back to top
Homeગુજરાતસુરતમાં કરોડોના કાચા સોનાની દાણચોરી:સીમાડા ચેકપોસ્ટ પર પોલીસે 8.6 કરોડના ગોલ્ડ સાથે...

સુરતમાં કરોડોના કાચા સોનાની દાણચોરી:સીમાડા ચેકપોસ્ટ પર પોલીસે 8.6 કરોડના ગોલ્ડ સાથે બે શખસોને દબોચ્યા, કપડાંની અંદર સંતાડીને લાવતા હતા

સુરતમાં પોલીસ દ્વારા ગુરુવારના રોજ સીમાડા ચેકપોસ્ટ પર ફોર વ્હીલ ગાડીમાંથી આશરે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે સૂચક બાતમીના આધારે પોલીસ પેટ્રોલિંગ ટીમે આ સફળતા મેળવી છે. આરોપીઓએ કાચા સોનાના નાના-મોટા ટૂકડા અને બિસ્કિટને કપડાંની અંદર છુપાવ્યા હતા. તેઓ પાસેથી સોનાનો કોઈ પ્રામાણિક દસ્તાવેજ મળી ન આવતા પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે શંકાસ્પદ ગાડી માટે વોચ ગોઠવી
સુરત સીમાડા વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી પોલીસ ટીમને તેમના વિશ્વાસુ બાતમીદારો મારફતે જાણ થઈ હતી કે, એક સફેદ મારૂતિ સેલેરીયો ફોર વ્હીલ ગાડી (રજી. નંબર GJ-05-RV-5800)માં બે શખસો સોનાનો મોટો જથ્થો સંતાડી સીમાડા ચેકપોસ્ટ તરફ આવી રહ્યા છે. બાતમી મળતાં પોલીસે તુરંત કાફલો તૈયાર કર્યો અને પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે વોચમાં ઊભા રહી શંકાસ્પદ ગાડીની રાહ જોવી શરૂ કરી. શર્ટ અને પેન્ટના ઈન્શર્ટમાં કાચા સોનાના પેકેટ મળ્યા
પોલીસે શંકાસ્પદ ગાડીને જોઈ તેને તાત્કાલિક રોકી ડ્રાઈવર અને બાજુની સીટ પર બેસેલા શખસોને નીચે ઉતાર્યા. તેની વારાફરતી પૂછપરછમાં શખસોએ પોતાનાં નામ હિરેન ભરતભાઈ ભટ્ટી (ઉમ્ર 31) અને મગન ધનજીભાઈ ધામેલીયા (ઉં. 65) તરીકે આપ્યા. જ્યારે તેમની તપાસ કરી તો બંને શખસોની શર્ટ અને પેન્ટના ઈન્શર્ટમાં કાચા સોનાના અલગ-અલગ પેકેટ છુપાવેલા મળ્યા. કાચા સોનાના કુલ 8 અલગ-અલગ પેકેટ હતા
પોલીસે બંને શખસો પાસેથી કુલ 15.409 કિલોગ્રામ કાચા સોનાના નાના-મોટા ટુકડા તથા બિસ્કિટ કબ્જે કર્યા. કાચા સોનાના કુલ 8 અલગ-અલગ પેકેટ હતા, જેની કિંમત રૂ. 8,57,96,282/- હતી. આ સાથે જ બંને શખસો પાસેથી બે મોબાઇલ ફોન (કિંમત રૂ. 13,000/-) અને મારૂતિ સેલેરીયો ફોર વ્હીલ ગાડી (કિંમત રૂ. 2,50,000/-) પણ કબ્જે કરાઈ. વિગતવાર સોનાનો મુદ્દામાલ: કાયદેસર દસ્તાવેજોની માંગ કરી
પોલીસે બંને આરોપીઓ પાસેથી કાચા સોનાના માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજો રજૂ કરવા કહ્યું પરંતુ, તેઓએ સંતોષકારક જવાબ આપી શક્યા નહીં. દસ્તાવેજોની ગેરહાજરીમાં સોનાને કાયદેસરની કાર્યવાહી માટે કબ્જે કરાયું છે. સોનાનો જથ્થો, વજન અને ગુણવત્તાની પુષ્ટિ કરી
પોલીસે ઘટનાસ્થળે બે સ્વતંત્ર પંચોને બોલાવી સમગ્ર કાર્યવાહી પંચોની હાજરીમાં પૂર્ણ કરી. કબજામાં લેવાયેલ સોનાની યોગ્ય રીતે માપણી અને તપાસ માટે સોની વેપારી પવનકુમાર ગૌરીશંકર સોનીને પણ બોલાવવામાં આવ્યા, જેમણે સાધનોના મદદથી સોનાનો જથ્થો, વજન અને ગુણવત્તાની પુષ્ટિ કરી. પ્રાથમિક પૂછપરછમાં શું જાણવા મળ્યું?
બંને શખસોએ કહ્યું કે, તેઓ મહિધરપુરા વિસ્તારમાંથી આ સોનાનો જથ્થો ઊભેળ પાસે આવેલી ફેક્ટરી સુધી લઈ જવા માટે નીકળ્યા હતા તેમછતાં સોનાના માલિકી સંબંધી કોઈ પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ રજૂ કરી શક્યા નહીં. હાલમાં આરોપીઓ આ સોનુ સુરતની અલગ-અલગ જ્વેલરી શોપમાંથી લાવ્યા હોવાનું પોલીસ સમક્ષ રટણ કરી રહ્યા છે, જેથી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી
બંને આરોપીઓની અટકાયત કરી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સહિતા કલમ-106 અને 35(1)(ઈ) હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ કબજામાં લેવાયેલ તમામ સોનાને વધુ તપાસ માટે સબમિટ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments