ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુંદર પિચાઈએ જાહેરાત કરી છે કે કંપની ડિરેક્ટર્સ અને વાઈસ પ્રેસિડેન્ટ સહિતની વ્યવસ્થાપક ભૂમિકાઓમાં 10% નોકરીઓ કાપશે. OpenAI જેવા સ્પર્ધકો પાસેથી AI માં વધતી સ્પર્ધા વચ્ચે કંપની તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરી રહી છે. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, પિચાઈએ કહ્યું છે કે, ગૂગલે કંપનીને કાર્યક્ષમ બનાવવા અને તેના માળખાને સરળ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ફેરફારો કર્યા છે. ગૂગલ હવે મેનેજર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ જેવા હોદ્દા પરની નોકરીઓ કાપશે. ગૂગલના પ્રવક્તાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, 10% નોકરીઓમાંથી કેટલીક વ્યક્તિગત યોગદાનની ભૂમિકામાં રૂપાંતરિત કરવામાં આવી હતી, જ્યારે કેટલીક ભૂમિકાઓ નાબૂદ કરવામાં આવી હતી. ગૂગલે જાન્યુઆરી 2022માં 12,000 નોકરીઓમાં કાપ મૂક્યો હતો
છેલ્લા બે વર્ષમાં ગૂગલે કાર્યક્ષમતા વધારવા માટે ઘણા પગલાં લીધા છે. અગાઉ સપ્ટેમ્બર 2022માં પિચાઈએ કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે Google 20% વધુ કાર્યક્ષમ બને. આ પછી જાન્યુઆરી 2022માં ગૂગલે 12,000 નોકરીઓમાં કાપ મૂક્યો હતો. ગૂગલે હવે ફરીથી છટણીનું પગલું ભર્યું છે. કારણ કે OpenAI જેવા તેના પ્રતિસ્પર્ધીઓ જે નવા ઉત્પાદનો લાવી રહ્યા છે. આ ઉત્પાદનો Googleના શોધ વ્યવસાયને અસર કરી શકે છે. Google તેના મુખ્ય વ્યવસાયમાં જનરેટિવ AI સુવિધાઓ ઉમેરે છે
OpenAIની સ્પર્ધાના જવાબમાં ગૂગલે તેના મુખ્ય વ્યવસાયમાં જનરેટિવ AI સુવિધાઓનો સમાવેશ કર્યો છે. કંપનીએ ઘણા નવા AI ફીચર્સ પણ લોન્ચ કર્યા છે. તેમાં OpenAI સાથે સ્પર્ધા કરવા માટે નવું AI વીડિયો જનરેટર અને જેમિની મોડલનો નવો સેટ પણ સામેલ છે. ગૂગલે મે 2024માં કોર ટીમમાંથી 200 નોકરીઓ કાપી નાખી હતી
આ સિવાય બુધવારની મીટિંગમાં પિચાઈએ ‘ગુગલીનેસ’ શબ્દનો અર્થ સમજાવ્યો હતો અને કહ્યું હતું કે, કર્મચારીઓને આધુનિક Google અપડેટ કરવાની જરૂર છે. અહેવાલો અનુસાર ગૂગલે મે 2024માં ખર્ચ-કટિંગ પુનર્ગઠન પ્રક્રિયાના ભાગ રૂપે તેની મુખ્ય ટીમમાંથી 200 નોકરીઓ કાપી નાખી હતી. આ સિવાય કેટલીક નોકરીઓ વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. કેલિફોર્નિયામાં એન્જિનિયરિંગ ટીમમાંથી લગભગ 50 લોકોને છૂટા કરવામાં આવ્યા હતા
કેલિફોર્નિયામાં એન્જિનિયરિંગ ટીમમાંથી લગભગ 50 લોકોને છૂટા કરવામાં આવ્યા હતા. કોર ટીમ યુઝર સેફ્ટી ઓનલાઈન અને તેના વૈશ્વિક આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે કંપનીના ફ્લેગશિપ ઉત્પાદનો માટે ટેક્નિકલ પાયો પૂરો પાડે છે.