back to top
Homeગુજરાતખ્યાતિ બાદ PMJAYને લઈ શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી:દર્દીના સંબંધીએ કહ્યું- પગના ઓપરેશનમાં...

ખ્યાતિ બાદ PMJAYને લઈ શેલ્બી હોસ્પિટલ વિવાદમાં આવી:દર્દીના સંબંધીએ કહ્યું- પગના ઓપરેશનમાં બેદરકારીથી મોત થયું, હોસ્પિટલે આક્ષેપોને નકાર્યા

અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજ્યું હતું. જેને લઇને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધના લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો. જે બાદ દર્દીનું મોત થયું હતું. જોકે, પરિવારના આક્ષેપ બાદ શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડોક્ટરે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનો દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો છે તે સ્વીકારતા નથી. દર્દી કોમ્પ્લિકેટેડ હતું અને ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી. હોસ્પિટલ બહાર પ્રતિક ધરણા ઉપવાસની ચીમકી ઉચ્ચારી
મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગરીબ અને ગામડામાંથી આવનાર દર્દીનું ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે. પરિવાર દ્વારા ન્યાય મળે અથવા સહાય આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો ન્યાય નહીં મળે તો 29 ડિસેમ્બરના રોજ હોસ્પિટલ બહાર પ્રતિક ધરણા ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. આમ તેઓ આરોગ્ય કમિશનર અને આરોગ્ય મંત્રી સુધી પણ રજૂઆત કરશે. પગની બંને નસ બ્લોક હોવાથી ઓપરેશન કરવા કહ્યું હતું
મૃતકના પરિવારજન કિરણભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મૂળ ગીર ગઢડાના ચીખલીકુવા ગામના રહેતા અમારા મોટા બાપા ઘોહાભાઈ ખાંભલે (ઉ.વ. 62)ને પગમાં નસ દબાતી હોવાથી અને પગ કાળા પડી ગયા હતા. તેથી તેઓને PMJAY યોજના હેઠળ 8 નવેમ્બર 2024ના રોજ નરોડાની શેલ્બી હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓને દાખલ કરી તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે નોર્મલ હતા. પગની બંને નસ બ્લોક હોવાના કારણે ડોક્ટરોએ ઓપરેશન કરવા માટે કહ્યું હતું. જેના માટે અમે સંમતિ આપી અને ઓપરેશન કરવામાં આવ્યું હતું. પગનું ઓપરેશન કર્યા બાદ તેઓને બહાર લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયત લથડતા ફરી ઓપરેશન થિયેટરમાં લઇ ગયા અને ઓપરેશન કરી બહાર લાવ્યા હતા. નસમાં લીકેજ રહી જતાં શરીરમાં લોહી વહેવા લાગ્યું હતું
જ્યારે ડોક્ટરને પૂછ્યું તો ખબર પડી કે નસમાં લીકેજ રહી ગયું હતું. જેના કારણે શરીરમાં લોહી વહેવા લાગ્યું હતું. ઓપરેશન કર્યાના 72 કલાક બાદ ફરીથી રિપોર્ટ કરતા ખબર પડી હતી કે દર્દીને લીવર અને કિડનીમાં તકલીફ થવા લાગી છે. ત્યાર બાદ તેઓએ કહ્યું હતું કે, PMJAY યોજના હેઠળ તમારું ઓપરેશન થઇ ગયું હવે ચાલશે નહીં. લીવર અને કિડનીમાં તકલીફ થવા લાગી છે. તેથી મૃતકના પુત્ર અને તેમના સમાજના આગેવાને પણ કહ્યું હતું કે, રિપોર્ટ બધા નોર્મલ હતા પણ હવે તકલીફ થવા લાગી છે તો જવાબદારી તમારી છે. આવી રજૂઆત કરવાના કારણે ડોક્ટરે કહ્યું હતું કે, અમે ટ્રીટમેન્ટ કરીશું. ભાનમાં તેઓ આવ્યા નહોતા. જોકે, 22 નવેમ્બરના રોજ ખબર પડી કે તેમને મગજમાં લકવાની અસર થઈ ગઈ છે. ડોક્ટરોએ કહ્યું હવે તમારે બીજા પૈસા ભરવા પડશે
23 ડિસેમ્બરના રોજ હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે, તમે સિવિલ હોસ્પિટલ અથવા યુએન મહેતા હોસ્પિટલ લઈ જવા. PMJAY યોજના હેઠળ પૈસા પાસ થઈ ગયા છે. હવે તમારે બીજા પૈસા ભરવા પડશે. જેથી મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, અમે ગરીબ વિસ્તારમાંથી આવીએ છીએ અને પૈસા ભરી શકીએ એમ નથી. હોસ્પિટલના ડોક્ટરોને પૈસા ન મળવાના કારણે અને તેમની બેદરકારીથી આ વૃદ્ધનું મૃત્યુ થયું છે. હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું
તેમણે આક્ષેપ કર્યો હતો કે, નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ થયું છે. PMJAY યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ તકલીફ થાય છે એટલે છટકી જાય છે અને બીજી હોસ્પિટલમાં મોકલી આપે છે. આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી પણ કરી છે. પગની નસ દબાતી હોવાની તકલીફ હોવાથી ઓપરેશન કર્યું તેમ છતાં તેઓની વધુ તબીયત બગડી અને 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. 30 દિવસ સુધી તેઓને સારવાર કરી પરંતુ મોટાભાગનો સમય તેઓ વેન્ટિલેટર પર જ રહ્યા છે ભાનમાં આવ્યા જ નથી. હોસ્પિટલની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાના કારણે પરિવારજનોની માગ છે કે, તેમને ન્યાય મળે અથવા પરિવારને સહાય કરવામાં આવે. દર્દી કોમ્પ્લિકેટેડ હતું અને ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી
નરોડાની શેલ્બી હોસ્પિટલના યુનિટ હેડ ડો. દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, મૃતકના પરિવારજનો દ્વારા જે કોઇપણ આક્ષેપ કરવામાં આવ્યો છે જે સ્વીકારતા નથી. ઘોહાભાઈ ખાંભલેને શેલ્બી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમને બંને પગે ચાલવાની સમસ્યા હતા. પગની આંગળી કાળી પડી ગઈ હગતી. તેઓને તમાકુ ખવાની ટેવ હતી. શરીરની ધમનીઓ બંધ થઈ જાય તો પગની આંગળી કાળી પડી જાય છે. તેમના પગને બચાવી શકીએ તે માટે સર્જરી કરી હતી. PMJAY આયુષ્માન કાર્ડની એપ્રુવલ બાદ સર્જરી કરી હતી. કોમ્પ્લિકેટેડ દર્દી હતું એટલે અપડાઉન હતું. ન્યુમેરિકલ રિકવરી સ્લો હતી. બ્રેઇનનો MRI થયો હતો. તમામ સારવાર PMJAY કાર્ડ હેઠળ કરવામાં આવી છે
જેમાં દર્દીના બ્રેઇનના એક બાજુનો ભાગ કામ કરતો બંધ થયાનો રિપોર્ટ આવ્યો હતો. 3 ડિસેમ્બરે દર્દીની સ્ટેબલ સ્થિતિ જણાઈ હતી. 6 ડિસેમ્બરે દર્દીની હાલત બગડી હતી. દર્દીના શરીરના જુદા જુદા ભાગોમાં ઇન્ફેક્શન થયું હતું. 12 ડિસેમ્બરે દર્દીને કાર્ડિયો ફેલિયરને કારણે મૃત જાહેર કર્યા હતા. 30 દિવસ સુધી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં રાખ્યા હતા. એકપણ રૂપિયો તેમની પાસેથી લેવામાં આવ્યો નથી. તમામ સારવાર PMJAY કાર્ડ હેઠળ કરવામાં આવી છે. કોણપણ પૈસા માગવામાં આવ્યા નથી કે અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments