દેશના 80 કેન્દ્રીય વિભાગોમાં ગેજેટેડ અને નોન ગેજેટેડ ઓફિસરની લગભગ 9.56 લાખ જગ્યાઓ ખાલી છે. એ ગ્રેડ ઓફિસરની 31,694 હજાર જગ્યા ખાલી છે. જ્યારે સંરક્ષણ જેવા સંવેદનશીલ વિભાગમાં 2.43 લાખ પદો ખાલી છે. મધ્યપ્રદેશના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌજ દ્વારા માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં આ માહિતી સામે આવી છે. મધ્યપ્રદેશના આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌડ દ્વારા માહિતી અધિકાર કાયદા અંતર્ગત આ જાણકારી માંગવામાં આવી તેમાં આ માહિતી સામે આવી છે. કેન્દ્ર સરકારે આ માહિતી 1 માર્ચ 2023 સુધી ભરેલી જગ્યા અને વર્તમાન કાર્યરત અધિકારીઓના આધારે આપી છે. બીજી તરફ ઈસરો એક પછી એક નવા પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યું છે. તેમ છતાં પણ એ ગ્રેડ અધિકારીઓની 1251 જગ્યાઓ ખાલી છે. જ્યારે સ્પેસ મંત્રાલયમાં પણ 3886 પદ ખાલી છે. જાણકારી પ્રમાણે હેલ્થ અને ફેમિલી વેલ્ફેર વિભાગમાં 7002 જગ્યા ખાલી છે. રેલવે વિભાગ પણ છે. 2024માં રેલવે અકસ્માતના ઘણા બનાવો બન્યા. જેને રોકવા માટે માનવ સંસાધનની જરૂર પડશે. તેમ છતાં રેલવેમાં 3.16 લાખ અધિકારીઓ અને કર્મચારીઓની અછત છે. યુપીએસસી: પૂરતો મેનપાવર ન હોવા છતાં શ્રેષ્ઠ કામ
યુપીએસસીમાં કુલ એ ગ્રેડ અધિકારીઓનાં કુલ 232 પદમાંથી 182 જ કાર્યરત છે. એટલે કે 50 જગ્યા ખાલી છે. જ્યારે ગ્રેડ બી અધિકારીઓના કુલ 272 પદ છે. જેમાં માર્ચ 2023 સુધી 169 કાર્યરત છે એટલે કે 103 ઓફિસરની અછત છે. યુપીએસસી પર્યાપ્ત મેનપાવર ન હોવા છતાં શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ…મિશન મોડમાં આ જગ્યાઓ પર ભરતી થાય
દેશમાં વધતી બેરોજગારી વચ્ચે આ આંકડા પરેશાન કરી રહ્યા છે. સરકારી નોકરી યુવકોનો હક છે. સરકારે મિશન મોડમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. જે પ્રકારે લોકસભા અને વિધાનસભામાં કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ ચૂંટણી થાય છે તેમ ભરતી પણ થવી જોઈએ.
ચંદ્રશેખર ગૌડ, આરટીઆઈ એક્ટિવિસ્ટ