back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત:બેન સ્ટોક્સ બહાર ફેંકાયો;...

ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમની જાહેરાત:બેન સ્ટોક્સ બહાર ફેંકાયો; બેટર જો રૂટ એક વર્ષ બાદ કમબેક કરશે

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી હતી. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું નામ ટીમમાં નથી. લગભગ એક વર્ષ બાદ બેટર જો રૂટ ODI ટીમમાં પરત ફરશે. 15 સભ્યોની ટીમનું નેતૃત્વ જોસ બટલર કરશે. ઇંગ્લેન્ડની ટીમ 22 ફેબ્રુઆરીથી 12 જાન્યુઆરી સુધી ભારતનો પ્રવાસ કરશે. ટીમ આ પ્રવાસમાં ભારત સામે 5 T-20 અને 3 ODI મેચ રમશે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ હજુ જાહેર કર્યું નથી. રૂટ 2023 વર્લ્ડ કપથી ટીમની બહાર છે
ભારતમાં આયોજિત 2023 વર્લ્ડ કપમાં ખરાબ ફોર્મના કારણે સિનિયર બેટર જો રૂટને વન-ડે ટીમમાંથી બહાર કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ટીમ ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. રૂટે આ વર્લ્ડ કપમાં 30.66ની એવરેજથી 276 રન બનાવ્યા હતા. 34 વર્ષીય રૂટ હાલમાં ટેસ્ટમાં નંબર-1 બેટર છે. તેણે 2024 ટેસ્ટમાં 6 સદીની મદદથી 1556 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 55.57 રહી છે. વન-ડેમાં, રૂટે 2019 થી રમાયેલી 28 મેચમાં લગભગ 29 ની સરેરાશથી 666 રન બનાવ્યા હતા. ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સનું નામ નથી
ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સનું નામ ટીમમાં નથી. સ્ટોક્સ આ મહિનાની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. આ મેચમાં ઇંગ્લેન્ડને કિવી ટીમે 423 રને પરાજય આપ્યો હતો. બ્રેન્ડન મેક્કુલમ માટે પ્રથમ મોટી ટુર્નામેન્ટ
ઇંગ્લેન્ડના હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ માટે આ પ્રથમ મોટી ટુર્નામેન્ટ હશે. હેડ કોચ તરીકે તે પ્રથમ વખત ભારતના વ્હાઇટ બોલના પ્રવાસ પર હશે. રેહાન અહેમદને ભારત સામેની T20 સિરીઝ માટે જ ટીમમાં પસંદ કર્યો આવ્યો છે. જ્યારે જો રૂટ માત્ર ODI ટીમનો ભાગ હશે. આર્ચર, વુડ અને એટિંકસન ત્રણ ફાસ્ટ બોલર
150ની ઝડપે સતત બોલિંગ કરનાર જોફ્રા આર્ચર ઈજા બાદ ટીમમાં પરત ફર્યો છે. જ્યારે માર્કુવૂડ ઈજાના કારણે ન્યૂઝીલેન્ડ સાથેની ટેસ્ટ સિરીઝનો ભાગ નહોતો. તેનું નામ પણ ટીમમાં છે. બોલિંગ ઓલરાઉન્ડર ગસ એટિંકસન, જેણે ડિસેમ્બર 2023 થી ODI રમ્યો નથી, તે પણ ટીમમાં પરત ફર્યો છે. જ્યારે ઝડપી બોલર બ્રેડન કાર્સ અને સાકિબ મહમૂદને તેમના શાનદાર ફોર્મના કારણે ટીમમાં તક આપી છે. ઓલરાઉન્ડર સેમ કરન ટીમની બહાર
2022માં T20 વર્લ્ડ કપ જીતનાર ઓલરાઉન્ડર સેમ કરન માટે ટીમમાં કોઈ જગ્યા નથી. રીસ ટોપ્લીને પણ સતત ઈજાઓ પછી સાઇડલાઇન કર્યો છે. જ્યારે ઝડપી બોલર મેથ્યુ પોટ્સને પણ ટીમમાં સ્થાન આપ્યું નથી. લેગ સ્પિનર ​​આદિલ રાશિદને ઇંગ્લેન્ડના મુખ્ય સ્પિનર ​​તરીકે ટીમમાં સ્થાન આપ્યું છે. તેને ટેકો આપવા માટે, ટીમમાં પાર્ટ-ટાઇમ સ્પિનરો રૂટ, લિયામ લિવિંગ્સ્ટન અને જેકબ બેથેલ છે. ચેમ્પિયન્સ ટ્રોફી અને ભારત સામેની વન-ડે સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટન, આદિલ રશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ. ભારત સામે T20 સિરીઝ માટે ઇંગ્લેન્ડની ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહેમદ, જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટન, આદિલ રશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ અને માર્ક વુડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments