આગામી દિવસોમાં આવનારી 31 ડિસેમ્બર અને ન્યુ ઈયર ને લઈને લઈને અલગ અલગ ગુનામાં વોન્ટેડ તથા કોર્ટમાંથી પેરોલ ઝમ્પ કરીને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ LCBની ટીમને સૂચના આપી હતી. જે સુચનના આધારે વલસાડ LCBની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ચેક કરતા ભાવનગર, વડોદરા, અમદાવાદ અને વલસાડથી 3 દિવસમાં કુલ 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વલસાડ LCBની ટીમે જિલ્લાના અલગ અલગ પોલીસ મથકોમાં આરોપીઓને સોંપી આગળની તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં 31 ડિસેમ્બર અને ન્યુ ઈયરની દેશભરમાં ભવ્ય ઉજવણી કરતા આવ્યા છે. 31 ડિસેમ્બર અને ન્યુ ઈયરની ઉજવણીની આડમાં દારૂની રેલમ છેલ થતી અટકાવવા વલસાડ જિલ્લા પોલીસની ટીમે પેટ્રોલિંગ વધાર્યું છે. સાથે જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં વોન્ટેડ અથવાતો પેરોલ જમ્પ કરી નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ LCBની ટીમને સૂચના આપી હતી. વલસાડ LCB PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ LCBની ટીમ જિલ્લાના વોન્ટેડ આરોપીઓ અને.પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી એકત્રિત કરી ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ મેળવીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જે દરમ્યાન છેલ્લા 3 દિવસમાં વલસાડ LCBની ટીમને મળેલી.બાતમીના આધારે ભાવનગર, વડોદરા, અમદાવાદ અને વલસાડ જિલ્લામાં નાસતા ફરતા કુલ 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં વલસાડ LCBની ટીમને સફળતા મળી છે. ઝડપાયેલા આરોપી