ગુજરાત એસટીની બસમાં મુસાફરી કરતા એક અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ ડ્રાઈવર પર ચાલુ બસે લોકોના જીવ જોખમમાં મૂક્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે, ગાંધીનગરથી દહેગામ જતી બસ નંબર GJ 18 ઝેડ 9923નો આ બનાવ છે. ડ્રાઇવરે ચાલુ સવારીએ મોબાઇલ ફોન પર વાત કરીને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ ઉપરાંત, ડ્રાઇવરે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અન્ય વાહનોને ઓવરટેક કર્યા હતા, જેનાથી અકસ્માતની શક્યતા વધી ગઈ હતી. વિદ્યાર્થીએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે, જેમાં ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતો સ્પષ્ટપણે જોવા મળે છે. તેણે બનાવેલો વીડિયો દિવ્ય ભાસ્કરને મોકલી આપ્યો છે. ડ્રાઈવરની બેદરકારીથી સલામત સવારી એસટી અમારી એ ટેગ લાઈન સાથે સરકારી બસ સેવાની સલામતી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. આ ઘટનાએ ST બસ સેવાની સલામત સવારી ST અમારી એ ટેગ લાઈન સાથે સરકારી બસ સેવાની સલામતી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે. મુસાફરોને સલામત અને સુરક્ષિત મુસાફરી મળે તે માટે STએ આવા બેદરકાર ડ્રાઇવરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માગ વિદ્યાર્થી કરી રહ્યો છે.