ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથૌરાગઢના ધારચુલા વિસ્તારમાં એક મોટું ભૂસ્ખલન થયું છે, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. તવાઘાટ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની હતી. ભૂસ્ખલન બાદ ચારેબાજુ ધૂળના વાદળો છવાઈ ગયા…ભૂસ્ખલનની ઘટના 20 ડિસેમ્બરે બની હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે તવાઘાટ વિસ્તારમાં નેશનલ હાઈવે પર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પહાડીના મોટા ભાગમાં તિરાડ પડી ગઈ. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે થોડી જ સેકન્ડોમાં આખી ટેકરીમાં તિરાડ પડી ગઈ અને ચારેબાજુ ધૂળના વાદળો છવાઈ ગયા. પહાડ ધસી પડવાથી રસ્તો બંધ થઈ ગયો છે.. તેથી પ્રશાસને હાલ સ્થાનિકોને વૈકલ્પિક માર્ગથી અવર-જવર કરવા અપીલ કરી છે.