back to top
Homeગુજરાતગુજરાતીઓની ક્રિસમસ વેકેશન ટ્રીપ બની મોંઘી:ગોવાના 11000, દુબઇના 46000 તો પોર્ટબ્લેરનું 80000...

ગુજરાતીઓની ક્રિસમસ વેકેશન ટ્રીપ બની મોંઘી:ગોવાના 11000, દુબઇના 46000 તો પોર્ટબ્લેરનું 80000 ભાડું, શિયાળાની કડકડતી ઠંડીમાં પેકેજ બુકિંગ ઘટ્યું

25 ડિસેમ્બર ક્રિસમસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાત સહિત દેશભરમાં ક્રિસમસની ઉજવણીનો અનેરો ઉન્માદ જોવા મળી રહ્યો છે. ક્રિસમસના વેકેશનમાં ગુજરાતીઓ મીની ટ્રીપનું આયોજન કરતા હોય છે. જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી લોકો ગોવા, દુબઇ, સિંગાપોર, મલેશિયા સાથે વિયેતનામ જવાનું વધારે પસંદ કરે છે. જોકે, ક્રિસમસને લઈને એરલાઈન્સના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. જે શિયાળાની ઠંડીમાં લોકોના ખિસ્સા ગરમ કરી દેશે. સામાન્ય દિવસો કરતા ક્રિસમસના દિવસોમાં ફ્લાઈટના ભાડામાં 15થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એક વ્યક્તિ દીઠ રાઉન્ડ ટ્રીપમાં રાજકોટથી ગોવાનું ભાડું રૂ. 9500થી વધી રૂ. 11000 થઈ ગયું છે. જ્યારે અમદાવાદથી દુબઇની ફ્લાઈટનું ભાડું રૂ. 33000થી વધી રૂ. 37000 થયું છે. જ્યારે વડોદરા અને સુરતથી પોર્ટબ્લેરની ફ્લાઇટનું ભાડું રૂ. 29500થી વધી રૂ. 65000 થયું છે. જોકે, આ વખતે શિયાળાની શરૂઆતમાં જ કડકડતી ઠંડી પડતા ક્રિસમસ વેકેશન ટ્રીપમાં થોડી બ્રેક લાગી છે. ક્રિસમસમાં 6થી 7 દિવસનું શાળાઓમાં વેકેશન
રાજકોટ ક્લિક ટુ ટ્રીપના સંચાલક પિયુષ જીવરાજાનીએ જણાવ્યું હતું કે, ક્રિસમસમાં 6થી 7 દિવસનું શાળાઓમાં વેકેશન હોય છે. જેથી રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદથી લોકો એક અઠવાડિયા માટે ફેમિલી ટ્રીપ ઉપર અલગ અલગ ટુરિસ્ટ પ્લેસ ઉપર જવાનું પસંદ કરતા હોય છે. ટુરિસ્ટ પ્લેસમાં ડોમેસ્ટિક ડેસ્ટિનેશનની વાત કરવામાં આવે તો ગોવા, કેરેલા, હિમાચલ પ્રદેશ અને નજીકના સ્થળોમાં રાજસ્થાન જવાનું લોકો વધુ પસંદ કરતા હોય છે અને સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા અને દીવ લોકો જતા હોય છે. ફ્લાઈટના ભાડામાં 20 ટકાનો વધારો થયો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રિસમસના તહેવારને કારણે ફ્લાઈટના ભાડા થોડા વધતા હોય છે. જેમાં 15થી 20 ટકાનો ભાડા વધારો ક્રિસમસમાં થતો હોય છે. રાજકોટથી ગોવા, અમદાવાદથી કોચીન હોય કે ઇન્ટરનેશનલની વાત કરીએ તો દુબઈ, થાઈલેન્ડની ફ્લાઈટ હોય તો તેમા પણ સામાન્ય સીઝન કરતા 15થી 20 ટકાનો ભાડા વધારો જોવા મળે છે. સામાન્ય દિવસમાં રૂ. 5000 વન-વે ફ્લાઇટનું ભાડું
તેમણે ઉમેર્યું કે, રાજકોટથી ગોવાની ફ્લાઇટની જો વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં રૂ. 4500થી રૂ. 5000માં વન વે ફ્લાઇટ મળતી હોય છે અને ક્રિસમસમાં આજ ફ્લાઇટનું ભાડું રૂ. 6500થી રૂ. 7000 થઈ જાય છે. જ્યારે અમદાવાદથી દુબઈની ફ્લાઈટની જો વાત કરવામાં આવે તો રેગ્યુલર સીઝનમાં આ ફ્લાઈટનું ભાડું રૂ. 28000થી રૂ. 32000ની આસપાસ હોય છે. જ્યારે ક્રિસમસમાં આ ભાડું વધીને રૂ. 40000 થઈ જાય છે. વિયેતનામ જવાનો ક્રેઝ પણ વધ્યો
તેમણે જણાવ્યું કે, આમ ક્રિસમસ વેકેશનમાં ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવાનો લોકોમાં ક્રેઝ વધ્યો છે. પરંતુ હજુ એટલો ઉત્સાહ જોવા મળતો નથી. કારણ કે હાલ ઠંડી વધુ છે અને આ વેકેશન થોડું ટૂંકું હોય છે. પરંતુ અમુક લોકોને જો ફરવા માટે ચાર દિવસ મળે તો તેમાં પણ તેઓ ફરવા માટે નીકળી પડે છે. હાલ લોકો દુબઇ, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા લોકો રૂટીન અને ક્રિસમસમાં પણ જાય છે, પરંતુ તેમાં વિયેતનામ જવાનો ક્રેઝ પણ વધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments