back to top
Homeગુજરાતભરૂચ દુષ્કર્મ મામલે કોંગ્રેસે સરકારને ઘેરી:અમિત ચાવડાએ પીડિતાની મુલાકાત લીધી, કહ્યું- 'કાયદાનો...

ભરૂચ દુષ્કર્મ મામલે કોંગ્રેસે સરકારને ઘેરી:અમિત ચાવડાએ પીડિતાની મુલાકાત લીધી, કહ્યું- ‘કાયદાનો કોઈને ડર નથી, સરકાર બ્રાન્ડિંગમાં વ્યસ્ત’

ભરૂચના ઝઘડીયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયા બાદ બાળકીની હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહીં બાળકીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. ત્યારે આજે મધ્ય ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને વિરોધ પક્ષના નેતાએ એસએસજી હોસ્પિટલની મુલાકાત લઈ બાળકી અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. અમિત ચાવડાએ આ મામલે રાજનીતિ નહીં કરવાની વાત કરી રાજ્ય સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. કાયદાનો કોઈને ડર રહ્યો નથી. ગૃહ રાજ્યમંત્રી પોતાના બ્રાન્ડીંગમાં વ્યસ્ત છે. કાળજું કંપી જાય તેવી દીકરીની હાલત- અમિત ચાવડા
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે કે દસ વર્ષની માસુમ દીકરી પર જે રીતે બર્બરતા સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. જે રીતે એની હત્યા થઈ જાય એવી માનસિકતા સાથે ઇજા પહોંચાડવામાં આવી છે. આજે દીકરીની હોસ્પિટલમાં હાલત જોઈને ખરેખર કાળજુ કંપી જાય તેવી માસુમ દીકરી પર આટલી બર્બરતા અને હેવાનિયત કરવાનું કોઈનો વિચાર સુધ્ધા પણ કેવી રીતે આવી શકે છે. આજે ડોક્ટર સાથે પણ વાત થઈ તે ડોક્ટર પ્રયત્ન કરે છે, હજુ પણ દીકરી વેન્ટિલેટર પણ છે અને આપણે બધા જ પ્રાર્થના કરીએ તે સાજી થઈને પોતાના પરિવાર સાથે ઘરે પરત ફરે.પણ આવી ઘટનાઓ વારંવાર કેમ ગુજરાતમાં બને છે. છેલ્લા એક જ વર્ષના આપણે દાખલા જોઈએ તો દાહોદમાં પણ આવી જ એક માસુમ દીકરી પર પાસવી બળાત્કાર થાય છે અને એની હત્યા થાય છે. સુરેન્દ્રનગરમાં પણ આવી માસુમ દીકરી પર બળાત્કાર થાય, વડોદરામાં પણ નવરાત્રીમાં જ આવો બનાવ બન્યો હતો, સુરતમાં પણ બનાવ બને અને અનેક આવી ફરિયાદો અને બળાત્કારની ઘટનાઓ વારંવાર આપણા બધાના ધ્યાનમાં આવે છે. ગુજરાતમાં દુષ્કર્મીઓને કાયદાનો ડર રહ્યો નથી- ચાવડા
વધુમા કહ્યુ કે, આખા સમાજને જનજોળી નાખે હથમચાવી નાખે એવી ઘટનાઓ જ્યારે બને ત્યારે લોકોને પોલીસ પ્રશાસન અને સરકાર પરથી વિશ્વાસ પણ ડગી જાય છે. જે પ્રજાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની હોય આટલું મોટું પોલીસ તંત્રને કાયદા હોય અને તેમ છતાં આવા બળાત્કારીઓને કોઈપણ કાયદાનો ડરના રહે પોલીસનો ડર ના રહે , એનો સ્પષ્ટ મતલબ છે કે સરકારની ગૃહ વિભાગની નિષ્ફળતાઓ ઉજાગર થાય છે. આ ઘટનાઓ કદાચ વ્યક્તિગત રીતે ગણી શકો પણ એને જે સમાજમાં એક પછી એક આવી ઘટનાઓ બનતી જાય અને બળાત્કારીઓને કોઈપણ જાતનો ડર ના રહે એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે એ સ્પષ્ટ સરકારની નિષ્ફળતાઓ છે. ‘ગુજરાતમાં માતાપિતાઓને બહાર જતી દીકરીની ચિંતા સતાવે છે’
વધુમા કહ્યુ કે, આમાં કોઈ રાજકારણ કરવાનું ના હોય પણ ચોક્કસ એક ગુજરાતી તરીકે ચિંતા થાય આજે કોઈ પણ ના પણ પરિવારની દીકરી ઘરેથી જાય અને ઘેર સલામત પાછી આવશે કે કેમ એવી દરેક માતા પિતાને પરિવારને ચિંતા થાય એવા દિવસો છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી છે. બધી જ રીતના ગુનેગારો, અસામાજિક તત્વો, બુટલેગારો અને બળાત્કારીઓ બેફામ થયા હોય એવું સ્થિતિનું નિર્માણ થયું છે રોજ એવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે સરકારને વિનંતી છે કે, કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય આવા બળાત્કારીઓ ફરી કોઈ પણ જાતની મત કેવો વિચાર શુદ્ધા પર ના આવે એવો પોલીસને પ્રશાસનનો ડર ઉભો થાય અને ખાસ કરીને આ ગુનામાં જે પણ આરોપી છે તેને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય અને દાખલા રૂપ ઝડપથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલીને દાખલા રૂપ સજા થાય તો ભવિષ્યમાં કોઈ આવો વિચાર સુધ્ધા ના કરે એવું કડક કાયદાનું શાસન પ્રસ્થાપિત થાય એવી સરકારને વિનંતી છે. ‘પરપ્રાંતના લોકોની સુરક્ષા અને સુવિધાની જવાબદારી સરકારની’
વધુમા કહ્યુ કે, પહેલા આપણે બધાએ જોયું તું કે આવો જ એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ દિલ્હીમાં નિર્ભયાકાંડ થયો હતો અને જે રીતની બર્બરતા, હેવાનિયત એ નિર્ભયતા કાંડમાં જોવા મળે એવો જ આ બનાવવા ભરૂચનો બન્યો છે. પરપ્રાંતિય મજૂર પરિવાર છે ગરીબ પરિવાર છે મહેનત મજૂરી કરીને બે ટંકનું ભોજન મેળવવા માટે જ્યારે સંઘર્ષ કરતા હોય ત્યારે એવા પરિવાર માટે સરકારે પણ ખાસ ચિંતા કરવી પડે અને આવા એક નહીં સેંકડો પરિવારો આજે પરપ્રાંતિય લોકો ગુજરાતમાં મહેનત મજૂરી માટે આવ્યા છે. ત્યારે એમના આરોગ્યની એમના બાળકોના શિક્ષણની એના રહેવાની એની સુરક્ષાની જવાબદારી પણ રાજ્ય સરકારની છે. કોઈપણ પ્રાંતમાંથી કોઈ પણ વ્યક્તિ આપણા રાજ્યમાં આવ્યો હોય તેની બધી જ ચિંતા કરવાની જવાબદારી સરકારની છે.ત્યારે સુરક્ષા પ્રદાન કરવામાં તો સરકાર નિષ્ફળ રહી છે, પરંતું આવનારા સમયમાં આવું કોઈપણ બીજા પરિવાર સાથે ના બને એની પણ સરકાર ચિંતા કરે અને આવા જે પણ પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં આવતા હોય તેના રહેઠાણથી લઈને શિક્ષણ આરોગ્ય અને એની સલામતી માટેની પૂરી વ્યવસ્થા પણ સરકાર કરે. ‘ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પોતાના બ્રાન્ડીંગમાં વ્યસ્ત’
ગુજરાતમાં ભુમાફિયાઓ બેફામ છે, ખનન માફિયાઓ બેફામ છે, ગુંડાઓ, બુટલેગરો અને અસામાજિક તત્વો બેફામ છે અને ગુજરાતમાં જાણે કાયદાનું શાસન જ ના હોય પોલીસ પ્રશાસનનો કોઈ ડર જ ના હોય તેવુ લાગી રહ્યુ છે. ગૃહ રાજ્યમંત્રી પોતાની વાહવાહી કે બ્રાન્ડિંગમાં વ્યસ્ત હોય અને ગુજરાતમાં બુટલેગરો બળાત્કારીઓ અસામાજિક તત્વો બેફામ થયા હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. એટલે પરપ્રાંતીય નહી એક એક ગુજરાતી પરિવારને પણ પોતાની બહેન દીકરીની સલામતીની પણ ચિંતા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે બિલકુલ પડી ભાગી હોવાને કારણે એક એક ગુજરાતી પરિવારને પોતાની સલામતીને સુરક્ષાની પણ ચિંતામાં છે. ‘સરકારને મતની આશા નહીં દેખાતી હોય એટલે કોઈ પ્રતિનિધિ આવ્યો નથી’
વધુમા જણાવ્યુ કે આ ઘટનાં ખુબજ દુઃખદ છે. આ ઘટનામા કોઈ રાજકરણ ન હોય, દરેકે આગn આવવું જોઈએ. સરકાર તો મા-બાપ કહેવાય લોકોએ તેઓને સત્તા આપી છે ત્યારે તેઓનું હૃદય કંપવું પહેલાં આવવું જોઈએ અને તેઓ અહીં આવવું જોઈએ. પણ અહીંયા જે સંજોગો છે કે કદાચ પરિવાર પરપ્રાંતીય છે એટલે સરકારને કદાચ અહીંયા મત મળે તેવી આશા નહીં દેખાતી હોય જેના કારણે સરકારનો કોઈ પ્રતિનિધિ કે જવાબદાર વ્યક્તિઓ અહીંયા આવ્યો નથી સાથે જ પોતાના સાંસદ સભ્ય અને ધારાસભ્ય પણ અહીંયા આવ્યા નથી. ઝારખંડ મંત્રીમંડળ અહીંયા આવી અને સહાયની જાહેરાત કરે ત્યારે સરકાર આ બાબતે કોઈ સહાય ન કરે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ‘કાયદો વ્યવસ્થાની સ્થિતિનો મુદ્દો અમે વિધાનસભામાં ઉઠાવીશું’
વધુમાં જણાવ્યું હતું કે, આવી ઘટના જો ભાજપના કોઈ આગેવાન કે કાર્યકરના ઘરમાં બન્યું હોત તો તેઓના આ હોસ્પિટલ આગળ ધાડેધા[E ન આવ્યા હોત. બંને જગ્યાએ ઘટનાઓ બની છે તેમાં દીકરીઓ અન્ય સમાજની છે ત્યારે આવા પરિવારો માટે શા માટે કોઈ દયા હોતી નથી. આવી ઘટનાઓમાં કોઈપણ પ્રકારની ભેદભાવ અને પક્ષાપક્ષી ન હોવી જોઈએ. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી રહી છે. આ સ્થિતિને લઈ આવનાર વિધાનસભાના સત્રમાં અમે મુદ્દાઓ ઉઠાવીશું અને તેનો જવાબ પણ માગીશું અને ચોક્કસ જવાબદારી નક્કી થાય તેવી રજૂઆત કોંગ્રેસ પક્ષ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments