back to top
Homeબિઝનેસપરિવહન સરળ:થ્રી વ્હીલર ડીઝલ વાહનોની જગ્યા ઈવી લઇ લેશે, વેચાણ પણ બેગણું...

પરિવહન સરળ:થ્રી વ્હીલર ડીઝલ વાહનોની જગ્યા ઈવી લઇ લેશે, વેચાણ પણ બેગણું વધશે

આ સમયે અમે નવી દિલ્હીમાં ચાલી રહેલા 21મા ઈવી એક્સપોમાં છીએ. અહીં હાજર ઈવી વાહનોનાં મૉડલ જોઇને સ્પષ્ટ અનુભવી શકાય છે કે દેશની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ મોટા ફેરફારમાંથી પસાર થઇ રહી છે. ભલે પારંપરિક કારો અને એસયુવીની ઈવી અપનાવવાની ઝડપ સરેરાશની સરખામણીમાં થોડી ધીમી છે, પરંતુ ઈ-રિક્ષા અને બે-પૈડાંનાં વાહનોનું વેચાણમાં જબરદસ્ત વધારો થઇ રહ્યો છે. આ વર્ષે પહેલીવાર ઈ-થ્રી વ્હીલરના વેચાણ 6 લાખ અને ઈ- ટુ વ્હીલર વેચાણ 10 લાખને પાર થઇ ગયાં છે. ઈવીના વેચાણમાં તેમની ભાગીદારી 8% સુધી પહોંચી ગઇ છે. રેટિંગ એજન્સી ઇકરાના પ્રમાણે 2025માં તેની ભાગીદારી બેગણી વધીને 16% સુધી પહોંચી જશે. આ ઝડપ પર ઇલેક્ટ્રિક વ્હીકલ ફેેડરેશનના પ્રમુખ અનુજ શર્મા કહે છે કે થોડાં જ વર્ષોમાં જ દેશના રસ્તાઓ પર એક કરોડથી વધુ ઈ-વ્હીકલ થઇ ગયા છે. આવનારાં 3થી 5 વર્ષોમાં ઈ-થ્રી વ્હીલર, 50 ટનની ક્ષમતાવાળાં પિકઅપ પેટ્રોલ-ડીઝલ વાહનોનાં વેચાણને પાછળ છોડી દેશે. 2 વર્ષ પહેલાં એલ-5 થ્રી વ્હીલરની કિંમત 5 લાખથી વધુ હતી. આ ડીઝલ વાહનની સરખામણીમાં બેગણી મોંઘી હતી. હવે બેટરીની કિંમત અડધાથી વધુ ઘટી ગઈ છે. જોકે, આ કિંમત હજુ પણ 15-20% વધારે છે. એલ-5 ઉત્પાદક કંપની દે ઉસુઈ મોટરના જીએમ નીરજ ભાર્ગવ કહે છે કે ઈવી ઑટોની રનિંગ કૉસ્ટ ઘણી ઓછી છે. તેઓ સરેરાશ 200 કિમીનું અંતર કાપે છે. ડીઝલ ઑટોમાં રૂ. 700નો ખર્ચ થાય છે. ઈવી ચાર્જિંગ માત્ર રૂ. 40 છે. આમ ખર્ચ પ્રતિ કિમી 55 પૈસા આવે છે. ડીઝલમાંથી ઈવીમાં શિફ્ટ કરીને રૂ. 18 હજાર બચાવી શકાય છે. ચાર્જિંગનો સમય પણ 4 કલાકથી ઓછો રહી ગયો છે. ઈવી પાર્ક… એવા પાર્કથી ચીન મધર ઑફ ઈવી બન્યું, આપણે ત્યાં પણ 15 રાજ્યોની સરકાર તૈયારી કરી રહી છે
અનુજ શર્માના પ્રમાણે વિશ્વમાં ઈવી મેન્યુફેક્ચરિંગમાં ચીનની ભાગીદારી 98% છે. જોકે ભારત પણ મોટો ઉછાળો લગાવવા માટે તૈયાર છે. થોડાંક જ વર્ષોમાં દેશમાં મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનવા જઇ રહ્યું છે. યુપી, કર્ણાટક, કેરળ સહિત 15 રાજ્ય સરકારો ઈવી પાર્કની દિશામાં આગળ વધવાનો વિચાર કરી રહી છે. જેમાં ઈવી કમ્પોનન્ટ્સ બનાવનારી કંપનીઓ એક જ છત્રના નીચે મેન્યુફેક્ચરિંગ કરે છે. આ તે પ્રકારે છે, જેમ મોટી ઑટોમોબાઇલ કંપનીઓ કારોનું પ્રોડક્શન કરે છે. એક છતની નીચે કમ્પોનન્ટ્સથી લઇને સૉફ્ટવેર કંપનીઓ કામ કરે છે. જોકે એક મોટા પાર્ક માટે હજાર એકર જમીનની જરૂર પડે છે. ઈવીએક્સપો 2024ના પ્રમુખ રાજીવ અરોરા કહે છે કે સરકારે ચીનના આ મૉડલનો સ્ટડી કર્યો છે. તેઓ આની ઉપર આગળ વધવા ઇચ્છે છે, પરંતુ આટલા મોટા પાયે જમીન સંપાદન મોટો પડકાર હોય છે. તેઓ કહે છે કે ચીનમાં ડઝનો ગામોનું સંપાદન કરી આઈટી પાર્ક બનાવ્યાં છે. એક-એક આઈટી પાર્કથી 20-25 લાખ લોકોને રોજગારી મળે છે. આને જ ચીનને મધર ઑફ ઈવી બનાવી દીધું છે. ઈ-થ્રી વ્હીલર : પહેલાં 8 રાજ્યમાં પહોંચ હતી, હવે બધામાં
રાજીવ અરોરા કહે છે કે પહેલાં ઈ-રિક્ષાની પરવાનગી દેશનાં 8 રાજ્યોમાં જ હતી. હવે એલ-5 ઑટોથી આખા દેશમાં પહોંચ થઇ ગઇ છે. તેનાથી મોટો ફેરફાર આવવા જઇ રહ્યો છે. ઈ-ઑટો એલ-5 બનાવનારી ટેરા મોટર્સના એવીવી આલોકકુમાર કહે છે કે ઈવીની કિંમત ઝડપથી ઘટી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments