકસાન થયું હતું. જ્યારે બેન્ક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ 800 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 964 પોઈન્ટના ઘટાળા સાથે 79218 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 238 પોઈન્ટના ઘટાળા સાથે 24018 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 554 પોઈન્ટના ઘટાળા સાથે 51749 પોઈન્ટના સ્તરે બંધ થયો.સેન્સેક્સ,નિફટીમાં સતત ધોવાણ સાથે ઓપરેટરો, ફંડો શેરોમાં સતત ઓફલોડિંગ થતાં અને પ્રોફિટ બુકિંગ વધતાં માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. હેલ્થકેર એન્ડ ફાર્મા સેક્ટર આગામી ગાળામાં મજબૂત ગ્રોથ કરવાની સંભાવનાઓ દર્શાવવામાં આવતાં આજે હેલ્થકેર શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. ક્રિસમસ પૂર્વે અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગમાં વ્યાજદરોમાં 0.25% બેસિસ પોઈન્ટનો ઘટાડો ફોરેન ફંડોની શેરોમાં એક્ઝિટ મૂડમાં આવીને વેચવાલી વધતાં નિફટી, સેન્સેક્સે આજે મહત્વના સપોર્ટ લેવલો ગુમાવ્યા હતા. આ સાથે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તારૂઢ થતાં પૂર્વે ભારતને અમેરિકી ચીજો પર આકરી આયાત ડયુટી સામે અમેરિકા પણ ભારતની ચીજોની અમેરિકામાં આયાત પર આકરી ડયુટી લાદવાની આપેલી ચીમકીએ પણ ફંડો, મહારથીઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોને સાવચેત કરી દઈ ઓવરબોટ પોઝિશન હળવા કરવા લાગ્યા હતા. ક્રિસમસ વેકેશન શરૂ થતાં પૂર્વે શેરોમાં વેચવાલીને મૂડી બજાર નિયામક તંત્ર સેબીએ પણ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) પર અંકુશો મૂકવાના નિર્ણયે વધુ વેગ આપ્યો હતો. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,એચડીએફસી એએમસી,ટોરેન્ટ ફાર્મા,લ્યુપીન,મુથૂટ ફાઈનાન્સ,સિપ્લા,સન ફાર્મા,ગ્લેનમાર્ક ફાર્મા,મહાનગર ગેસ,ઓરબિંદો ફાર્મા જેવા શેરો વધારો થયો છે.આજના ટોપ લુઝર્સની યાદીમાં લાર્સેન,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,ઓબેરોઈ રીયાલીટી,ઈન્ફોસીસ,એચસીએલ ટેકનોલોજી,એચડીએફસી બેન્ક,વોલ્ટાસ,ટેક મહિન્દ્રા,કોટક મહિન્દ્રા બેન્ક જેવા શેરોમાં ઘટાળો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4095 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2315 અને વધનારની સંખ્યા 1670 રહી હતી, 100 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 02 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 07 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 24018 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23880 પોઇન્ટના પ્રથમ અને 23808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 24088 પોઇન્ટથી 24188 પોઇન્ટ, 24202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51749 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51373 પોઇન્ટના પ્રથમ અને 51202 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51880 પોઇન્ટથી 51939 પોઇન્ટ,52008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51202 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લીમીટેડ ( 2123 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2088 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2073 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2140 થી રૂ.2157 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2170 ઉપર તેજી તરફી ધ્યાન…!!
ભારતી ઐરટેલ ( 1602 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1573 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1255 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1333 થી રૂ.1340 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
લ્યુપીન લીમીટેડ ( 2165 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2194 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2133 થી રૂ.2117 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2117 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
મુથૂટ ફાઈનાન્સ ( 2144 ):- રૂ.2188 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.2194 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.2108 થી રૂ.2088 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.2208 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા… મિત્રો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સુકાન સંભાળે એ પૂર્વે જ ચાઈના મામલે આકરાં વલણના સંકેત સાથે ભારત માટે પણ વેપાર સહિતમાં કેટલાક નેગેટીવ નિર્ણયો લેવાય એવી શકયતા સમીક્ષકો મૂકવા લાગતાં ફંડોએ તેજીની ઓવરબોટ પોઝિશન હળવી કરી હતી. આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના નબળા આર્થિક આંકડા અને રશીયાના જનરલના મોસ્કોમાં વિસ્ફોટમાં મોતની જવાબદારી યુક્રેને લેતાં રશીયા-યુક્રેન વચ્ચે યુદ્વ વકરવાના એંધાણે પણ સાવચેતી જોવાઈ હતી. જીઓપોલિટીકલ ટેન્શને અને ચાઈનાના આર્થિક પડકારોની ફરી પાછલા અઠવાડિયે વૈશ્વિક બજારોમાં નેગેટીવ અસર વર્તાઈ હતી. સીરિયા મામલે ટેન્શન સાથે અમેરિકામાં બાઈડન સત્તા છોડતા પહેલા યુક્રેનને મિસાઈલ અને અન્ય જોખમી શસ્ત્રોનો રશીયા સામે ઉપયોગ કરવા પરવાનગી આપી જઈ યુક્રેન-રશીયા યુદ્વને લાંબો સમય ચાલુ રહેવાનો પડકાર ડોનાલ્ડ ટ્રમ્પ પર છોડી જઈ વિશ્વની યુદ્વની સ્થિતિ કાયમ રહે એવા પ્રયાસોની નેગેટીવ અસર વૈશ્વિક બજારો પર જોવાઈ છે.હવે વૈશ્વિક મોરચે કોઈ મોટું જીઓપોલિટીકલ ટેન્શનનું પરિબળ કે અન્ય રાજકીય ઉથલપાથલ નહીં સર્જાવાની સ્થિતિમાં ડિસેમ્બર મહિનામાં એનએવીની ગેમ શરૂ થવાની સાથે ક્રિસમસ વેકેશન પૂર્વે શેરોમાં તેજી વધુ બળવતર બની શકે છે. ક્રિસમસ હોલીડેની તૈયારી વચ્ચે વૈશ્વિક પરિબળો નેગેટીવ રહેતાં ફંડોએ સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો. શેરબજારમાં છેલ્લા કેટલાંક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે.બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વી આઈએક્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જે પરિબળો વચ્ચે આગામી દિવસોમાં નિફટી ફ્યુચર અને સેન્સેક્સમાં ઉતાર – ચઢાવ જોવાઈ શકે છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.