back to top
Homeગુજરાતવ્યાજ ના ચૂકવી શકતા વ્યાજખોરે 3 લાખમાં દીકરી વેચી દીધી:60 હજાર વ્યાજે...

વ્યાજ ના ચૂકવી શકતા વ્યાજખોરે 3 લાખમાં દીકરી વેચી દીધી:60 હજાર વ્યાજે લીધા હતા, વ્યાજ સમયસર ચૂકવતા છતાં 4 લાખ બાકી છે કહી 7 વર્ષની દીકરીને ઉપાડી ગયા

ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. વ્યાજખોરોને જાણે પોલીસનો કોઈ ખૌફ ન હોય તેમ આંતક મચાવી રહ્યાં છે. વ્યાજખોરો નાણા વસુલી માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર થઇ જાય છે. આવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાં સામે આવી છે. વ્યાજખોરોએ તેમના નાણાની વસૂલાત માટે નાણા વ્યાજે લેનારની દીકરીનું જ અપહરણ કરી લીધું અને તેને 3 લાખમાં વેચી દીધી હતી. વ્યાજખોરોએ સાત વર્ષની માસૂમને 3 લાખમાં વેચી
હિંમતનગર-અમદાવાદ રોડ પર રહેતા છાપરામાંથી ત્રણ જણા સાત વર્ષની બાળકીને પૈસાના બદલામાં ઉઠાવી જઈ આ ત્રણેય જણાએ આ બાળકીને રૂ.3 લાખમાં વેચી દીધી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. જેને લઈને પોલીસે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લઈને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. માતાપિતાએ 60 હજાર વ્યાજે લીધા હતા
આ અંગે એ-ડિવિઝનના એ.બી.શાહ તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, એક મહિના અગાઉ સાબરડેરી નજીક છાપરામાં રહેતા બાળકીના પિતાએ મોડાસાના અર્જુનભાઈ વિજયભાઈ નટ, શરીફાબેન જોઈતાભાઈ નટ તથા બાલાસિનોર તાલુકાના દેવા ગામના લખપતિ નટ પાસેથી અંદાજે રૂ.60 હજાર વ્યાજે લીધા હતા. જોકે તે પૈકી વ્યાજની સમયસર ચૂકવણી પણ કરાઈ હતી, તેમ છતાં અર્જુનભાઈ નટ અને શરીફાબેન નટ દ્વારા અવારનવાર ઘરે આવી ઝઘડા કરવામાં આવતા હતા. ચુકવણી છતાં કોરા કાગળમાં અંગુઠાનું નિશાન લઈ ગયા
એટલુ જ નહીં પણ આ બંને જણાએ પોતાની રીતે હિસાબ કરીને રૂ.3થી 4 લાખ લેવાના નિકળતા હોવાનું જણાવ્યું હતું, તેમજ કોરા કાગળમાં બાળકીના પિતાના અંગુઠાનું નિશાન લઈ લીધું હતું. ત્યાર બાદ લખપતિ નટ સહિત ત્રણેય જણાએ વ્યાજે પૈસા લેનાર પિતાની સાત વર્ષની દીકરીને બળજબરીપૂર્વક પૈસાના બદલામાં ઉઠાવીને લઈ ગયા હતા. ત્યાર બાદ આ ત્રણેય જણાએ ભેગા મળીને અન્ય સ્થળે સાત વર્ષની દીકરીને વાલીવારસાની જાણ બહાર રૂ.3 લાખમાં વેચી દીધી હતી. મહિલા સહિત 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પર
જે અંગે હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ થતાં એક મહિના અગાઉ બનેલી ઘટના બાદ પોલીસે ત્રણેય જણા વિરૂદ્ધ બાળ તસ્કરી કરી હોવાના આક્ષેપ સાથે હિંમતનગર એ-ડિવિઝન પોલીસે બીએનએસ કલમ 137(2), 143(4), 115(2), 351(3), 54 તથા ગુજરાત મનીલેન્ડસ એક્ટ ક.40, 42 મુજબ બાળ તસ્કરી કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ પોલીસે પૈસાના બદલામાં બાળકીને ઉઠાવી જનાર એક મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લઈને આજે કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા. ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં 27/12/24 સુધીના 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પકડાયેલા આરોપીઓ
1.અર્જુનભાઇ વિજયભાઈ નટ (રહે.હજીરા પેટ્રોલ પમ્પની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા જિ.અરવલ્લી)
2.શરીફાબેન જોઈતાભાઈ નટ (રહે.હજીરા પેટ્રોલ પમ્પની પાછળ, ઝૂંપડપટ્ટી, મોડાસા જિ.અરવલ્લી)
3.લખપતિ નટ (રહે.દેવાગામ, તા.બાલાસિનોર જિ.મહીસાગર)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments