ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી 2 ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આમાં બે મોટા ફેરફાર કર્યા છે. પ્રથમ ત્રણ ટેસ્ટમાં ઉસ્માન ખ્વાજા સાથે ઓપનિંગ કરનાર નાથન મેકસ્વીનીને પસંદગીકારોએ ટીમમાંથી બહાર કરી દીધો છે, જ્યારે 19 વર્ષીય ઓપનર સેમ કોન્સ્ટાસને પહેલીવાર ટીમમાં સામેલ કર્યો છે. તે જ સમયે, ઈજાથી પીડિત જોશ હેઝલવુડને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. આ સિવાય ઝડપી બોલર જે રિચાર્ડસન ત્રણ વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે જ્યારે છેલ્લી અને પાંચમી મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે. સેમ કોન્સ્ટાસને પહેલીવાર તક મળી
ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન ટીમ તરફથી રમતા 19 વર્ષના ઓપનિંગ બેટર સેમ કોન્સ્ટાસને પ્રથમ વખત તક મળી છે. કોન્સ્ટાસે તે પિંક બોલની પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો. રિચાર્ડસનને ત્રણ વર્ષ પછી તક મળી
રિચાર્ડસનને ત્રણ વર્ષ બાદ ટેસ્ટ ટીમમાં તક મળી છે. રિચાર્ડસને તેની છેલ્લી ટેસ્ટ મેચ ડિસેમ્બર 2021માં ઇંગ્લેન્ડ સામે એડિલેડ ગ્રાઉન્ડ પર એશિઝ સિરીઝમાં રમી હતી. છેલ્લી 2 ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ (વાઈસ-કેપ્ટન), ટ્રેવિસ હેડ, સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિચેલ માર્શ, જાય રિચાર્ડસન, મિચેલ સ્ટાર્ક અને બ્યુ વેબસ્ટર.