અમરેલી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરરાજ શરૂ થયું છે, ચોરી કરનારા ઈસમો રાત્રીના પોલીસની ગેરહાજરીમાં વધુ એક્ટિવ થયા છે. પોલીસને તસ્કરો રીતસર પડકાર ફેંકી રહ્યા છે. સીસીટીવી કેમેરા હોવા છતાં ચોરીઓ કરી ગુન્હાઓને અંજામ આપી રહ્યા છે. સાવરકુંડલા તાલુકામાં આવેલ આંબરડી ગામમાં દેવાણી અને કીકાણી પરિવારના કુળદેવી ખોડિયાર મંદિર આવેલ છે અહીં રાત્રીના સમયે અજાણીયા ઈસમો ગેરકાયદેસર રીતે પ્રવેશી મૂર્તિને ચડાવેલ પંચધાતુના 3 હાર એકની કિંમત રૂ.1500 લેખે ત્રણેયની કિંમત રૂ.5500 અને પૂજારીનું હીરો કંપની નું બાઇક નંબર GJ 14 A.S.8224 કિંમત 25000 મળી કુલ રૂપિયા 35000ની અજાણ્યા ઈસમો ચોરી કર્યાની સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં મંદિરના પૂજારી દિનેશગીરી સોમગીરી ગૌસ્વામીએ ફરીયાદ નોંધાવી છે. પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો
સાવરકુંડલા રૂલર પોલીસને ચોરીની ફરિયાદ મળતા પ્રથમ ગુન્હો નોંધી ઘટના સ્થળે પી.આઇ.સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દોડી ગયા હતા અને સીસીટીવી કેમેરાની તપાસ કરતા મંદિરમાં દરવાજો ખોલી ગેરકાયદેસર રીતે ઘુસી મૂર્તિના હાર કાઢી રહ્યા છે પૂજારીનું બાઇક ઉઠાવી ઢસડી દીવાલ તપાડી બહાર બાઇક લઈ ગયા અને ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, આ ફુટેજમાં દેખાતા વ્યક્તિઓની પોલીસ શોધખોળ હાથ ધરી ચોરી કરનારા લોકો સુધી પોહચવા કવાયત હાથ ધરી છે.