મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઠંડીમાં ઘટાડો થયો છે, પરંતુ દેશના ઉત્તરીય રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પંજાબના 9 જિલ્લામાં આજે કોલ્ડવેવનું યલો એલર્ટ છે. તેમજ, પઠાણકોટમાં તાપમાન 1.7 ડિગ્રી પહોંચી ગયું છે. બીજી તરફ ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં કાનપુરમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે. અહીં તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે કહ્યું કે મધ્યપ્રદેશમાં 4 દિવસ પછી બર્ફીલા પવનો ઉત્તર તરફ આગળ વધશે, જેના કારણે ઠંડી ફરી વધશે. શુક્રવારે હવામાન વિભાગે રાજસ્થાન, બિહાર, ઝારખંડ સહિત 12 રાજ્યોમાં કોલ્ડવેવ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં કોલ્ડવેવની વધુ અસર થશે. જમ્મુ-કાશ્મીરમાં આજથી ચિલ્લાઇ કલાં શરૂ થઈ રહ્યું છે. ચિલ્લાઇ એ ફારસી શબ્દ છે, હિન્દીમાં તેનો અર્થ ‘ખૂબ જ ઠંડી’ થાય છે. હવે આગામી 40 દિવસમાં અહીં વધુ હિમવર્ષા થશે. શ્રીનગરમાં તાપમાન -7 ડિગ્રીએ પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીરમાંથી હિમવર્ષાની તસવીરો… આગામી 3 દિવસમાં કેવું રહેશે હવામાન? 22 ડિસેમ્બર: 2 રાજ્યોમાં તીવ્ર કોલ્ડવેવ એલર્ટ 23 ડિસેમ્બર: 3 રાજ્યોમાં વરસાદ, 2 રાજ્યોમાં ધુમ્મસ રહેશે 24 ડિસેમ્બર: 4 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, 2 રાજ્યોમાં વરસાદ