back to top
Homeગુજરાતરાજ્યમાં દર 50 કિલોમીટરના અંતરે એક બ્લડ બૅન્ક હશે:નવા વર્ષમાં 9 નવી...

રાજ્યમાં દર 50 કિલોમીટરના અંતરે એક બ્લડ બૅન્ક હશે:નવા વર્ષમાં 9 નવી બ્લડ બૅન્ક, 11 સ્ટોરેજ સેન્ટર ખૂલશે

વિશાલ પારાશર

રાજ્યમાં દર 50 કિલોમીટર કે 1 કલાકના અંતરમાં બ્લડ બૅન્ક કે બ્લડ સ્ટોરેજ સેન્ટર મળી રહે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ તૈયારી શરૂ કરી દીધી છે અને આગામી વર્ષ 2025માં નવી 9 બ્લડ બૅન્ક અને 11 બ્લડ સ્ટોરેજ સેન્ટર ખોલશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારો સુધી બ્લડની જરૂરિયાત પૂરી પાડી શકાય તે હેતુથી આ સમગ્ર પ્લાન તૈયાર કરાયો છે. રેડ ક્રોસ સંસ્થાના સેક્રેટરી ડૉ. પ્રકાશ પરમારના જણાવ્યા અનુસાર, રેડ ક્રોસ સંચાલિત બ્લડ બૅન્ક અને સ્ટોરેજ સેન્ટર્સ મારફતે દર વર્ષે 2 લાખ કરતાં વધુ બ્લડ યુનિટ પૂરું પડાય છે. અંતરિયાળ વિસ્તારોમાં બ્લડની સમસ્યાને પ્રાથમિકતા આપીને ત્યાંનાં સ્થળો પર સહેલાઈથી બ્લડ માત્ર 1 કલાકના અંતરે મળે તે માટે કાર્ય ચાલુ છે.
બધાં સેન્ટરો પરથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્લડ સરળતાથી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. બ્લડના બદલામાં બ્લડની માગણી પણ કરાતી નથી. હાલ અમદાવાદ, નવસારી, આણંદ, ગોધરા, વડોદરા, કલોલ, પેટલાદ, કપડવંજ, રાજકોટ, પાટણ, ભાવનગર, લુણાવાડા સહિતની કુલ 25 બ્લડ બૅન્ક અને કાસિન્દ્રા, કઠલાલ, વિરમગામ, ધોળકા, દહેગામ, તલોદ સહિત કુલ 19 જગ્યાએ બ્લડ સ્ટોરેજ સેન્ટર છે. કુલ 25 બ્લડ કલેક્શન વાન અને કેમ્પ કરી એક વર્ષમાં એક લાખથી વધુ બ્લડ યુનિટ એકત્રિત કરાયાં છે. તમામ બ્લડ બૅન્કમાંથી NABH સર્ટિફાઇડ બ્લડ મળશે તમામ બ્લડ બૅન્ક અને સ્ટોરેજ સેન્ટર પરથી ઉચ્ચ ગુણવત્તાનું એનએબીએચ સર્ટિફાઇટ એટલે કે ક્વૉલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું નેશનલ એક્રેડિટશન બોર્ડ ઓફ હૉસ્પિટલ એન્ડ હેલ્થકેર પ્રોવાઇડર્સ દ્વારા સર્ટિફાઈડ બ્લડ મળશે. સંસ્થાની 5 બ્લડ બેન્કમાં આવું બ્લડ ઉપલબ્ધ છે. હાલ આવી 3 બ્લડ બૅન્ક માટે અરજી કરાઈ છે અને 17 બ્લડ માટે હાલ સર્ટિફિકેટ મેળવવાની પ્રોસેસ ચાલી રહી છે. આવનારા સમયમાં ઇમરજન્સીમાં પ્રસૂતાઓ અને અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓને તુરંત બ્લડ મળી રહે તેવો અમારો પ્રયાસ છે. રક્તના અભાવે રાજ્યમાં એક પણ મૃત્યુ ન થાય તે ઉદ્દેશ સાથે અમે વધુ બ્લડ બૅન્ક અને સ્ટોરેજ સેન્ટર ઊભા કરવા જઈ રહ્યા છીએ. – અજય પટેલ, ચૅરમૅન, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી 2025માં આ જગ્યાએ નવી બ્લડ બૅન્ક, સ્ટોરેજ સેન્ટર શરૂ થશે બ્લડ બૅન્ક : ગાંધીનગર, મહેસાણા, રાધનપુર, કડી, જૂનાગઢ, પોરબંદર, છોટાઉદેપુર, અંજાર અને કોડિનાર સ્ટોરેજ સેન્ટર : શામળાજી, ઉના, તાલાલા, અંકલેશ્વર, વાંસદા, ધંધુકા, ડભોઈ, મહુવા, અંબાજી, કામરેજ, સિહોર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments