જયપુરમાં શુક્રવારે સવારે અત્યાર સુધીની સૌથી ભયાનક દુર્ઘટના થઈ. LPGથી ભરેલાં ટેન્કરમાં લાગેલી આગ એક કિલોમીટર સુધી જોવા મળી હતી. આ દુર્ઘટનાનો એરિયલ વ્યૂ જોવાથી એવું લાગતું હતું કે યુદ્ધના મેદાનમાંથી આગના ગોળા વરસી રહ્યા છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે આગની ચપેટમાં આવેલાં લોકોના અંડર ગાર્મેન્ટ્સ પણ બળી ગયા હતા. એવામાં લોકોએ કપડાં ઉતારીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ દુર્ઘટનાના ભાસ્કર પાસે થોડાં લાઇવ વીડિયો છે, જેના દ્વારા ઘટનાની ભયાવહતાનો અંદાજો લગાવી શકાય છે. આ બ્લાસ્ટમાં 34 પેસેન્જર્સથી ભરેલી સ્લીપર બસ પણ બળીને ખાખ થઈ ગઈ છે. તેમાં સવાર 34 પેસેન્જર્સમાંથી 20 દાઝી ગયા છે. ત્યાં જ, 14 પેસેન્જર્સ અને ડ્રાઇવર-કન્ડક્ટર ગાયબ છે. ટેન્કર ફાટ્યાની આગની જ્વાળાઓ એટલી ઉપર સુધી ઉઠી કે અનેક પક્ષીઓ પણ બળી ગયા. બસ અને ટ્રક સાથે હાઈવે પર અનેક ગાડીઓ પણ આગની ચપેટમાં આવી ગઈ છે. આગની ચપેટમાં એક બાઇક સવારનું હેલમેટ તેના ચહેરા સાથે ચોંટી ગયું અને તેની આંખ પણ બળી ગઈ. ઘાયલોની વચ્ચે એક એવો મૃતદેહ પણ હોસ્પિટલ પહોંચ્યો જેનું માત્ર ધડ જ હતું. માથુ અને પગ ગાયબ હતા. જોકે, શુક્રવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલ પાસે LPG (BPCL) ટેન્કર અને ટ્રકની ભીષણ ટક્કરમાં 9 લોકો જીવતા બળી ગયા. દુર્ઘટનામાં 35 લોકો દાઝી ગયા છે. દુર્ઘટનાના 6 કલાક પછી પણ લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા થઈ રહી છે. જાણો કેવી રીતે થયો અકસ્માત જયપુર પહોંચવાની 30 મિનિટ પહેલા બસ સળગી ગઈ
લેકસિટી ટ્રાવેલની બસ ગુરુવારે રાત્રે 9 વાગ્યે ઉદયપુરથી નીકળી હતી. તે સમયે બસમાં 35 મુસાફરો હતા. એક મુસાફર અજમેર ખાતે ઉતરી ગયો હતો. બસ સવારે 6.30 વાગે જયપુર પહોંચવાની હતી, પરંતુ સવારે 5.45 વાગે અકસ્માત સર્જાયો હતો. બસના મુસાફરે જણાવ્યું કે અચાનક બસમાં આગ લાગી હતી. બસના મુખ્ય દરવાજાને પણ લોક મારી દેવામાં આવ્યું હતું. જેના કારણે લોકોને બહાર નીકળવામાં મોડું થયું અને અનેક લોકોનાં મોત થયા. આ અકસ્માતમાં બસના ડ્રાઈવરને સૌથી પહેલા ઈજા થઈ હતી. ઘટનાસ્થળે 2 થી 3 કિલોમીટરના વિસ્તારમાં રોડ પર ઉભેલા તમામ વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આ પછી લગભગ એક કલાક સુધી વિસ્ફોટના અવાજ સંભળાયા. લોકો કપડાં ઉતારીને ભાગી ગયા
હવામાં ઝડપથી ફેલાયેલા ગેસે દુર્ઘટનાને ખૂબ જ ભયાવહ બનાવી દીધી હતી. આસપાસ રહેલાં લોકોએ જણાવ્યું કે જ્યારે તેઓ ધમાકાનો અવાજ સાંભળીને બહાર આવ્યા ત્યારે લોકો અહીં-ત્યાં ભાગી રહ્યા હતા. અનેક લોકો બળી ગયેલાં કપડાને ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલાં એક પરિજન મોહન લાલે જણાવ્યું, મદદ કરતી સમયે પણ અનેક લોકો ગેસના કારણે બેભાન થઈ ગયા હતા. આગ એટલી ભીષણ હતી કે અમે પણ દૂર થઈ ગયા. ઘટના સ્થળે શું થયું તેની કોઈ જાણકારી નથી. મારો ભાણિયો હરિલાલ દુર્ઘટનામાં દાઝી ગયો. તેની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની જગ્યા લગભગ 400 મીટરની અંદર સેંકડોની સંખ્યામાં પક્ષી પણ બળીને ખાખ થઈ ગયેલાં પડ્યા હતા. હાઈવેના કિનારે ઊભેલી 25થી વધારે ગાડીઓ પણ બળી ગઈ છે. પરિજને કહ્યું- હાથ-પગ દાઝ્યા, હેલમેટ ચોંટી ગયું શોએબ: 1લી જાન્યુઆરીએ અમારા ઘરમાં લગ્ન છે. મારો ભાઈ ઉદયપુરથી જયપુર આવી રહ્યો હતો. બસમાં આગ લાગતાની સાથે જ તે થોડીવારમાં જ બસમાંથી કૂદી ગયો હતો, પરંતુ તેમ છતાં તેના બંને હાથ અને પગ ખરાબ રીતે દાઝી ગયા હતા. હવે તેની સારવાર ચાલુ છે. શિલ્પા: અમારા પાડોશી રમેશ શર્મા અને તેમની પત્ની નીર બાઇક પર જયપુર જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને દુર્ગંધ આવવા લાગી અને અચાનક બાઇક થંભી ગયું. આ દરમિયાન તેઓ આગની ચપેટમાં આવી ગયા હતા. રમેશનું હેલ્મેટ તેના ચહેરા પર ચોંટી ગયું અને આંખો પણ બળી ગઇ છે. દેવ શર્મા: મારી ઉપર સવારે 5.30 વાગ્યે ફોન આવ્યો હતો કે અમે દાઝી ગયા છીએ. ભાંકરોટામાં ઘર તરફ આવી રહ્યા છીએ. અમે ઘરે પહોંચ્યા ત્યારે બંનેનાં હાથ-પગ દાઝી ગયા હતા. જુઓ બચાવ સંબંધિત તસવીરો… , જયપુરમાં ટેન્કર બ્લાસ્ટના આ સમાચાર પણ વાંચો… જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ:8 લોકો જીવતા ભૂંજાયા, 35થી વધુ દાઝ્યા, 40 વાહનોમાં આગ, ફેક્ટરી પણ બળીને ખાખ; અજમેર હાઈવે બંધ શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઇવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એલપીજી ગેસથી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 8 લોકો જીવતા ભૂંજાયા અને 35 લોકો દાઝી ગયા હતા. ટેન્કરને ટ્રકે ટક્કર મારી હતી. ટેન્કરમાંથી બહાર આવ્યા બાદ ગેસ 200 મીટર સુધી ફેલાઈ ગયો હતો અને અચાનક આગ લાગી હતી. આ સાથે સમગ્ર વિસ્તાર આગનો ગોળો બની ગયો હતો. ( સંપૂર્ણ સમાચાર અહીં વાંચો )