પંજાબના મોહાલીમાં શનિવારે સાંજે એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ હતી. NDRFના અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે 5 લોકો દટાયા છે. તેમાં 3 છોકરાઓ અને 2 છોકરીઓ છે. એક છોકરીને બહાર કાઢવામાં આવી છે. ઈજાગ્રસ્ત છોકરીની સ્થિતિ વિશે કોઈ ઔપચારિક માહિતી પ્રાપ્ત થઈ નથી. NDRFની સાથે સેનાની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. જેસીબી મશીનની મદદથી ઘટના સ્થળેથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. આ ઘટના ગુરુદ્વારા સોહાના સાહિબ પાસે સાંજે સાડા ચાર વાગ્યે બની હતી. લોકોના મતે આ ઈમારત 4 માળની હતી, જે લગભગ 10 વર્ષ જૂની હતી. જેમાં PG 3 માળે અને જીમ ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતું હતું. તેની બાજુમાં ભોંયરામાં ખોદકામ ચાલી રહ્યું હતું, જેના કારણે ઇમારતનો પાયો નબળો પડી ગયો અને ઇમારત પડી ગઈ. બિલ્ડિંગ ધરાશાયી થઈ તે સમયે જીમ ખુલ્લું હતું. આવી સ્થિતિમાં જીમમાં આવતા લોકોના કાટમાળ નીચે દટાઈ જવાની આશંકા છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઔપચારિક પુષ્ટિ થઈ નથી. વહીવટીતંત્ર જીમના સંચાલકોનો સંપર્ક કરી રહ્યું છે. મોહાલીના એસડીએમ દમનદીપ કૌરે કહ્યું કે, સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે લગભગ 15 લોકો દટાયા છે. AAP સાંસદે કહ્યું- NDRFની ટીમને બોલાવી છે
આનંદપુર સાહિબના સાંસદ માલવિંદર કાંગે કહ્યું કે, જાણવા મળ્યું કે અહીં એક જીમ હતું, જ્યાં યુવાનો કસરત કરવા આવતા હતા. તે સમયે તેમાં કોઈ હતું કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ પોલીસની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. NDRFની ટીમને પણ બોલાવવામાં આવી છે. કાટમાળમાં કોઈને ઈજા થઈ નથી
મોહાલીના SSP દીપક પરીખે જણાવ્યું કે, ટીમો હાલમાં બચાવ કાર્યમાં લાગેલી છે. કાટમાળમાંથી હજુ સુધી કોઈને ઈજા થઈ નથી. જો કે કાટમાળ નીચે કોઈ દટાયું હોય તો તેની ઝડપથી શોધખોળ કરવામાં આવી રહી છે. 4 માળની ઈમારત ધરાશાયી, PHOTO’S…