ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન 19મી ડિસેમ્બરે યોજાયો હતો. આ ખાસ અવસર પર ઘણા બોલિવૂડ સ્ટાર્સ પોતાના બાળકોને સપોર્ટ કરવા આવ્યા હતા. બચ્ચન પરિવારથી લઈને શાહરૂખ ખાનનો પરિવાર પણ ત્યાં હાજર હતો. આ સિવાય કરીના કપૂર ખાન પણ તેના પુત્ર તૈમુરને ચીયર કરતી જોવા મળી હતી. એન્યુઅલ ડે ફંક્શનની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા અને શાહરૂખનો પુત્ર અબરામ સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળે છે. આરાધ્યા બચ્ચને આ નાટકમાં મિસિસ ક્રિંગલનો રોલ કર્યો હતો. તેની એક્ટિંગ સ્કિલના વખાણ થઈ રહ્યા છે. આ સિવાય લોકોએ કમેન્ટ્સમાં અબરામને શાહરૂખ જેવો સોફ્ટ બોય ફીલ આપતો ગણાવ્યો છે. તે જ સમયે, તૈમુરનો ડાન્સ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.