back to top
Homeગુજરાતપાર્સલ ખોલ્યુંને જોરદાર બ્લાસ્ટ થયો:છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું,...

પાર્સલ ખોલ્યુંને જોરદાર બ્લાસ્ટ થયો:છૂટાછેડાનો બદલો લેવા યુવકે પાર્સલમાં IED પ્લાન્ટ કરાવ્યું, પાર્સલ ખોલનાર લોહીલુહાણ; અમદાવાદના સાબરમતી વિસ્તારનો બનાવ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. સવારના સમયે ઘર પર આવેલું પાર્સલ ખોલતા જ જોરદાર બ્લાસ્ટ થતા પાર્સલ ખોલનાર વ્યકિત ઘવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા બદલો લેવાના ઈરાદે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. પાર્સલ આપનાર વ્યકિતને પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. રૂપેણ બારોટ નામના યુવકે પોતાની પત્ની સાથે થયેલા છુટાછેડાનો બદલો લેવા માટે આ કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. બે યુવકોની મદદ લઈ આ પાર્સલ બ્લાસ્ટ કરાયો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને પાર્સલ મોકલવાનું હતું તેમને ઇજા પહોંચાડવાનો ઉદ્દેશ્ય હતો પાર્સલ તેમના ઘરે પહોંચ્યું ત્યારે તેમના સ્વજને પાર્સલ ખોલ્યું અને તેમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. છૂટાછેડાનો બદલો લેવા યુવકે બ્લાસ્ટ કરાવ્યો
પાર્સલમાં બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે. પારિવારિક અંગત કારણે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યા હતો. આ પાર્સલ રૂપેણ બારોટ નામના યુવકે મોકલાવ્યું હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેની પત્ની સાથે છુટાછેડા થયા હતા. આ છુટાછેડા પત્નીના માનેલા ભાઈ બળદેવભાઈના કારણે થયા હોવાનું રૂપેણ બારોટ માનતો હતો. જેથી રૂપેણે બારોટે બદલો લેવા માટે ગૌરવ અને અન્ય એક વ્યકિતને પાર્સલ સાથે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા. ભૂતકાળમાં પણ બળદેવભાઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. આ અંગે શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે વ્યક્તિને ઈજા પહોંચાડવા માટે પાર્સલની અંદર આઈડી પ્લાન્ટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ પાર્સલ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા માટે મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે જેમાં જેને પાર્સલ મોકલવાનું હતું તે વ્યક્તિના સ્વજનને પાર્સલ ખોલતા સમયે બ્લાસ્ટ થતા ઈજા થઈ છે. પાર્સલ આપનાર વ્યકિતને પોલીસે ઝડપી પાડ્યો
જે પાર્સલમાં બ્લાસ્ટ થયો છે તે આપનાર વ્યકિતનું નામ ગૌરવ ગઢવી હોવાનું સામે આવ્યું છે. જેને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ FSL અને પોલીસની ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ( આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments