છેલ્લા ઘણા સમયથી ભવનાથ અને અંબાજી મંદિરના મહંતને લઈ વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે થોડા દિવસોથી આ વિવાદમાં વિરામ આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજે જૂનાગઢ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી ફરિયાદ સંકલન સમિતિમાં ફરી ભવનાથ મંદિરના મહંતને લઈ પ્રશ્ન ઉપસ્થિત થતાં ધારાસભ્ય સામે આવ્યા હતા. તેમણે પૂર્વ કલેક્ટર રચિત રાજ, મામલતદાર અને પ્રાંત અધિકારીના કારણે વિવાદ થયાનો આક્ષેપ કર્યો હતો. ત્રિપુટીએ ભવનાથના મહંતની ગેરકાયદે નિમણૂક કરી હતી. અગાઉના ભ્રષ્ટ કલેક્ટર રચિત રાજ દ્વારા જે ગેરકાયદે ભવનાથ મહંતની નિમણૂક કરી સંતોની વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ છે એવું ધારાસભ્ય સંજય કોરડીયાએ સંકલન સમિતિમાં આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ મહેશગિરિએ ભવનાથ મંદિરના મહંત હરિગિરિએ ભાજપને 5 કરોડ અને તત્કાલીન કલેક્ટર આલોકકુમાર પાંડે-રાહુલ ગુપ્તાને 50 લાખ દીધા હોવાનો આરોપ લગાવ્યો હતો. બે પૂર્વ કલેક્ટર પર આરોપનો અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો મુદ્દતના છ મહિના અગાઉ જ ગેરકાયદે મહંતની નિમણૂક
ધારાસભ્ય દ્વારા સખત શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, અગાઉના કલેક્ટર રચિત રાજ, મામલતદાર અને પ્રાંત અધિકારીની ત્રિપુટીએ ભવનાથના મહંતની ગેરકાયદેસર રીતે નિમણૂક કરી હતી. ભવનાથ મહંતના મંદિરના મહંતની સમયમર્યાદા પુરી થયાના છ મહિના અગાઉ જ ગેરકાયદેસર રીતે મહંતની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારે આ ગેરકાયદેસર રીતે નિમણૂક કર્યાની કાર્યપદ્ધતિથી સાધુ સંતોમાં ઝઘડાઓ થાય છે અને તેના જ કારણે રાજ્ય સરકાર વહીવટી તંત્ર અને આ ભૂમિ અપવિત્ર થાય છે. ત્યારે આ મામલે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે. ભવનાથ મહાદેવના મંદિરના મહંત મામલે એક પ્રશ્નજૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, ફરિયાદ સંકલનની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી હોય છે. પ્રજાના પ્રતિનિધિઓ લાંબા સમયથી ચાલતા લોકોના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ કરતા હોય છે. જેમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા અલગ અલગ પ્રશ્નો કલેક્ટરને રજૂ કરવામાં આવે છે. ત્યારે આ ફરિયાદ સંકલનની બેઠકમાં આજે ભવનાથ મહાદેવના મંદિરના મહંત મામલે એક પ્રશ્ન હતો. મહંતની નિમણૂક રચિત રાજ દ્વારા ગેરકાયદે કરાઈ
જેમાં ભવનાથ મંદિરના મહંતની નિમણૂક અગાઉના કલેક્ટર રચિત રાજ દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી. જે વિશેની ફરિયાદ આજે સંકલન સમિતિમાં રજૂ કરાઈ હતી. જેમાં ભવનાથ મહાદેવ મંદિરના મહંતની સમય મર્યાદા પૂરી થાય તે પહેલા જ છ મહિના અગાઉ ભવનાથના મહંતની ઓર્ડર રિન્યુ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢના મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટરની ત્રિપુટીએ ગેરકાયદેસર રીતે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ભવનાથ મહાદેવના મંદિરની નિમણૂકની આ પદ્ધતિ યોગ્ય નથી. ભવનાથ મંદિરના વહીવટ કરતા તરીકે કલેક્ટર હોય છે અને કલેક્ટર દ્વારા મહત્વની નિમણૂક કરવામાં આવે છે. તેમજ આ નિમણૂક અખાડા અને પરંપરા મુજબની થતી હોય છે. મહંતની મુદત પૂરી થાય પછી જાહેરનામું બહાર પડાય
ભવનાથ મંદિરના મહંતની મુદત પૂરી થાય ત્યારે કલેક્ટરની સૂચનાથી મામલતદાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જેમાં મંદિરના મહંત તરીકેની નિમણૂક કરવા બાબતે લોકો પાસેથી યોગ્યતા અને પુરાવાઓ અરજીરૂપે માંગવામાં આવે છે. યોગ્યતા તપાસી મામલતદાર દ્વારા રિપોર્ટ બનાવી તે રિપોર્ટને પ્રાંત અધિકારીને મોકલવામાં આવે છે અને ત્યારબાદ આ રિપોર્ટની તપાસણી કરી કલેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવે છે. અરજીમાં યોગ્યતા બાદ મહંત તરીકેની નિમણૂક
બાદમાં કલેક્ટરને જે અરજીમાં યોગ્યતા લાગે તે વ્યક્તિને મહંત તરીકેની નિમણૂક આપવામાં આવે છે. પરંતુ અગાઉના કલેક્ટર રચિત રાજ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને સાઈડમાં મુકી, ભ્રષ્ટાચાર કરી પોતાની રીતે મહંતને નિમણૂક કરી હતી. આવા નિર્ણયના કારણે ગુજરાત સરકાર અને ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો વચ્ચે વિવાદ થયો છે. અગાઉના ભ્રષ્ટ કલેક્ટર રચિત રાજ દ્વારા જે ગેરકાયદેસર રીતે ભવનાથ મહંત નિમણૂક કરી સંતોની વચ્ચે ઝઘડાનું મુખ્ય કારણ છે. અધિકારીઓ દ્વારા ખોટી નિમણૂકો કરી વિવાદો ઉભા કરાયા
આટલા વર્ષોની અંદર સંતોમાં ક્યારેય પણ ઝઘડા નથી થયા. પરંતુ આવી ખોટી નિમણૂકો કરી વિવાદો ઉભા કરવાનું કામ આવા અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે આખી રાજ્ય સરકાર વહીવટી તંત્ર અને આ ભૂમિ અપવિત્ર થાય છે. આ મામલે આવા અધિકારીઓ પર તપાસ શરૂ છે અને વહેલી તકે તપાસ પૂર્ણ થઈ એ સમગ્ર વાસ્તવિકતા સામે આવશે. સમગ્ર વિવાદશું છે ?
જૂનાગઢમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત તનસુખગિરિ બાપુ લાંબી બીમારીના અંતે ખાનગી હોસ્પિટલમાં 19 નવેમ્બર, 2024ના રોજ દેવલોક પામ્યા હતા. એ બાદ તનસુખગિરિ બાપુની તેમના નિવાસ ભીડભંજન મંદિર ખાતે સનાતની પરંપરા મુજબ સમાધિ અપાઈ હતી. જોકે સમાધિયાત્રા દરમિયાન જ ગાદીને લઈ વિવાદ શરૂ થયો હતો. આ વિવાદમાં એક તરફ ભવનાથ મંદિરના મહંત હરિગિરિ મહારાજ, રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ, તનસુખગિરિ સાથે રહેતા યોગેશપુરી, કિશોરભાઇ વગેરે છે. તો સામે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગિરિ બાપુ છે. બન્ને પક્ષકારો વચ્ચે ગાદીને લઇને આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે.