back to top
Homeમનોરંજનમહારાષ્ટ્ર વહીવટીતંત્રને દિલજીત દોસાંઝનો ટોણો:સિંગરે કહ્યું- 'હું શિવની જેમ ઝેર પી જઈશ,...

મહારાષ્ટ્ર વહીવટીતંત્રને દિલજીત દોસાંઝનો ટોણો:સિંગરે કહ્યું- ‘હું શિવની જેમ ઝેર પી જઈશ, અંદર નહીં ઊતરવા દઉં; કોન્સર્ટ પર એડવાઈઝરી જાહેર કરાઈ હતી

19 ડિસેમ્બરે મુંબઈમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ હતો, જેના માટે મહારાષ્ટ્ર વહીવટીતંત્ર દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. હવે સિંગરે આ મામલે પ્રશાસનને આડે હાથ લીધું છે. સમુદ્ર મંથનનું ઉદાહરણ આપતા તેણે કહ્યું કે ભગવાન શિવની જેમ તે પણ ઝેરનો પ્યાલો પીશે, પરંતુ તેને પોતાની અંદર ઊતરવા દેશે નહીં. વાસ્તવમાં, દિલજીતના એક ફેન પેજ પર મુંબઈમાં આયોજિત કોન્સર્ટનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સિંગર કહેતો જોવા મળી રહ્યો છે, ‘ગઈકાલે મેં મારી ટીમને પૂછ્યું કે શું મને ફોલો કરીને કોઈ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. તો તેણે કહ્યું કે બધું બરાબર છે. પરંતુ આજે સવારે ઉઠતાંની સાથે જ મને ખબર પડી કે મારી વિરુદ્ધ ફરી એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જો કે, તમે બધા, જરાય ચિંતા કરશો નહીં. આ બધી એડવાઇઝરી મારા પર છે,પરંતુ તમે અહીં જેટલી મજા માણવા આવ્યા છો હું તમને તેના કરતાં પણ બમણી મજા કરાવીશ’ દિલજીતે કહ્યું, ‘આજે સવારે જ્યારે હું યોગ કરી રહ્યો હતો ત્યારે મને એક વિચાર આવ્યો. મને લાગે છે કે આજનો શો તેની સાથે શરૂ થવો જોઈએ. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે દેવતાઓએ અમૃત પીધું, પરંતુ જે ઝેર નીકળ્યું તે ભગવાન શિવે પીધું. ભગવાન શિવે તે ઝેર પોતાની અંદર ઊતાર્યું ન હતું, પરંતુ તેને માત્ર પોતાના ગળામાં જ રોકી રાખ્યું હતું. તેથી જ તેમને નીલકંઠ કહેવાય છે.’ દિલજીતે આગળ કહ્યું, ‘તેથી હું શીખ્યો કે જીવન અને દુનિયા તમારા પર જે પણ ઝેર ફેંકે છે, તેને ક્યારેય તમારી અંદર આવવા દો નહીં. તમારી મહેનતમાં કોઈ કસર છોડશો નહીં. લોકો તમને રોકશે, તમને અટકાવશે… ગમે તે થાય, તેઓ ગમે તેટલો પ્રયત્ન કરી શકે છે, પરંતુ તમારી જાતને અંદરથી પરેશાન ન થવા દો. જાણો શું છે સમગ્ર મામલો
વાસ્તવમાં દિલજીતનો કોન્સર્ટ 15 નવેમ્બરે હૈદરાબાદમાં હતો. આ પહેલા તેલંગાણા સરકારે તેને, તેની ટીમ અને હૈદરાબાદની હોટેલ નોવોટેલને નોટિસ પાઠવી હતી. તેલંગણાના જિલ્લા કલ્યાણ અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં ગાયકને લાઈવ શો દરમિયાન ‘પટિયાલા પગ…’ અને પંજ તારા…’ જેવાં ગીતો ન ગાવા માટે કહેવામાં આવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ અને વિકલાંગ અને વરિષ્ઠ નાગરિક વિભાગ દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી હતી. 14 ડિસેમ્બરે ચંદીગઢમાં દિલજીત દોસાંજનો કોન્સર્ટ હતો. આ દરમિયાન વહીવટીતંત્રે આયોજકોને કારણ બતાવો નોટિસ ફટકારી હતી. વહીવટીતંત્રે બુધવારે હાઈકોર્ટમાં આ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓએ આયોજકો પાસેથી ધ્વનિ પ્રદૂષણને લઈને જવાબ માગ્યો છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, કોન્સર્ટ દરમિયાન અવાજનું સ્તર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હોવાનું જણાયું હતું. અવાજ 75 ડેસિબલ (DB)થી ઉપર જવો જોઈતો ન હતો, પરંતુ કોન્સર્ટ દરમિયાન અવાજ 82 ડેસિબલ સુધી પહોંચ્યો હતો. હવે આ કેસની સુનાવણી 9 જાન્યુઆરીએ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments