back to top
Homeગુજરાત31 લાખનો ભેળસેળયુક્ત નકલી દવાનો જથ્થો જપ્ત:ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની...

31 લાખનો ભેળસેળયુક્ત નકલી દવાનો જથ્થો જપ્ત:ન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ, શંકાસ્પદ નમૂનાઓ તપાસ માટે FSL મોકલાયા

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર એચ.જી.કોશિયાએ જણાવ્યું છે કે,રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ અને ખોરાક શુદ્ધ અને ગુણવત્તાયુકત મળી રહે તે માટે તંત્ર અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે. જેના ભાગરૂપેન્યુટ્રાસ્યુટીકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથીક ઘટકની મિલાવટ કરી એક્ષ્પોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડીને આશરે રૂપિયા 31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજ્યમાં દવાઓના નમુનાઓનું ચકાસણી કરી ભેળસેળ કરતા તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી એલોપેથીક, આર્યુવેદિક, કોસ્મેટીક્સ અને ફુડ પ્રોડકટ બનાવટના વ્યકિત વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. 11 લાખ કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો
તેમણે ઉમેર્યું કે, તાજેતરમાં આ તંત્રના વાય.જી.દરજી, નાયબ કમિશ્નર (આઈ.બી) અને એ.એ.રાદડીયા, ફલાઈંગ સ્કોડ (ટીમ લીડર) તથા તેમની ટીમ અને સેન્ટ્રલ ડ્રગ લાયસન્સીંગ ઓથોરીટી, CDSCOના ડ્રગ ઈન્સ્પેકટરોએ એમ.એસ. જોઈનહબ ફાર્મા એલ.એલ.પી.ના મુખ્ય પાર્ટનર અહેમદ અબ્બાસ બાલોસપુરા, અબ્બાસ અલી બાલોસપુરા, સંકેત શાહ તથા પેઢીમાં ખરીદી સંભાળતા વ્યક્તિ પટેલ ભાવેશભાઇ તથા નઝર મહોમ્મદ સાઉદીની સઘન પુછપરછ કરી તેઓની મોન્ડેલ હાઈટ્સની ઓફિસ તથા તેઓના ચાંગોદર ખાતેના ગોડાઉન, બી-127, કુંજ એસ્ટેટ, ચાંગોદર ખાતે દરોડા પાડી Wholeshield Refire Cap. અને Demex (Vitamin-D3)ના નમુના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે અને 11 લાખ કિંમતનો દવાનો જથ્થો કાયદેસરની કાર્યવાહી અર્થે આપી જપ્ત કરાયો છે. કામોત્તેજક ઘટકનો પાઉડર ઉમેરી ન્યુટ્રાસ્યુટીકલ્સના નામે એક્ષ્પોર્ટ કરતાં
વધુમાં એમ.એસ. જોઈનહબ ફાર્મા એલ.એલ.પી. આ કહેવાતી દવાનું ઉત્પાદન અમદાવાદના દસક્રોઈ તાલુકાના કઠવાડા પાસે એમ.એસ. એરોન લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ ખાતે ન્યુટ્રાસ્યુટીકલ્સના લાયસન્સ હેઠળ બનાવડાવી તેમાં કામોત્તેજક ઘટક Sildenafil Citrate નો પાઉડર ઉમેરી ન્યુટ્રાસ્યુટીકલ્સના નામે મોટાપાયે એક્ષ્પોર્ટ કરતાં હતા.તેઓ આ પ્રકારનો જથ્થો એક્ષ્પોર્ટ કરવાના છે તેવી માહિતીના આધારે ગુજરાત ફુડ એન્ડ ડ્રગના અધિકારીઓ અને સેન્ટ્રલ ડ્રગ લાયસન્સીંગ ઓથોરીટી (CDSCO) તેઓના ઉત્પાદન સ્થળે એમ.એસ. એરોન લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ ખાતે દરોડો પાડતાં સદર જગ્યાએથી તપાસ ટીમને Wholeshield Refire Cap. કેપ્સુલમાં Sildenafil Citrate કામોત્તેજક એલોપેથીક ઘટકનો ઉમેરો કરી એમ.એસ. જોઈનહબ ફાર્માને એક્ષ્પોર્ટ માટે વેચાણ કરતાં અને એલ.એલ.પી. Demex (Vitamin-D3), 10,000 IU અને Demex (Vitamin-D3), 5,000 IU એમ.એસ. 4 કેર લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ સર્વે નંબર 23/3P 24, જીન્સ ફેક્ટરીમાં સામેની તરફ, દાદુરમ વિસ્તાર, બગદોલ, તા. કઠલાલ, જિલ્લો ખેડા– 387 630, ગુજરાત, ભારતના લાયસન્સ અને રજીસ્ટ્રેશના નંબરનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ઉત્પાદન કરતાં ઝડપી પાડેલ છે. 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
એમ.એસ. એરોન લાઈફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર્સ કશ્યપ પરેશભાઇ પટેલ, ધવલ હરજીભાઇ સાવલીયા, રાજદીપ મથુરભાઇ સેલડીયા, હાર્દીક ઉકાભાઇ ભેસાણીયા, હર્ષીલ જયેશભાઇ બારોટ અને પ્રિયંકાબેન ધવલભાઇ સાવલીયા વિરુધ્ધ ડ્રગ એન્‍ડ કોસ્મેટીક એક્ટ હેઠળની આગળની કાર્યવાહી અર્થે તેઓના ઉત્પાદનની જગ્યાએથી સદર દવાના નમુના લઈ અને ચકાસણી અર્થે મોકલી આપેલ છે અને આ જગ્યાએથી દવાઓ, રોમટીરીયલ, મશીનર / ખાલી કન્ટેનર, ખાલી કેપ્સુલ અને પેકીંગ મટીરીયલ થઈ આશરે રૂપિયા 21 લાખનો મુદ્દામાલ હેઠળ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કર્યો છે. વધુમાં પેઢી રો મટીરીયલ, પેકીંગ મટીરીયલ ક્યાંથી ? અને કેવી રીતે લાવી છે અને આ પ્રકારે આવી કેટલી બનાવટનું ઉત્પાદન કેવી રીતે અને કોને કોને કરતાં હતા. તેની આગળની તપાસ હાથ ધરાઈ છે. એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી
તેમણે ઉમેર્યું કે,ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ તાજેતરમાં ગાંધીનગર ખાતે વગર લાયસન્સે સ્પુરીયસ એલોપેથીક દવાનું ઉત્પાદન કરતી ડુપ્લીકેટ ફેક્ટરી હેલ્થકેર અને સુરત ખાતે કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવા ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી દવા વેચાણ કરતી ફેક્ટરી પકડી પાડી તેમજ ભાવનગર ખાતે ઓનલાઇન એમેઝોનના માધ્યમથી બનાવટી કોસ્મેટીક બનાવટના કોઇપણ જાતના લાયસન્‍સ વગર ઉત્પાદન કરતી પેઢીઓ પર પાડેલા દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા વ્યકિતઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments