ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામે થયેલી ટિપ્પણી અંગે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં જય ભીમ સેના દ્વારા ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઇ આજે રેલી કાઢવામાં આવી હતી. આ રેલી શહેરના ન્યાય મંદિર પાસે આવેલા ભગતસિંહ ચોકથી લઈ મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય સુધી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને અમિત શાહનો ઉગ્ર વિરોધ કરી ‘હાય રે અમિત શાહ હાય રે હાય’ના નારા લાગ્યા હતા. આ સાથે જ અમિત શાહ મુર્દાબાદના નારા સાથે કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા
જય ભીમ સેના દ્વારા કાઢવામાં આવેલી રેલી રાવપુરા પોલીસ ચોકી પાસે પહોંચતા ત્યાં અમિત શાહના પૂતળાનું દહન કરે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસ અને જય ભીમ સેનાના કાર્યકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ભારે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. રેલી દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા હાયરે અમિત શાહ હાઇ રે હાય ના નારા લાગ્યા હતા તો બીજી તરફ અમિત શાહ મુર્દાબાદ નાનારા સાથે આ રેલી આગળ વધી રહી હતી અને ટિપ્પણીને લઈ ભારે વિરોધ જોવા મળ્યો હતો. લેખિતમાં માફીપત્ર આપવા અને જમા કરાવવાની માંગ
આ અંગે કાર્યકર્તા મહિલાએ જણાવ્યું હતું કે, આજે અમે ભગતસિંહ ચોકથી લઈ ભાજપ કાર્યાલય સ્ટેશન સુધી આ રેલી કાઢવામાં આવી છે. આ રેલીનો હેતુ એટલો છે કે ભરી સંસદની અંદર અમિત શાહ દ્વારા બાબાસાહેબ ઉપર જે ટિપ્પણી કરવામાં આવ્યું છે. આંબેડકર આંબેડકર બોલે છે એક ફેશન બની ગઈ છે, એના કરતાં ભગવાનનું નામ લીધું હોય તો સ્વર્ગમાં જાય. અમને બાબાસાહેબ આંબેડકરે સ્વર્ગ આપી દીધું છે, એ લોકો સ્વર્ગમાં જાય કે જેમની જરૂર છે. આ બાબતે તેઓએ માફી તો માગી છે, પરંતુ અમારી માંગ છે કે તેઓ લેખિતમાં માફીપત્ર આપે અને સંસદની અંદર તેઓ કાયમી માટે જમા કરાવે એવી અમારી માંગ છે. નજીકના સમયમાં અનેક આંદોલન અને વિરોધ થશે
આ અંગે અન્ય એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, આજે આ જન આક્રોશ રેલી રાખવામાં આવી છે. અમિત શાહ દ્વારા સંસદની અંદર બાબાસાહેબનું અપમાન કરવામાં આવ્યું છે. આંબેડકર આંબેડકર એક ફેશન થઈ ગઈ છે, એટલી વાર ભગવાનનું નામ લીધું હોત તો સાત વાર સ્વર્ગમાં જવાય. તો હું એક વાત કહું કે અમે તો તમને રોક્યા નથી પરંતુ અમે તો આંબેડકર આંબેડકર કરવાના છીએ. એના માટે આજે આ બધા સંગઠનો ભેગા થયા છીએ અને જય ભીમના નારા સાથે આ એક વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારે માફી નહીં પરંતુ અમિત શાહને સાંસદ અને પાર્ટીમાંથી બે દખલ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જેમને સંવિધાન રચ્યું છે અને બંધારણ રચ્યું હોય ત્યારે દેશ બંધારણના લીધે ચાલતો હોય ત્યારે તેઓનું અપમાન થાય ત્યારે અમે આ સહન નહીં કરીએ અને નજીકના સમયની અંદર અનેક આંદોલન અને વિરોધ થશે. આ બાબતનો વિરોધ આગામી સમયમાં દિલ્હી પાર્લામેન્ટ સુધી મોટી સંખ્યામાં લોકોને લઈને પહોંચીશું એવી ચીમકી ઉચ્ચારી હતી.