દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે 12 વર્ષની છોકરીનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ફાસ્ટ બોલિંગ કરી રહી છે. તેમણે આ વીડિયો પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને ટેગ કર્યો છે. 51 વર્ષના તેંડુલકરે ઝહીર ખાનને પૂછ્યું – ‘સરળ, સહજ અને જોવામાં ખૂબ જ સુંદર! સુશીલાની બોલિંગ એક્શનમાં ઝહીર ખાન તમારી ઝલક દેખાય છે. શું તમે પણ આ જોયું છે. આનો જવાબ આપતા ઝહીર ખાને લખ્યું – ‘તમે બિલકુલ સાચુ કહી રહ્યા છો. હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. તેની એક્શન ખૂબ જ સરળ અને અસરકારક છે. તે પહેલેથી જ ખૂબ આશાસ્પદ દેખાઈ રહી છે. હવે દેશના એક મોટા ઉદ્યોગપતિની કંપનીએ પણ સુશીલાને મદદની ઓફર કરી છે. વીડિયોમાં એક સ્કૂલની છોકરી ફાસ્ટ બોલિંગ કરતી દેખાય છે. તેની બોલિંગ એક્શન ઝહીર ખાન જેવી જ છે. આ વીડિયો સુશીલા મીણાનો છે. પહેલા વિડીયો જુઓ… તેંડુલકરની પોસ્ટ… તેંડુલકરને ઝહીર ખાનનો જવાબ… કોણ છે સુશીલા મીણા? સુશીલા રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ધારિયાવડ તાલુકાના રામેર તાલાબ ગામની રહેવાસી છે. કહેવામાં આવી રહ્યું છે કે સુશીલા ગરીબ પરિવારમાંથી આવે છે. તેના માતા-પિતા મજૂરી અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પિતાનું નામ રતનલાલ મીણા છે, જ્યારે માતાનું નામ શાંતિબાઈ મીણા છે. સુશીલા સ્કૂલમાં ક્રિકેટ સ્પર્ધાઓમાં ભાગ લેતી રહે છે. સુશીલાનું કિસ્મત ચમકાવવા આગળ આવ્યા ઉદ્યોગપતિ રાજસ્થાનના એક ગામડામાં ખેડૂત પરિવારમાંથી આવતી સુશીલા હાલમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. હવે, આવી સ્થિતિમાં, તે કહેવું મુશ્કેલ છે કે તેની પાસે ક્રિકેટના કેટલા સંસાધનો હશે, પરંતુ અંદાજ લગાવી શકાય છે કે તેના માટે કદાચ તે સરળ નહીં હોય.આવી સ્થિતિમાં, તેની પ્રતિભાને વિકસાવવા અને ચમકાવવા માટે મદદની જરૂર પડશે અને એવું લાગે છે કે સચિનની આ એક પોસ્ટએ કામ કર્યું છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિમાંના એક આદિત્ય બિરલા ગ્રુપે સચિનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. 18 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી કુમાર મંગલમ બિરલાએ કંપનીના ‘x’ હેન્ડલ પર લખ્યું છે કે તેઓ સુશીલાને ક્રિકેટની ટ્રેનિંગ આપવા માંગે છે જેથી તેનું કિસ્મત ચમકી શકે. હવે એક જ આશા છે કે બિરલા ગ્રૂપની આ મદદ સુશીલા સુધી પહોંચે જેથી તે પોતાનું સપનું પુરુ કરી શકે. ફેન્સે તેને લેડી ઝહીર ખાન કહેતા હતા
સુશીલાના આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને લેડી ઝહીર ખાન કહી રહ્યા છે તો કેટલાક તેને ભાવિ સ્ટાર બોલર કહી રહ્યા છે. તેંડુલકરનો વીડિયો શેર કર્યા બાદ સુશીલા ટ્રેન્ડમાં
સચિન તેંડુલકરે આ વીડિયો શેર કર્યા બાદ સુશીલા મીણાને ગૂગલ પર ઘણી સર્ચ કરવામાં આવી રહી છે. તે ગૂગલના ટોપ ટ્રેન્ડમાં છે. નીચે ગૂગલ ટ્રેન્ડ જુઓ… સંદર્ભ: Google Trends