back to top
Homeગુજરાતદ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી 4 માસની બાળકી મળી આવી:પોલીસે કબજો મેળવી સારવાર અર્થે...

દ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી 4 માસની બાળકી મળી આવી:પોલીસે કબજો મેળવી સારવાર અર્થે જામનગર હોસ્પિટલમાં ખસેડી બાળકીના માતા-પિતા અંગે તપાસ હાથ ધરી

દ્વારકા શહેરની મધ્યમાં એક અવાવરૂ જગ્યામાંથી ગત સાંજે આશરે ત્રણ-ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવી હતી. જેની જાણ પોલીસે થતા તેનો કબજો મેળવી, જરૂરી કાર્યવાહી કરી હતી. મળતી વિગત મુજબ દ્વારકામાં હાથી ગેઈટથી ખોડીયાર ચેકપોસ્ટ વચ્ચેની અવાવરૂ જગ્યામાં એક બાળક પડ્યું હોવા અંગેની જાણ SRDના જવાન દેવાભાઈ વાઘેલા દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને બાળકીનો કબજો મેળવ્યો હતો અને તેની જામનગર હોસ્પિટલમાં ખસેડી હતી. આ બાળકી આશરે 3થી 4 માસની છે. જેને તેણીના માતા-પિતા અથવા કોઈ સંભાળ રાખનાર વ્યક્તિ દ્વારા કોઈપણ કારણોસર અવાવરૂ એવી બાવળની ઝાળીમાં ત્યજી દેવા અંગેનો ગુનો દ્વારકા પોલીસ મથકમાં નોંધાયો છે અને આ ઘટના અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments