યુએસ ફેડરલ રિઝર્વે વધુ 0.25 ટકાનો રેટકટ આપ્યા બાદ આવતા વર્ષે વ્યાજદરમાં માત્ર બે રેટકટના સંકેત આપ્યા બાદ વૈશ્વિક શેરમાર્કેટમાં જંગી ઘટાડા સાથે ભારતીય શેરમાર્કેટમાં પણ વેચવાલીનો ટ્રેન્ડ લંબાઇ જતા સેન્સેક્સ 80000 પોઇન્ટ અને નિફ્ટી 24000 પોઇન્ટની અંદર સરક્યાં છે. જોકે, વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલીના કારણે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 19 પૈસા તૂટી 85ની સપાટી ગુમાવી 85.13 બંધ રહ્યો હતો. જ્યારે રોકાણકારોની મૂડી ચાલુ સપ્તાહના ચાર ટ્રેડિંગ સેશનમાં 10 લાખ કરોડ ઘટી 450 લાખ કરોડની અંદર પહોંચી છે. સેન્સેક્સ 964.15 પોઈન્ટ ઘટીને 79218.05 બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 1162.12 પોઇન્ટ ઘટીને 79020.08 પહોંચ્યો હતો. નિફ્ટી 247.15 પોઈન્ટ ઘટીને 24000ની નીચે 23951.70 રહ્યો હતો. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ 2915.07 પોઈન્ટ અને નિફ્ટી 816.6 પોઈન્ટ ઘટ્યા છે. વ્યાજ દરો પર યુએસ ફેડના હોકીશ વલણને કારણે વૈશ્વિક સેલઓફને પગલે ભારતીય બજારમાં જંગી ઘટાડો જોવા મળ્યો હતો. બેંકિંગ અને રિયલ એસ્ટેટ જેવા વ્યાજ દરો પ્રત્યે સંવેદનશીલ ક્ષેત્રો નોંધપાત્ર રીતે અસરગ્રસ્ત થયા છે. જોકે BoJના વ્યાજ દરને સ્થિર રાખવાના નિર્ણયથી એનાલિસ્ટોને આશ્ચર્ય થયું હતું જેણે વેચાણનું દબાણ ઘટાડવામાં મદદ કરી હોવાનું જિયોજિત ફાઇનાન્સિયલના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. સેન્સેક્સ પેકમાં ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, ICICI બેંક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ અને એમએન્ડએમ સૌથી વધુ ઘટ્યા હતા. મિડકેપ ઇન્ડેક્સ 0.30 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.28 ટકા ઘટ્યો હતો. જ્યારે સેક્ટોરલ ઇન્ડેક્સમાં IT 1.20 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.15 ટકા, કેપિટલ ગુડ્સ 1.07 ટકા, ટેક 1.05 ટકા અને ફાઇ.સર્વિસિસ 1.05 ટકા ઘટ્યા હતા. માર્કેટ્સ સંક્રાંતિ તબક્કામાં, નીચી કમાણીની વચ્ચે મધ્ય રિટર્નની સંભાવના
પ્રભુદાસ લીલાધરની એસેટ મેનેજમેન્ટની પીએલ એસેટ મેનેટજમેન્ટ દ્વારા પીએમએસ સ્ટ્રેટેજી અપડેટ્સ એન્ડ ઇન્સાઇટ્સ અહેવાલ રજૂ કર્યો જેમાં માર્કેટ હાલમાં સંક્રાંતિ તબક્કામાંથી પસાર થઇ રહ્યુ છે જેમાં ઓછી વોલેટિલીટી અને ઓછા વેગ આપનારા પરિબળોની સ્થિતિ પ્રવર્તી રહી છે, જેમાં છેલ્લા ત્રણ મહિનામાં આશરે 6%નો ઘટાડો થયો છે. દરમિયાનમાં ગુણવત્તાએ મૂલ્યને, બન્નેમાં 6% અને 7%નો દેખાડો દર્શાવતા હોવા છતાં છેલ્લા ત્રણ મહિનામાં થોડુ આઉટપરફોર્મ કર્યુ છે. રોકાણશૈલીમાં થયેલો આ વ્યાપક ઘટાડો માર્કેટ હાલમાં આગળ વધ્યો છે. માર્કેટબ્રેથ્ડ નેગેટિવ, FIIની 4225 કરોડની વેચવાલી
માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહેવા સાથે સેન્ટીમેન્ટ સાવચેતી તરફીનું રહ્યું છે. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 4095 પૈકી માત્ર 1680 સ્ક્રીપ્સમાં સુધારો અને 2315 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. વિદેશી રોકાણકારોની 4224.92 કરોડની વેચવાલી સામે સ્થાનિક રોકાણકારો દ્વારા 3943.24 કરોડની ખરીદી રહી હતી.