back to top
Homeગુજરાતગુજરાતના 4 વિદ્યાર્થીઓએ CATમાં 99+ PR મેળવ્યા:પ્રિ-બોર્ડમાં ગણિતમાં નાપાસ થનાર ગણિતમાં જ...

ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ CATમાં 99+ PR મેળવ્યા:પ્રિ-બોર્ડમાં ગણિતમાં નાપાસ થનાર ગણિતમાં જ 99.74 PR લાવ્યો; ગુજરાત બોર્ડના વિદ્યાર્થીએ અંગ્રેજીમાં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા

IIM અને દેશની જાણીતી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે લેવાતી કોમન એન્ટ્રન્સ એક્ઝામ (કેટ)નું પરિણામ જાહેર કરાયું છે. જેમાં નેશનલ કક્ષાએ 14 વિદ્યાર્થીને 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે 29 વિદ્યાર્થીઓને 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જેમાં 2 વિદ્યાર્થી ગુજરાતના છે. ઉપરાંત 30 વિદ્યાર્થીએ 99.98 પર્સન્ટાઇલ મેળવ્યા છે, જેમાં 2 ગુજરાતના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. દિવ્ય ભાસ્કરે અમદાવાદના ત્રણ વિદ્યાર્થીઓ સાથે તેમની જર્ની વીશે ખાસ વાત કરી હતી. જ્યાં ગુજરાત બોર્ડના એક વિદ્યાર્થીએ અંગ્રેજી જેવા અઘરા વિષયમાં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા. જ્યારે સ્કૂલની પ્રિ-બોર્ડમાં ગણિત વિષયમાં નાપાસ થનાર એક વિદ્યાર્થીએ CATની પરીક્ષામાં ગણિતમાં 99.74 પર્સન્ટાઈલ મેળવ્યા છે. અમદાવાદના અન્ય ત્રણ વિદ્યાર્થી સાથે વાતચીત
દેશની પ્રતિષ્ઠિત IIM અને અન્ય ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવા લેવાતી CATની પરીક્ષાનું પરિણામ ગઈકાલના રોજ જાહેર થયું છે. CATના પરિણામમાં ગુજરાતના એકપણ વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઈલ નથી મેળ્યા, પરંતુ 99.99 અને 99.98 પર્સન્ટાઈલ 4 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. જેમાં એક વિદ્યાર્થી સુરતનો મૃદુલ તિવારી છે. જ્યારે અમદાવાદના અન્ય ત્રણ વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી. પ્રિ-બોર્ડમાં 60માંથી ઓછા માર્કસ આવ્યા હતા
હર્ષિત ગુપ્તા નામના વિધાર્થીએ જણાવ્યું હતું કે, તેણે 99.51 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હું અત્યારે નિરમા યુનિવર્સીટીમાંથી BBAનો અભ્યાસ કરી રહ્યો છું. 12 કોમર્સનો અભ્યાસ કરતો હતો ત્યારે ગણિત વિષયમાં જ પ્રિ-બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો અને બોર્ડની પરીક્ષામાં ગણિતમાં 60 માર્કસથી પણ ઓછા માર્કસ આવ્યા હતા. ત્યારે CATમાં મહેનત કરીને ગણિત વિષયમાં 99.74 પર્સન્ટાઈલ મેળવ્યા છે. પ્રિ-બોર્ડમાં માર્કસ ઓછા આવતા નિરાશા થયો નહતો, પરંતુ તે વિષયમાં વધુ મહેનત કરી હતી જેનું પરિણામ મળ્યું છે, હવે તે IIM અમદાવાદમાં પ્રવેશ મેળવવા ઈચ્છે છે. ‘મને ઇંગ્લિશ વિષય અઘરો લાગતો હતો’- હેતવ શાહ
હેતવ શાહ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મેં CATમાં 99.86 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હું નિરમા યુનિવર્સિટીમાંથી BBAનો અભ્યાસ કરું છું. મેં ખૂબ જ તૈયારીઓ કરી હતી જેનું મને પરિણામ મળ્યું છે. હું સ્કૂલમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતો હતો જેથી મને ઇંગ્લિશ વિષય અઘરો લાગતો હતો, પરંતુ તેમાં જ સૌથી વધુ મહેનત કરી અને ઇંગ્લિશ વિષયમાં 99.99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હું ઇંગ્લિશ વિષય માટે પેપર વાંચતો હતો, બુક્સ વાંચતો હતો અને કન્ટેન્ટ જોતો હતો. ‘હવે મારા માતા માટે જ MBA કરવું છે’
વિત્રાક નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, મેં CATની પરીક્ષામાં 99.35 પર્સન્ટાઈલ મેળવ્યા છે. હું ધોરણ 12માં અભ્યાસ કરતો હતો ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું. જે બાદ પોતાની દુકાન મારા માતા સંભાળતા હતા. મારા માતાને ખબર હતી કે, માટે MBA કરવું છે તેથી તેઓ મને સપોટ કરતા હતા. માટે હવે મારા માતા માટે જ MBA કરવું છે. IIM કેટના સ્કોરના આધારે પ્રવેશ આપે છે
આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં 3.29 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 1.19 લાખ વિદ્યાર્થિની, 2.10 લાખ વિદ્યાર્થીઓ હતા. જેમાંથી 2.93 લાખ વિદ્યાર્થી પરીક્ષામાં હાજર રહ્યાં હતા. દેશની IIMની સાથે 86 નોન IIM ઇન્સ્ટિટ્યૂટ કેટના સ્કોરના આધારે પ્રવેશ આપે છે. કેટના પરિણામ બાદ વિવિધ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને કેટની વેબસાઇટ સાથે જ ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ પણ જોતા રહેવાનું રહેશે. 7 દિવસ બાદ વિદ્યાર્થીઓની પસંદગી માટેના ઇ-મેલ કરાશે
કેટના કોચિંગ એક્સપર્ટ મનીષ શાહે જણાવ્યું હતું કે, હવે કેટનું ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું છે. 7 દિવસ બાદ દેશની વિવિધ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી માટેના ઇ-મેલ કરાશે. જેના આધારે વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેવાશે. ત્યારબાદ પ્રવેશ માટેની અંતિમ યાદી તૈયાર થશે. જો કટઓફની વાત કરીએ તો હાલમાં કટ ઓફ વિશે ન કહી શકાય, કારણ કે IIMમાં કટ ઓફ વિશે જણાવી જ ન શકાય, પરંતુ જે વિદ્યાર્થીને 99 પર્સન્ટાઇલ આવ્યા છે તેઓની સંખ્યા બહું ઓછી હશે. જેથી તેઓને પ્રવેશ માટે સરળતા રહી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments