back to top
Homeભારતહિમાચલ સહિત 3 રાજ્યોમાં તાપમાન 0ºથી નીચે:ચંદીગઢમાં પારો 0.8º; યુપીમાં આજે અને...

હિમાચલ સહિત 3 રાજ્યોમાં તાપમાન 0ºથી નીચે:ચંદીગઢમાં પારો 0.8º; યુપીમાં આજે અને MPમાં કાલે વરસાદની શક્યતા

દેશના ઉત્તરીય રાજ્યોમાં કડકડતી ઠંડી પડવાનું યથાવત છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 0 ડિગ્રીથી નીચે ગગડ્યું છે. હિમાચલમાં પણ આજે હિમવર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેના કારણે તાપમાન હજુ વધુ ઘટી શકે છે. પંજાબ-હરિયાણામાં પણ ઠંડીના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ચંદીગઢમાં તાપમાન 0.8 ડિગ્રી નોંધાયું હતું. પંજાબના આદમપુર વિસ્તારમાં પારો 1.8 ડિગ્રી નોંધાયો હતો. પંજાબમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. અમૃતસર, તરનતારન, ભટિંડા, લુધિયાણા અને બરનાલામાં 100 મીટર પર વિઝિબિલિટી નોંધાઈ હતી. હિમવર્ષા અને તીવ્ર ઠંડીની સાથે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે. ઉત્તર પ્રદેશના 6 જિલ્લાઓમાં આજે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તેમજ, આવતીકાલથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડવાની શક્યતા છે. હવામાનની 5 તસવીરો… જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઇ કલાં, 27 ડિસેમ્બરથી કોલેજો બંધ આગામી 3 દિવસમાં કેવું રહેશે હવામાન? 23 ડિસેમ્બર: 3 રાજ્યોમાં વરસાદ, 2 રાજ્યોમાં ધુમ્મસ રહેશે 24 ડિસેમ્બર: 4 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, 2 રાજ્યોમાં વરસાદ 25 ડિસેમ્બર: 2 રાજ્યોમાં તીવ્ર કોલ્ડવેવનું એલર્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments