back to top
Homeભારતપ્રસાદ કાઢવા જતા દાનપેટીમાં પડ્યો આઇફોન:મંદિરે કહ્યું- હવે આ ભગવાનની પ્રોપર્ટી, સિમકાર્ડ-ડેટા...

પ્રસાદ કાઢવા જતા દાનપેટીમાં પડ્યો આઇફોન:મંદિરે કહ્યું- હવે આ ભગવાનની પ્રોપર્ટી, સિમકાર્ડ-ડેટા જોઈએ તો લઈ જાવ; તમિલનાડુનો વિચિત્ર કિસ્સો

તમિલ ફિલ્મ ‘પાલાયથમ્મન’માં, એક મહિલા આકસ્મિક રીતે તેના બાળકને મંદિરની ‘હુન્ડી’ (દાન પેટી)માં મૂકી દે છે અને બાળક ‘ટેમ્પલ પ્રોપર્ટી’ બની જાય છે. તમિલનાડુના ચેન્નાઈ નજીક તિરુપુરમાં અરુલમિગુ કંડાસ્વામી મંદિરમાં આવી જ ઘટના બની હતી. તમિલનાડુના વિનયગાપુરમનો રહેવાસી દિનેશ નવેમ્બરમાં પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો. ખિસ્સામાંથી પ્રસાદ કાઢતી વખતે તેનો આઇફોન દાનપેટીમાં પડી ગયો હતો. આ પછી તેણે મંદિર પ્રશાસનનો સંપર્ક કર્યો અને મોબાઈલ પરત કરવા કહ્યું. મંદિર પ્રશાસને કહ્યું કે દાન પેટી બે મહિનામાં એકવાર ખોલવામાં આવે છે. આ પછી દિનેશ મંદિરમાંથી ખાલી હાથે પાછો ફર્યો હતો. મંદિરની દાનપેટી 20 ડિસેમ્બરે ખોલવામાં આવી હતી. તેમાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો. મંદિર પ્રશાસને આ અંગે દિનેશને જાણ કરી હતી. પ્રશાસને તેમને કહ્યું કે મોબાઈલ પરત નહીં કરવામાં આવે, કારણ કે પરંપરા અનુસાર દાનપેટીમાં જે કંઈ આવે છે તે મંદિરના દેવતાના ખાતામાં જાય છે. તમે તમારું સિમ કાર્ડ અને ફોન ડેટા લઈ શકો છો. જોકે, દિનેશની માગણી છે કે મોબાઈલ પરત કરવામાં આવે. મંત્રીએ કહ્યું- દાનપેટીમાં જે વસ્તુ છે તે ભગવાનની છે, આ નિયમ છે
તમિલનાડુના મંત્રી પીકે શેખર બાબુએ કહ્યું- નિયમો અનુસાર દાન પેટીમાં પ્રસાદ મંદિરના દેવતાના ખાતામાં જાય છે. નિયમો અનુસાર, મંદિર પ્રશાસન ભક્તને તેમનો પ્રસાદ પરત કરવાની મંજૂરી આપતું નથી. 2023માં દાન પેટીમાં મહિલાની સોનાની ચેઈન પડી, મંદિર પ્રશાસને નવી ચેઈન આપી
એક અધિકારીના જણાવ્યા અનુસાર દાન પેટીમાં કોઈ કિંમતી વસ્તુ પડવાનો આ પહેલો મામલો નથી. મે 2023માં, કેરળના અલપ્પુઝાની રહેવાસી એસ. સંગીતાએ શ્રી ધનાદયુથપાની સ્વામી મંદિરની મુલાકાત લીધી. સંગીતા તેના ગળામાંથી તુલસીની માળા કાઢી રહી હતી ત્યારે તેની 14 ગ્રામની સોનાની ચેઈન દાનપેટીમાં ગઈ હતી. સંગીતાએ આ અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. સંગીતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. આ પછી, મંદિર પ્રશાસને તેમને સમાન વજનની નવી ચેન ખરીદી આપી. જૂની પાછી ન આપી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments