જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી આતંકીઓની મદદ કરનારાઓ વિરુદ્ધ સૈન્ય દ્વારા ચલાવાતા ઓપરેશનની અસર દેખાઈ રહી છે. જેને ઓવર ગ્રાઉન્ડ વર્કર (ઓજીડબ્લ્યુ) કહેવાય છે. જ્યાં પહેલાં લોકો આતંકીઓને આશ્રય અને સૈન્યના કાફલાની સૂચના આપતા હતા પરંતુ હવે સુરક્ષાદળોને માહિતી આપવા લાગ્યા છે. સુરક્ષાદળના અધિકારીઓ પ્રમાણે એક મહિનામાં આવા 20 ઓજીડબ્લ્યુ દબોચવામાં આવ્યા છે. 15થી વધુ લોકોની સંપત્તિ જપ્ત કરાઈ છે. ગુરુવારે અથડામણ તેમની સૂચના પછી શરૂ થઈ હતી. એક ઓજીડબ્લ્યુએ સૈન્યદળોને જણાવ્યું કે કુલગામના બેહીબાગમાં હિઝબુલ મુજાહિદ્દીના સૌથી જૂના
કમાન્ડરોમાંથી એક ફારુક નાલી આવ્યો છે જે એ++ કેટેગરીનો આતંકી હતો જેના પર 10 લાખનું ઈનામ હતું. આતંકીઓને આશ્રય નહીં… 60% આતંકી વિદેશી
જમ્મુ-કાશ્મીરમાં 95 ટકા આતંકવાદીઓ સક્રિય છે. જેમાં 60 ટકા વિદેશી છે. જમ્મુના રાજૌરી, પૂંછ, ડોડા અને કિશ્તવાડમાં લગભગ 60 અને ઘાટીમાં 35 આતંકી છે. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે એક વાર તમામ ઓજીડબલ્યુ પકડાઈ જાય તો આતંકી એક અઠવાડિયા સુધી પણ ટકી નહીં શકે. આતંકીઓ વિરુદ્ધ 95 ટકા ઓપરેશન જંગલોમાં થઈ રહ્યાં છે કારણ કે સ્થાનિક લોકો આશ્રય આપતા નથી. ગાંદરબલમાં સાત આતંકીઓની હત્યામાં સામેલ ટોચના આતંકી જુનૈદ અહમદ ભટને પણ દાચીગામના જંગલમાં ઠાર મારવામાં આવ્યો હતો. ઓજીડબલ્યુની સૂચના આપો, ઈનામ મેળવો
ખીણમાં સુરક્ષા એજન્સીઓની 12 ટીમોએ ઓજીડબલ્યુની શોધમાં લાગી છે. જે શંકાસ્પદ મદદગારો સુધી સૂચના પહોંચાડે છે કે આતંકીઓને જાણકારી આપનાર લોકોને રોકડ રકમ આપવામાં આવશે. વીડીસીને નવાં હથિયાર મળ્યાં
સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે ગ્રામ રક્ષા સમિતિ(વીડીસીને સેલ્ફ લોડિંગ રાઈફલ્સ આપવામાં આવી છે. જમ્મુના રાજૌરી, પૂંછ, ડોડા અને કાશ્મીરના કુલગામમાં તેમને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. અમિત શાહે સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક કરી
નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા અધિકારીઓ અને જમ્મુ- કાશ્મીર પ્રશાસન સાથે મહત્ત્વની બેઠક કરી હતી. વિધાનસભા ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક હતી. સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રીએ રાજ્ય માટે 2025નો સુરક્ષા રોડમેપ માંગ્યો છે.