back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી: ભારતની તમામ મેચ UAEમાં યોજાશે:ICC ન્યૂટ્રલ વેન્યૂ તરીકે દુબઈ સિલેક્ટ;...

ચેમ્પિયન્સ ટ્રોફી: ભારતની તમામ મેચ UAEમાં યોજાશે:ICC ન્યૂટ્રલ વેન્યૂ તરીકે દુબઈ સિલેક્ટ; જો ભારત સેમિફાઈનલ અને ફાઈનલમાં પહોંચશે તો આ મેચ પણ અહીં જ રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચની યજમાની કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પસંદગી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક સૂત્રએ PTIને આ માહિતી આપી છે. શનિવારે રાત્રે PCB અધ્યક્ષ મોહસિન નકવી અને UAEના મંત્રી શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કર્યું છે. જો ટીમ ઈન્ડિયા નોકઆઉટ માટે ક્વોલિફાય થશે તો સેમિફાઈનલ અને ફાઈનલ પણ દુબઈમાં જ યોજાશે. 19 ડિસેમ્બર, ગુરુવારે ICCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ પાકિસ્તાનને બદલે તટસ્થ સ્થળે રમશે. તેમજ પાકિસ્તાની ટીમ 2027 સુધી ભારતમાં યોજાનારી તમામ ટુર્નામેન્ટ માટે ભારત નહીં આવે. તેની મેચ પણ તટસ્થ સ્થળોએ યોજાશે. 2025નો મહિલા ODI વર્લ્ડ કપ ભારતમાં, T-20 વર્લ્ડ કપ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાવાનો છે. 15માંથી 5 મેચ UAEમાં યોજાશે
8 ટીમ વચ્ચે 15 મેચોની ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને 9 માર્ચ સુધી ચાલશે. જોકે, ICCએ હજુ સુધી કાર્યક્રમ જાહેર કર્યો નથી. ભારત તેની ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ UAEમાં રમશે. જો ભારત ક્વોલિફાય થશે તો અહીં જ સેમિફાઈનલ અને ફાઈનલ પણ રમાશે જ્યારે ટુર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં રમાશે. PCBએ મિટિંગમાં 4-5 માગણીઓ રજૂ કરી હતી, પરંતુ ICCએ મોટાભાગની માગણીઓ ફગાવી દીધી હતી. પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ માટે ભારત આવી હતી
પાકિસ્તાનની ટીમ ગયા વર્ષે ODI વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. ત્યારે 14 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યરે અડધી સદી ફટકારી હતી. જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 19 રનમાં 2 વિકેટ લીધી હતી. મુંબઈમાં આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્તાન જતું નથી
ભારતીય ટીમે 2007-08થી પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. 2008માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડી દીધી હતી. ત્યારથી બંને ટીમ માત્ર ICC અને ACC ટુર્નામેન્ટમાં જ રમે છે. 2013થી બંને ટીમ તટસ્થ સ્થળો પર 13 ODI અને 8 T20 મેચ રમી છે. 2009 દરમિયાન પાકિસ્તાનમાં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો પણ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments