back to top
Homeબિઝનેસપોપકોર્ન પર 3 પ્રકારના ટેક્સ લાગશે:ડીલર પાસેથી સેકન્ડ હેન્ડ EV કાર ખરીદવા...

પોપકોર્ન પર 3 પ્રકારના ટેક્સ લાગશે:ડીલર પાસેથી સેકન્ડ હેન્ડ EV કાર ખરીદવા પર 18% GST, ફોર્ટિફાઇડ રાઇસ પર GST ઘટાડીને 5% કર્યું; હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર GST મુક્તિનો મુદ્દો મોકૂફ

GST કાઉન્સિલની 55મી બેઠક આજે એટલે કે 21મી ડિસેમ્બર (શનિવાર)ના રોજ જેસલમેરમાં યોજાઈ હતી. મીટિંગ બાદ પ્રેસ કોન્ફરન્સમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ઓટો કંપની અને ડીલર પાસેથી સેકન્ડ હેન્ડ EV કાર ખરીદવા પર 18% GST વસૂલવામાં આવશે. ફોર્ટિફાઇડ રાઇસ કર્નલ (FRK) પર GST દર 18%થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે. જીન થેરાપી પર કોઈ GST લાગશે નહીં. 2,000 રૂપિયાથી ઓછી ચુકવણી કરનારા પેમેન્ટ એગ્રીગેટર્સ પર GST લાગુ થશે નહીં. ખેડૂતો દ્વારા પૂરા પાડવામાં આવતા કાળા મરી અને કિસમિસ પર પણ GST લાદવામાં આવશે નહીં. લોંગ રેન્જ સરફેસ મિસાઈલની સિસ્ટમ્સ અને સબ-સિસ્ટમ પર GST મુક્તિ માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે, સ્વાસ્થ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રીઓના જૂથ (GoM) એ આના પર વધુ કામ કરવાનું છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ દ્વારા ફૂડ ડિલિવરી પર કેટલો GST વસૂલવામાં આવશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજસ્થાનના જેસલમેરમાં મળેલી 55મી GST કાઉન્સિલની બેઠકમાં પોપકોર્ન પર ટેક્સ અંગેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાઉન્સિલે ફ્લેવર મુજબ GST (GST On Popcorn)ના વિવિધ સ્લેબમાં પોપકોર્નનો સમાવેશ કર્યો છે. મતલબ કે હવે તમારે તેને ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. તો ચાલો આપણે જાણીએ કે દેશમાં તેનું માર્કેટ કેટલું મોટું છે અને પોપકોર્નના કયા ફ્લેવર પર કેટલો ટેક્સ લાગશે. GST કાઉન્સિલ સાથે નિર્મલા સીતારમણની મોટી વાતો… 1. દેશમાં પોપકોર્ન પર આ 3 પ્રકારના ટેક્સ લાગશે, 5, 12 અને 18%…
GST કાઉન્સિલની 55મી બેઠક શનિવારે રાજસ્થાનના જેસલમેરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને તેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોમાં પોપકોર્ન પરના નવા ટેક્સ દરોનો પણ સમાવેશ થાય છે. કાઉન્સિલ પોપકોર્ન પર એક નહીં પરંતુ ત્રણ પ્રકારના GST દરો લાદવા માટે સંમત થઈ છે, જે બજારમાં ઉપલબ્ધ તેના ફ્લેવર અનુસાર હશે. મીઠું અને મસાલા, સુગર સાથેના પોપકોર્ન પર ટેક્સ
કાઉન્સિલની બેઠકમાં પોપકોર્ન પર GST લાદવાના પ્રસ્તાવ પર સહમતિ સધાઈ છે અને તૈયાર પોપકોર્ન પર ટેક્સના દરો અંગેની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવામાં આવી છે. તેના પર વિચાર કરીએ તો જો તમે ખરીદો છો તે પોપકોર્ન મીઠું અને મસાલાઓથી તૈયાર કરવામાં આવે છે અને પેકેજ્ડ અને લેબલ્ડ નથી, તો તેના પર 5 ટકાના દરે જીએસટી લાગુ થશે. બીજી તરફ, જો મીઠું અને મસાલા વાળા પોપકોર્નને પેકેજ્ડ અને લેબલ લગાવીને વેચવામાં આવે છે, તો તેના પર ટેક્સનો દર 5%ને બદલે 12% સુધી વધી જશે. એટલું જ નહીં, જો આપણે Sugar ફ્લેવરવાળા પોપકોર્ન વિશે વાત કરીએ, તો તેને ખરીદવાથી તમારા ખિસ્સામાં સૌથી વધુ ખર્ચ થશે. ખરેખરમાં, GST કાઉન્સિલની બેઠકમાં જે પ્રસ્તાવ પર સંમતી બની છે, તે મુજબ સુગર જેની કારામેલથી તૈયાર પોપકોર્નને ‘સુગર કન્ફેક્શનરી’ની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે અને તેના પર 18 ટકાના દરે GST વસૂલવામાં આવશે. બિઝનેસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મોટો છે
પોપકોર્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટો બિઝનેસ છે. એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 2023માં ભારતમાં પોપકોર્નનો બિઝનેસ લગભગ 1200 કરોડ રૂપિયાનો હતો અને તે સતત વધી રહ્યો છે. બીજી તરફ, તેનું બજાર આ વર્ષે અત્યાર સુધીમાં વિશ્વભરમાં વધીને 8 અબજ ડોલરથી વધુ થઈ ગયું છે. 2. ડીલર પાસેથી સેકન્ડ હેન્ડ EV ખરીદવા પર 18% GST લાગશે
નાણામંત્રીએ જૂની EVના વેચાણ પર GST વધારવાની અફવાને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ EV કાર અન્ય વ્યક્તિને વેચે છે તો તેના પર કોઈ GST વસૂલવામાં આવશે નહીં. જો કે, જો કોઈ કાર ડીલર EV ખરીદે છે અને તેમાં મૂલ્ય ઉમેરે છે અને તેને વેચે છે, તો તેના માર્જિન મૂલ્ય પર 18% GST વસૂલવામાં આવશે. નવી EVની ખરીદી પર પહેલાની જેમ જ 5% GST લાગુ થવાનું ચાલુ રહેશે. 3. પેટ્રોલ-ડીઝલને GSTના દાયરામાં લાવવાના વિરોધમાં તમામ રાજ્યો
પેટ્રોલ ડીઝલને GSTના દાયરામાં સામેલ કરવાના ભાસ્કરના સવાલ પર નાણામંત્રીએ કહ્યું કે, ATFની જેમ તમામ રાજ્યો પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં સામેલ કરવાના વિરોધમાં છે. આજે પણ હવાઈ ઈંધણને GST હેઠળ લાવવાનો વિરોધ થયો હતો. તમામ રાજ્યો તેને તેમના કરના દાયરામાં રાખવાની તરફેણમાં હતા. એ જ રીતે, તમામ રાજ્યો પોતે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઇચ્છે છે અને GSTમાં તેનો સમાવેશ કરવાનો વિરોધ કરી રહ્યા છે. GST કાઉન્સિલના અન્ય નિર્ણયો 1. મંત્રીઓનું જૂથ આરોગ્ય વીમા પર GST દર ઘટાડવા પર વધુ કામ કરશે. વીમા પર GST ઘટાડવા અંગે IRDA તરફથી કોઈ રિપોર્ટ અને ઇનપુટ નથી. હવે મંત્રીઓના જૂથને વધુ સમયની જરૂર છે. 2. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના ઈન્સ્પેક્શનમાં ઉપયોગમાં લેવાતા સાધનોને IGSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સાથે જી-થેરાપીને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. બેંકો અને NBFCsના દંડાત્મક શુલ્ક અને લેટ પેમેન્ટ ફી પર GST લાગુ થશે નહીં. 3. રાજ્યોએ એર ટર્બાઇન ફ્યુઅલ (ATF)ને GSTના દાયરામાં સામેલ કરવાનો વિરોધ કર્યો છે, તેથી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. નાની કંપનીઓને રજીસ્ટ્રેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાની કંપનીઓ માટે નવી રજીસ્ટ્રેશન સિસ્ટમ લાવવા માટે કોન્સેપ્ટ નોટ લાવવામાં આવી છે. તેનાથી નાની કંપનીઓનું રજીસ્ટ્રેશન સરળ બનશે. 4. રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પરિષદના તાલીમ ભાગીદારોને GSTમાંથી મુક્તિ, આ સૂચના જારી થયા પછી જ લાગુ થશે. 5. નાના વેપારીઓ જો જગ્યાનો ભાગ ભાડા પર લે છે, અને તે કમ્પોઝિશનમાં અનરજીસ્ટર્ડ છે, તો તેમના પર GST લાગુ થશે નહીં. શું હોય છે ફોર્ટિફાઇડ રાઇસ કર્નેલ્સ?
આ એક ખાસ પ્રકારના રાઇસ છે, જેમાં ઘણા પ્રકારના પોષક તત્વો ઉમેરવામાં આવે છે. તે વિટામિન્સ અને ખનિજો તેમાં ઉમેરવામાં આવે છે જે સામાન્ય રીતે રાઇસમાં જોવા મળતા નથી અથવા પ્રક્રિયા દરમિયાન ખોવાઈ જાય છે. આ પ્રકારના રાઇસ તૈયાર કરવાનો હેતુ એ છે કે રાઇસ દ્વારા પોષક તત્વો શરીર સુધી પહોંચી શકે. GST કાઉન્સિલની 54મી બેઠક 9 સપ્ટેમ્બરના રોજ મળી હતી
અગાઉ, 9 સપ્ટેમ્બરે GST કાઉન્સિલની 54મી બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ અને ખાદ્ય ક્ષેત્રો સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્સરની દવાઓ પર GST 12%થી ઘટાડીને 5% કરવામાં આવ્યો. નમકીન પર 18%ને બદલે 12% GST લાગશે. આ સિવાય હવે કેન્દ્ર અને રાજ્યની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રોએ ગ્રાન્ટ લેવા પર GST ચૂકવવો નહીં પડે. GST કાઉન્સિલની 54મી બેઠકના મોટા નિર્ણયો યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને અનુદાન પર GST મુક્તિ
ત્રણ પ્રકારની શિક્ષણ સંસ્થાઓએ હવે ગ્રાન્ટ લેવા પર GST ચૂકવવો નહીં પડે. સીતારમણે કહ્યું હતું કે, હવે કેન્દ્રીય કાયદા અને રાજ્યના કાયદા હેઠળ બનેલી યુનિવર્સિટીઓ અને સંશોધન કેન્દ્રોએ અનુદાન લેવા પર GST ચૂકવવો પડશે નહીં. આ ઉપરાંત જે શૈક્ષણિક સંસ્થાઓને આવકવેરામાં મુક્તિ મળી છે, તેઓએ જાહેર અને ખાનગી સ્ત્રોતોમાંથી સંશોધન ભંડોળ લેવા પર પણ GST ચૂકવવો પડશે નહીં. અર્થતંત્રની હેલ્થ દર્શાવે છે GST કલેક્શન
GST કલેક્શન અર્થતંત્રના એકંદર આરોગ્યનું સૂચક છે. એપ્રિલ મહિનાના GST કલેક્શનના આંકડાઓ પર KPMG નેશનલ હેડ અભિષેક જૈને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં સૌથી વધુ GST કલેક્શન મજબૂત સ્થાનિક અર્થતંત્રને દર્શાવે છે. GST 2017માં લાગુ કરવામાં આવ્યો હતો
સરકારે 1 જુલાઈ, 2017ના રોજ દેશભરમાં GST લાગુ કર્યો હતો. આ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારોના 17 ટેક્સ અને 13 સેસ દૂર કરવામાં આવ્યા હતા. GST એક પરોક્ષ કર છે. અગાઉના વિવિધ પરોક્ષ કર (VAT), સર્વિસ ટેક્સ, ખરીદી ટેક્સ, એક્સાઈઝ ડ્યુટી અને અન્ય ઘણા ઇનડાયરેક્ટ ટેક્સને રિપ્લેસ કરવા માટે 2017માં તેનો અમલ કરવામાં આવ્યો હતો. GSTમાં 5, 12, 18 અને 28%ના ચાર સ્લેબ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments