‘હું આનંદ રાણા મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલુ છું. તમે પોર્નોગ્રાફીનો ધંધો કરો છો, તમે 287 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં સામેલ છો. હું તમને ડિજિટલ અરેસ્ટ કરૂ છું અને તમે બહાર કોઈને જાણ કરશો તો તમારી જાનને ખતરો છે’ તેમ કહીને સાયબર માફિયાઓએ 72 વર્ષીય વૃદ્ધને 45 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને 1.60 કરોડ ખંખેર્યા હતા. આ કિસ્સમાં ભોગ બનનારે માત્ર ફોનકોલ દરમિયાન 1 નંબર દબાવ્યો ને આખો ખેલ શરૂ થયો હતો. શરૂઆતમાં કોલ પર કેસેટ બોલી રહી હતી
મૂળ મુંબઈના અને વડોદરામાં રહેતા વડોદરા શહેરમાં રહેતા 72 વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 15 સપ્ટેમ્બરના રોજ હું મારા ઘરે હતો. તે દરમિયાન મને અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો અને તે ફોન TRAIમાંથી બોલું છું, તેમ જણાવ્યું હતું. તેમાં કેસેટ બોલતી હતી કે, તમે રાષ્ટ્રવિરોધી કોઇ કામ ન કર્યું હોય તો 1 દબાવો, જેથી મેં 1 દબાવ્યું હતું. ફોન બાદ અચાનક વીડિયો લોક આવ્યો
ત્યારબાદ મને જણાવ્યું હતું કે, તમારી સામે મુંબઈના અંધેરી વેસ્ટના ગણેશનગરથી ફરિયાદ થઈ છે અને તમે પોર્નોગ્રાફીનો ધંધો કરો છો. જેથી મેં કહ્યું હતું કે, હું આવા કોઈ ધંધા કરતો નથી. તો મને તેઓએ કહ્યું હતું કે, તમે મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં જઈને અરજી કરો, પરંતુ મેં તેને કહ્યું હતું કે હું ચાલી શકતો નથી. તો તેઓએ મને કહ્યું હતું કે, હું તમારો ફોન મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં કનેક્ટ કરાવુ છું. બાદમાં મારો ફોન બીજા કોઇ અજાણ્યા મોબાઈલ નંબર સાથે કનેક્ટ કર્યો હતો અને પછી અચાનક વીડિયો કોલ ચાલુ થઈ ગયો હતો. વ્હોટ્સએ૫ મારફતે અરેસ્ટ વોરંટ પણ મોકલ્યું
આ સમયે સામેવાળો મને જોઇ શકતો હતો, પરંતુ હું તેને જોઈ શકતો ન હતો. તેને મને કહ્યુ હતુ કે, હું આનંદ રાણા મુંબઈ ક્રાઈમ બ્રાંચમાંથી બોલુ છું. તમે 287 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના કેસમાં સામેલ છો અને હું તમને ડિજિટલ એરેસ્ટ કરૂ છું. જો તમે બહાર કોઈને જાણ કરશો તો તમારી જાનને ખતરો છે, તેમ કહી મને ડરાવવા લાગ્યો હતો. મારી પાસે મારા તમામ બેંક ખાતાની માહિતી માંગી હતી, જેથી મેં મારા બેંક ખાતાઓની માહિતી આપી હતી. સાથે મને વ્હોટ્સએ૫ મારફતે અરેસ્ટ વોરંટ પણ મોકલ્યું હતું. દિલ્હીના સારા વકીલના નામે કોલ કનેક્ટ કર્યો
ત્યારબાદ મને 18 સપ્ટેમ્બરના રોજ તેઓના વ્હોટ્સએપ પરથી એક સુપ્રીમ કોર્ટનો લેટર મોકલ્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, MD ISLAM NAWAB MALIK GROUPના મની લોન્ડરિંગના કેસમાં તમારૂ નામ ખૂલ્યું છે, જેથી તમે નીચેની શરતો પૈકી કોઈપણ શરતોનું પાલન નહીં કરો તો ત્રણથી સાત વર્ષની જેલ થઈ શકે છે, જેથી હું ખુબ જ ડરી ગયો હતો. તેઓએ મને જણાવ્યું હતું કે, હું તમારી મદદ કરીશ અને તમને હું એક દિલ્હીના સારા વકીલ રાકેશ સાથે વાત કરાવુ છું. તેઓ કહે તે રીતે તમે કરો અને મારો ફોન રાકેશ સાથે કનેક્ટ કરી વાત કરાવી હતી. રૂપિયાનું વેરિફિકેશન કરવાનું કહી ખાતા સાફ કર્યા
રાકેશે મને કહ્યું હતું કે, તમારી બેંકમાં પડેલા કેસ રૂપિયાનું વેરિફિકેશન કરવુ પડશે અને તમારા ભરેલા તમામ રૂપિયા તમને પરત આપવામાં આવશે. તમે તમારી તમામ FD વિડ્રોઅલ કરો, તેમ કહેતા હું મારી બેંકોમાં ગયો હતો અને મારી તમામ એફડી વિડ્રો કરી હતી. ત્યારબાદ તેમના કહેવા પ્રમાણે તેમના એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા હતા. ત્યારબાદ તેઓએ મારા તમામ બેંક એકાઉન્ટના રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે કહ્યું હતું. જેથી મેં તમામ એકાઉન્ટના રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. ડિમેટના શેર વેચીને પણ પૈસા આપ્યાં
ત્યારબાદ મારા ડિમેટ એકાઉન્ટના શેર વેચવા માટે મને કહ્યું હતું, જેથી મેં શેર વેચીને તેમના એકાઉન્ટમાં રૂપિયા નાખ્યા હતા. આમ તેઓએ મારી પાસેથી 1.60 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. ત્યારબાદ મેં વીડિયો કોલ કાપી નાખ્યો હતો. જોકે, તેઓએ ફરીથી વીડિયો કોલ કરવા માટે મને કહ્યું હતું, પરંતુ મને શંકા જતા મેં કોલ કર્યો નહોતો. મારા રૂપિયા પરત માંગવા મેં તેમને રોજ-રોજ ફોન કરું છું, પરંતુ તેઓ ફોન ઉપાડતા નથી. જેથી મેં આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પ્રકારના સ્કેમથી બચવા માટે શું કરી શકાય?