ભારતે મહિલા અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો છે. મહિલા અંડર-19 એશિયા કપની આ પ્રથમ સિઝન છે. ટીમે 22 ડિસેમ્બર, રવિવારે કુઆલાલંપુરમાં બાંગ્લાદેશ અંડર-19ને 41 રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશની કેપ્ટન સુમૈયા અખ્તરે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 117 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની વિકેટો નિયમિત અંતરે પડતી રહી. ટીમ 18.3 ઓવરમાં 76 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે અડધી સદી ફટકારનાર ગોંગડી ત્રિશાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરી હતી. ગોંગડી ત્રિશાએ 52 રનની ઇનિંગ રમી
ભારત માટે ગોંગડી ત્રિશાએ 47 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. મિથિલા વિનોદે 12 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. આ બે ખેલાડીઓ સિવાય અન્ય કોઈ બેટર મોટી ઇનિંગ્સ રમી શકી નહોતી. બાંગ્લાદેશ તરફથી ફરઝાના ઈસ્મિને 31 રનમાં 4 વિકેટ લીધી હતી. નિશિતા અખ્તર નિશીએ 23 રનમાં 2 વિકેટ લીધી હતી. આયુષી શુક્લાએ 3 વિકેટ લીધી
બાંગ્લાદેશ તરફથી ઝુરિયા ફિરદૌસે 30 બોલમાં 22 અને ફાહોમિદા ચોયાએ 24 બોલમાં 18 રન બનાવ્યા હતા. ભારત તરફથી આયુષી શુક્લાએ 17 રનમાં 3 વિકેટ લીધી હતી. સોનમ યાદવે 13 રનમાં 2 વિકેટ લીધી હતી. પારુણિકા સિસોદિયાએ 12 રનમાં 2 વિકેટ લીધી હતી. વીજે જોશીતાએ 11 રનમાં 1 વિકેટ લીધી હતી.