back to top
Homeગુજરાતગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા:નલિયામાં 24 કલાકનો દિવસ 8 કલાકમાં સમેટાયો, બપોરે...

ગુજરાતનું સૌથી ઠંડુ શહેર નલિયા:નલિયામાં 24 કલાકનો દિવસ 8 કલાકમાં સમેટાયો, બપોરે ચહલ-પહલ પણ સવાર-સાંજ જાણે ગાયબ

કપીલ જોશી

કચ્છના પશ્ચિમી ભાગમાં આવેલું નલિયા દર શિયાળામાં રાજ્યના સૌથી ઠંડા નગર તરીકે ચકમતું રહે છે. છેલ્લા 11 દિવસથી અબડાસા તાલુકાના આ મુખ્ય મથકમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. ગામના મુખ્ય બજાર સહિતના વિસ્તારો માત્ર દિવસના સૂર્ય પ્રકાશ રહેતો હોય એટલી વખત 8 કલાક જ ધમધમતા રહે છે. બાકી સૂમસામ છે. લોકોની દિનચર્યા દોઢ-થી બે કલાક મોડી શરૂ થઇ થઇ વહેલી આટોપાઇ જાય છે. બજાર, વાહન-વ્યવહાર, શિક્ષણકાર્ય સહિતમાં ઠંડીની અસર વર્તાય છે. પશ્ચિમ કચ્છના આ નગરમાં આખી રાત ઓતરાદા વાયરા વાતા હોવાથી ઠંડા પવનો સીધા જ શરીર આરપાર પસાર થાય છે. લખલખું તો ખૂબ ઉની અને પવન રોકેલા વસ્ત્રો હોય તોય વારંવાર શરીરમાંથી પસાર થઇ જાય, ગરીબ અને નાનો વર્ગ તો રીતસર દાંત કચકચાવતો, ધ્રુજતો અને ખૂણે ખાંચે ગરમ ધાબડા તળે ઢબુરાયેલો માંડ નજરે પડે છે. દિનભર ચાની ગરમાગરમ કપની માંગ રહે છે તો વ્યસનીઓમાં દેશી-વિદેશીનું ચલણ પણ વધી ગયું છે. પાલતું દૂધાળા ઢોર પર કંતાન કે જૂના ધાબડા અોઢાળાય છે. ગમણ નજીક તાપણા કરાય છે, દૂધ-અખબારી ફેરીયા અને દર્દીઓ સિવાય કોઇનેય ચાર દિવાલોની બહાર નિકળવું ભારે પડે તેવા હીમયુગીય દિવસોમાંથી નગર પસાર થઇ રહ્યું છે. ભાસ્કરે ઠંડીની અસર તપાસવા સમગ્ર દિવસ દરમિયાન નલિયાનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો તો રસપ્રદ તારણો બહાર આવ્યા છે. કાશ્મીર: શ્રીનગરમાં પારો -8.6, આવું 50 વર્ષ પછી, ચિલ્લઈ કલાં શરૂ કાશ્મીરમાં ભારે ઠંડીના 40 દિવસોની શરૂઆત શનિવારે થઇ ગઇ છે. આ િસઝનને ચિલ્લઈ કલાં કહેવામાં આવે છે. આ દરમિયાન આખી ખીણ ગંભીર શીતલહેરની લપેટમાં રહે છે. આ 31 જાન્યુઆરી સુધી ચાલશે. ત્યારબાદ 20 દિવસીય ‘ચિલ્લઈ-ખુર્દ’ (નાની ઠંડી) અને 10 દિવસના ‘ચિલ્લઈ-બચ્ચા’નો દોર આવશે. શ્રીનગરમાં ચિલ્લઈની શરૂઆત માઇનસ 8.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની સાથે થઇ છે. ગત 50 વર્ષમાં આવું પહેલીવાર થયું છે કે, જ્યારે ડિસેમ્બરમાં પારો આટલો ગગડ્યો હોય. વિચિત્ર શિયાળોઃ તાપમાન માઈનસ છતાં બરફની અછત આખા ઉત્તરાખંડમાં આ વખતે ઠંડીનું ગણિત બગડ્યું છે. પહાડોમાં તાપમાન માઈનસમાં છે, જ્યારે નદીઓ અને ઝરણાં થીજી ગયાં છે. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ તેમાં ભેજ નથી, જેના મુખ્ય 2 કારણ છે. પ્રથમ વરસાદ ન થવો, બીજું હિમવર્ષામાં દુષ્કાળ. વરસાદ અને બરફવર્ષા ન થવાને ગુલાબી ઠંડી કહે છે.
આવું વાતાવરણ 2016માં થયું હતું. ત્યારે નવેમ્બરથી ડિસેમ્બર સુધી હિમાલયના મોટા વિસ્તારોમાં માત્ર 1 ઈંચ હિમવર્ષા થઈ હતી. જે હિમાલયની હવા બદલાવનો સ્પષ્ટ સંકેત છે. છેલ્લા 20 દિવસમાં માત્ર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે. 1થી દોઢ ઈંચ સુધી બરફ પડ્યો. તાપમાન માઈનસ 2થી 8 ડિગ્રી ઘટ્યું છે. સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆતના 15 દિવસ અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં સારો વરસાદ થઈ જાય છે પરંતુ આ વખતે વરસાદ પડ્યો નથી. પરિણામે હિમાલયનું તાપમાન વધ્યું છે. જેના પગલે સમગ્ર હિમાલયની હવા બદલાઈ છે. આ વાતાવરણીય ફેરફારે આખા હિમાલયની હવા બદલી નાખી છે. આગળ શું : 28 ડિસેમ્બરે 3 દિવસ સારી બરફવર્ષાના સંકેત બરફનો દુષ્કાળ અને ગુલાબી ઠંડીનું આ હવામાન 28 ડિસેમ્બરે બદલાવાનું હતું. આ દિવસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું નવું ચક્ર સક્રિય થશે, જે 3 દિવસ ચાલશે. જેમાં સારો વરસાદ અને બરફવર્ષાનો સંકેત છે. આશા છે કે ઉત્તરાખંડના પહાડ નવા વર્ષનું સ્વાગત બરફવર્ષાથી કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments