back to top
Homeગુજરાતકાલોલ વેજલપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત:પેસેન્જર વાનનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી...

કાલોલ વેજલપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત:પેસેન્જર વાનનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે ભટકાઈ, ત્રણ ગંભીર રીતે ઘવાયા

પંચમહાલ જિલ્લાના કાલોલ અને વેજલપુરની વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ ગંભીર રીતે ઘવાયા છે. પેસેન્જર વાનનું ટાયર ફાટી જતાં તે ડિવાઈડર કૂદી અને અન્ય કાર સાથે ભટકાઈ હતી. કાલોલ વેજલપુર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેનાં મોત
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના કાલોલ અને વેજલપુરની વચ્ચે માઇકો કંપની સામે વેગનાર કાર અને મારુતિ વાન સામસામે ભટકાતાં વાનચાલક અને એક મુસાફરના ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે 09 ઇજાગ્રતને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 03 મુસાફર ગંભીર ઘવાયા હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. મૃતકના નામ
ચૌહાણ નરવતસિંહ કેસરીસિંહ બેઢીયા (ઉં.વ.44, વાનડ્રાઈવર)
દશરથભાઈ રણજીતભાઈ ભોઈ બંને વાહન-મૃતદેહ વેજલપુરથી કાલોલ તરફ આવતાં ટ્રેક ઉપર પડ્યા
બનાવની જાણ વેજલપુર પોલીસને થતાં વેજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાઇવેનો ટ્રાફિક ખુલ્લો કરાવી અકસ્માતમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતનું કારણ પેસેન્જર માટે ફરતી મારુતિ વાન ગાડીનું ટાયર ફાટવાથી ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે ભટકાઈ હોવાનું અનુમાન લગાવવમાં આવી રહ્યું છે. અકસ્માત બાદ બંને વાહનો અને મૃતદેહો વેજલપુરથી કાલોલ તરફ આવતાં ટ્રેક ઉપર પડેલા હોવાથી કાલોલ તરફના માર્ગ ઉપર ટ્રાફીક સર્જાયો હતો. પેસેન્જર વાનનું ટાયર ફાટતાં ડિવાઈડર કૂદી અન્ય કાર સાથે ભટકાઈ
અકસ્માતમાં વાનચાલક બેઢીયા ગામના નરાવત કેસરીસિંહ ચૌહાણનું અને પેસેન્જર વેજલપુરના દશરથભાઈ રયજીભાઈ ભોઈનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય નવ મુસાફર ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને ગોધરા સિવિલ હોસ્પિટલ સારવાર આપવામાં આવી હતી. જે પૈકી ત્રણને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments