ગૃહમંત્રીના બાબા સાહેબ આંબેડકર સામેના નિવેદનના પગલે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી સયાજીગંજ ખાતે ચક્કાજામ કરતા 35 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. ભારતીય વિદ્યાર્થી મંચે પણ આર્ટસ ફેકલ્ટીમાં દેખાવો કર્યા હતાં. એમ.એસ. યુનિવર્સિટી મેઇન બિલ્ડીંગ ખાતે એનએસયુઆઇ પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ ભારે સુત્રોચ્ચારો કર્યાં હતા અને અમિત શાહ માફી માગો અને હાય રે ભાજપ હાય હાયના નારા લગાવીને કોમર્સ ફેકલ્ટી બહાર આવેલા સયાજીગંજના મેઇન રોડ ચક્કાજામ કરવા એકત્રીત થયા હતા જોકે વિદ્યાર્થીઓ ચક્કાજામ કરવાનો મેસેજ પોલીસને મળી જતા ચક્કાજામની શરૂઆત થવાની સાથે પોલીસે એનએસયુઆઇના 35 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. એનએસએસયુઆઇના આગેવાનોએ સોસિયલ મિડિયા એકાઉન્ટમાં પણ ગૃહમંત્રીનો વિરોધ કરતાં અને રાજીનામું આપે તેવી પોસ્ટો મૂકી હતી. એનએસયુઆઇ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે અમિત શાહ માફી માંગે નહીતર વડાપ્રધાન તેમને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરે તેવી માંગ લઈ ડો. બાબાસાહેબ આંબેડકર નો ફોટો ભાજપ કાર્યાલયે ભેટ સ્વરુપે આપવાનો કાર્યક્રમ યોજાયો હતો પરંતું ભાજપ ના ઈશારે ચાલતી પોલિસે એનએસયુઆઇ ના તમામ નેતા-કાર્યકર્તાઓ ને ભાજપ કાર્યાલય સામે રોકી.પોલિસે 35 જેટલા કાર્યકર્તાને છાણી પોલિસ મથકે ડિટેઈન કર્યા હતા જેમા શહેર એનએસયુાઇ પ્રમુખ અમર વાઘેલા, રાષ્ટ્રીય સંયોજક દુશ્યંત રાજપુરોહિત, ડો મેહેરાજ રાજન, સુજાન લાડમેન, હિત પ્રજાપતિ, તેજસ રોય, ધ્રુવ પરમાર, નયન સોલંકી, વાસુ પટેલ, પાર્થવિર રાજપુત, આતિફ મલેક સાથે 35 જેટલા કાર્યકરોની ધરપકડ કરી હતી યુનિ.ની આર્ટ્સ ફેકલ્ટીમાં ભારતીય વિદ્યાર્થી મંચના છાત્રો દ્વારા પણ દેખાવો યોજાયા
આર્ટસ ફેકલ્ટીમાં ભારતીય વિદ્યાર્થી મંચ દ્વારા પણ દેખાવો કરવામાં આવ્યા હતા. ભારતીય વિદ્યાર્થી મંચના પ્રમુખ વિનય સોલંકીની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા ગૃહ મંત્રી અમીત શાહના ફોટાને ફાડીને વિરોધ નોંધાવાવામાં આવ્યો હતો. બાબા સાહેબ આંબેડકરના ફોટાઓની સાથે વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ ગૃહમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી. આર્ચસ ફેકલ્ટી ખાતે કોઇ ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વિરોધ કરતા વિદ્યાર્થીએ તેમના હાથમાં બાબા સાહેબના ફોટા રાખીને ગૃહમંત્રીનો વિરોધ કર્યો હતો.