back to top
Homeગુજરાતમકાનો 10% મોંઘાં થશે:અમદાવાદમાં 450 કરોડ, સુરતમાં 180 કરોડ GST બિલ્ડરોને ભરવાનો...

મકાનો 10% મોંઘાં થશે:અમદાવાદમાં 450 કરોડ, સુરતમાં 180 કરોડ GST બિલ્ડરોને ભરવાનો વારો આવશે

મૃગાંક પટેલ

કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટમાં બિલ્ડરો દ્વારા સ્થાનિક ઓથોરિટી પાસેથી ખરીદવામાં આવતી પેઈડ એફએસઆઈ પર 18 ટકા જીએસટી વસૂલવાની દરખાસ્ત મૂકી છે જેના કારણે રિયલ એસ્ટેટ સેકટરમાં ફરી હડકંપ સર્જાયો છે. આની મોટી અસર ગ્રાહકો પર પડશે. દર વર્ષે અમદાવાદમાં બિલ્ડરો 2500 કરોડ અને સુરતમાં 1000 કરોડની એફએસઆઈ પરચેઝ કરે છે જેના પર 18 ટકા જીએસટી લાગે તો 450 કરોડ અને 180 કરોડ બિલ્ડરોએ જીએસટી ભરવાનો વારો આવશે જેથી મકાનોની કિંમતમાં 10 ટકાનો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્ય સરકારે નવી સૂચિત જંત્રી બહાર પાડી છે જો તેનો પણ અક્ષરસઃ અમલ થાય તો ગુજરાતમાં મકાનો 50 ટકા મોંઘાં થઈ જશે. ગુજરાત સરકારે જંત્રીમાં પણ સૂચિત વધારો કર્યો છે તેની પણ ગંભીર અસરો માર્કેટ પર પડશે. અને જો હવે 18 ટકા જીએસટી લાગુ થશે તો મકાનોની કિંમત 45થી 50 ટકા જેટલી વધી જશે. મધ્યમવર્ગના લોકો માટે ઘર એ સપનું બની જશે. > આશિષ પટેલ, જોઈન્ટ સેક્રેટરી, ક્રેડાઈ ઈન્ડિયા FSI પર GSTના દરને આ રીતે સમજો
ધારો કે ડેવલપરે 1 પ્લોટમાં પ્રતિ સ્ક્વેર મીટર 5 હજારના ભાવે FSI ખરીદીે
ખરીદેલી FSI –
1,000 સ્ક્વેર મીટર
કુલ FSIખર્ચ: રૂ.50 લાખ
18 ટકાના દરે જીએસટી : રૂ.9 લાખ
જીએસટી સહિત એફએસઆઇનો
કુલ ખર્ચ: 59 લાખ રૂપિયા
FSIના ખર્ચમાં વધારો: 18%
બિલ્ડર સરેરાશ 50 ટકા ખરીદેલી એફએસઆઇ ઉપયોગમાં લેશે તે ગણતરીએ યુનિટની કિંમતમાં 7થી 10 ટકા સુધીનો વધારો થશે 1. મકાનોની કિંમત 10 ટકા કેમ વધી જશે
ગુજરાત સહિત દેશભરમાં 70 ટકા મધ્યમવર્ગના લોકો મકાનો ખરીદે છે. ઉદાહરણથી સમજીએ તો 1000 સ્કેવર ફૂટના ફલેટની કિંમત એક કરોડ હોય તો તેની કિંમત રૂા.7 લાખથી 10 લાખ સુધી વધી શકે છે. એટલે મકાન ખરીદનારને 7 ટકા થી દસ ટકા જેટલાં નાણાં વધુ ચૂકવવા પડશે અને મકાનોની કિંમત વધી શકે છે.
2. એર્ફોડેબલ હાઉસિંગ ઠપ્પ થઈ જશે
2023માં બાંધકામ ક્ષેત્રે વપરાતા રો-મટીરિયલ્સની કિંમત વધી હતી જેમાં સિમેન્ટમાં 30 ટકા, સ્ટીલમાં 25 ટકા ભાવવધારો થયો અને હવે જો જીએસટી 18 લાગુ કરવામાં આવે તો મકાનો તો મોંઘાં થશે જ પરંતુ એર્ફોડેબલ હાઉસિંગ પર તેની સૌથી મોટી અસર પડી શકે છે. બિલ્ડરોનું માનવું છે કે આ સેગમેન્ટ ઠપ્પ જ થઈ જશે અને કેન્દ્ર સરકારનું સપનું પણ કદાચ રોળાઈ જશે.
3. રિયલ એસ્ટેટ પર નિર્ભર સેગમેન્ટ પર મોટી અસર, પ્રોજેકટ લોન્ચિંગ અટકશે
{ રિયલ એસ્ટેટ સૌથી મોટું રોજગાર આપતું ક્ષેત્ર છે. જીડીપીમાં પણ તેનું 6થી 7 ટકા યોગદાન છે. એફએસઆઈ પર જીએસટી નાખવાથી ડેવલોપર્સ માટે ઈનપુટ કોસ્ટ વધી જશે. જેના લીધે નવા પ્રોજેકટના લોન્ચિંગ જ અટકી જશે અને અનસોલ્ડ ઈન્વેન્ટરી વધી જશે. જેનાથી રોજગારને અસર પડશે અને આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગોને પણ અસર પડી શકે છે જેની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments