back to top
Homeભારતદારૂના નશામાં ડમ્પરે 9ને કચડી નાખ્યા:પુણેમાં મોડી રાતે પૂરપાટ ઝડપે ડમ્પર ફૂટપાથ...

દારૂના નશામાં ડમ્પરે 9ને કચડી નાખ્યા:પુણેમાં મોડી રાતે પૂરપાટ ઝડપે ડમ્પર ફૂટપાથ પર સૂતેલાં મજૂરો પર ચઢી ગયું, 2 બાળકો સહિત 3નાં મોત; ડ્રાઈવરની ધરપકડ

પુણેમાં રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. તેમાંથી એક 1 વર્ષનો અને બીજો 2 વર્ષનો છે. વાઘોલીના કેસનંદ ફાટા વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. ડમ્પરનો ડ્રાઈવર નશામાં હતો. તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ફૂટપાથ પર લગભગ 12 લોકો સૂતા હતા. આ તમામ લોકો મજૂર હતા અને કામ માટે પુણેથી અમરાવતી જઈ રહ્યા હતા. આ મજૂરોના કેટલાક મિત્રો નજીકના ઝૂંપડામાં સૂતા હતા. તેમણે કહ્યું, ” પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પર ફૂટપાથ પર ચડી ગયું અને ત્યાં સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા.” ચીસો સાંભળી અમે બહાર આવ્યા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા અને પોલીસને જાણ કરી હતી. 2 દિવસ પહેલા મુંબઈમાં ફૂટપાથ પર રમતા 4 વર્ષના બાળકને SUV કાર ચાલકે કચડી નાખ્યો હતો. તેના પિતા પણ મજૂરી કામ કરે છે. મુંબઈમાં 13 દિવસમાં ફૂટપાથ પર કચડાઈ જવાના વધુ 2 કેસ 21 ડિસેમ્બર: SUV ફૂટપાથ પર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો મુંબઈમાં, 21 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે, ક્રેટા ચલાવતા 19 વર્ષના યુવકે 4 વર્ષના બાળકને કચડી નાખ્યો, જેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. પોલીસે જણાવ્યું કે બાળક રોડની સાઈડમાં રમી રહ્યો હતો. મૃતક બાળકનું નામ આરુષ કિનવાડે છે. તેનો પરિવાર ફૂટપાથ પર રહે છે. 8 ડિસેમ્બર: બસે 30 લોકોને કચડી નાખ્યા, 4ના મોત
8 ડિસેમ્બરે, મુંબઈના કુર્લામાં લગભગ 30 લોકોને બેસ્ટ બસે કચડી નાખ્યા હતા, જેમાં ચારના મોત થયા હતા અને 26 ઘાયલ થયા હતા. આ અકસ્માત કુર્લા પશ્ચિમ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો. બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી. દેશમાં 5 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 7.77 લાખ મૃત્યુ, મહારાષ્ટ્રમાં 66 હજાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments